Monday, February 25, 2019

આનંદશંકર ધ્રુવ

જન્મ: ૨૫-૨-૧૮૬૯
અવસાન: ૭-૪-૧૯૪૨

🚩‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’

📚સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર..

♦️ ૧૮૯૫ થી ૧૯૧૯ સુધી ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ

👳 વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને ઉપકુલપતિ.
🕵‘સુદર્શન’નું તંત્રીપદ.
🕵૧૯૦૨ માં ‘વસંત’ માસિકનો આરંભ.

🎌 ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલોસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખ.

🎌૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ.

🎌🏴૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના અને ગુજરાત વિધાસભાના પ્રમુખ.
🎌૧૯૩૭ માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી.

📍📚સરળ અને લોકભોગ્ય શૈલીએ, ‘હિન્દુધર્મની બાળપોથી’ (૧૯૧૮)માં એમણે હિન્દુ ધર્મનું રહસ્ય બહુજનસમાજ માટે પ્રગટ કર્યું છે. ‘આપણો ધર્મ’ (૧૯૧૬) અને ‘હિન્દુ વેદધર્મ’ (૧૯૧૯) હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને દર્શનને સ્પષ્ટ કરતાં પુસ્તકો છે. ‘ધર્મવર્ણન’માં એમણે જગતના મુખ્ય ધર્મોના સિદ્ધાંતોનો પરિચય આપ્યો છે.