Monday, February 25, 2019

શિક્ષણ-દિન vs શિક્ષક-દિવસ vs વિશ્વ શિક્ષક દિવસ

🚀🚀 શિક્ષણ-દિન

ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મતિથિ નિમિત્તે 11 નવેમ્બરનો દિવસ ભારતમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ દિન’ (નેશનલ એજ્યુકેશન ડે) તરીકે ઊજવવામાં આવે છે. ઇન્ડિયન સ્કોલર મૌલાના આઝાદ 1947થી 1958 દરમિયાન સ્વતંત્ર ભારતના સૌપ્રથણ શિક્ષણ મંત્રી બન્યા હતા.

🚀🚀 શિક્ષક-દિવસ

ભારતમાં શિક્ષક દિન દર વર્ષની  ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
ડૉ. સર્વપલ્લીરાધાકૃષ્ણન‎નો
જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની પ્રેસિડેન્સી કોલેજમાં મલયાલમ ભાષાનાં શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં.

🚀🚀 વિશ્વ શિક્ષક દિવસ

શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે.