Monday, February 18, 2019

સામાન્ય જ્ઞાન

1) 15 ફેબ્રુઆરી 1564 માં ક્યાં મહાન વૈજ્ઞાનિક નો જન્મ થયો હતો?
જવાબ.. ગેલિલિયો ગેલિલી

2) "પોલિમાથ" ઉપનામ કોનું હતું?
જવાબ.. ગેલિલિયો ગેલિલી

3) "વૈજ્ઞાનિક પદ્ધતિનાં પિતા, આધુનિક ભૌતિકવિજ્ઞાનનાં પિતા" તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. ગેલિલિયો ગેલિલી

4) રાજ્યની પ્રથમ નંબર ની શ્રેષ્ઠ શાળા તરીકે કઈ શાળાની પસંદગી કરવામાં આવી છે?
જવાબ.. ભાવનગર સ્વામીનારાયણ હાઈસ્કુલ

5) 15 ફેબ્રુઆરી એ ક્યાં મહાન ભાગવતકથા કારનો જન્મદિવસ પણ છે?
જવાબ.. પૂજ્ય ડોંગરેજી મહારાજ

6) પૂજ્ય ડોંગરેજી મહારાજ કોના અવતાર તરીકે જાણીતા હતાં?
જવાબ.. શુકાવતાર

7) પૂજ્ય ડોંગરેજી મહારાજ નું પુરૂ નામ શું હતું?
જવાબ.. રામચંદ્ર કેશવ ડોંગરે

8) તાજેતરમાં ભારત નાં બીજા ક્રમ નાં.. ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
જવાબ.. સુશીલ ચંદ્રા

9) ભારત નાં મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે?
જવાબ.. સુનિલ અરોરા.. 23 માં

10) ભારતીય મુખ્ય ચૂંટણી પંચ ની રચના ક્યારે કરવામાં આવી હતી?
જવાબ.. 25/1/1950 ના રોજ

11) 25જાન્યુઆરી ને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. રાષ્ટ્રીય મતદાતા દિન

12) થર્મોમિટર અને લોલક નાં નિયમોની શોધ કોણે કરી હતી?
જવાબ.. ગેલિલિયો એ

13) તાજેતરમાં "ઈઝરાયેલ નાં પ્રસિદ્ધ ડેવિડ પુરસ્કાર" થી ક્યાં ભારતીય ને સન્માનિત કરવામાં આવ્યાં છે?
જવાબ.. સંજય સુબ્રમણ્યમ

14) આજે તા-15 ફેબ્રુઆરી એ "સુજલામ,સુફલામ જળ અભિયાન" નો
પ્રારંભ ક્યાં સ્થળે થી કરવામાં આવશે?
જવાબ.. તરણેતર- સુરેન્દ્રનગર થી