Monday, October 14, 2019
પ્રથમ બનેલી ઘટનાઓ
Thursday, September 19, 2019
ઐતિહાસિક બાબત
➡ સૌ પ્રથમ સિક્કા પર લેખ લખવાનું કાર્ય કોને કર્યું
〰 યવન
➡ સૌ પ્રથમ પ્રચલિત સિક્કા કરનાર પ્રથમ શાસક
〰 કનિષ્ટ
➡ સૌથી વધુ સોના ના સિક્કા પ્રચલિત કરનાર
〰 ગુપ્ત
➡ પલંગ પર બેસી વીણા વગાડનાર
〰 સમુદ્રગુપ્ત
➡ સૌથી જુના સિક્કા
〰 હડપ્પન કાલીન
➡ પ્રાચીન સિક્કાઓ
〰 આહત (સાહિત્યકાષાર્પણ કેહવાય)
Friday, August 2, 2019
ઈતિહાસના પ્રશ્નો
(૧) વિજયનગર સામ્રાજ્યનો સંસ્થાપક કોણ હતો? – હરિહર પ્રથમ
(૨) દેવરાય પ્રથમના શાસન કાળમાં કયા વિદેશી યાત્રિકે વિજયનગરની યાત્રા કરી હતી? – નિકોલો કોન્ટી
(૩) કયા વિદેશી યાત્રિકોએ કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગરની યાત્રા કરી હતી? – એડવાર્ડો બારબોસો અને પાયસ
(૪) કૃષ્ણદેવરાયના સમયમાં ચર્ચિત ‘અષ્ટદિગ્ગજ’ કોણ હતા?– આઠ કવિઓનો સમૂહ
(૫) કૃષ્ણદેવરાયે કયા પુસ્તકની રચના કરી હતી? – અમુત્કમાલ્યદા
(૬) કૃષ્ણદેવરાયે કઈ ઉપાધિઓ ધારણ કરી હતી? – આંધ્રભોજ, આંધ્રપિતામહ, અભિનવભોજ
(૭) વિજયનગર કાળનો સર્વ શ્રેષ્ઠ સિક્કો કયો હતો? – વરાહ
(૮) વિજયનગર કાળમાં દક્ષિણ ભારતની કઈ નૃત્ય પરંપરાનો પહેલી વાર વિકાસ થયો હતો? – યજ્ઞગાન
(૯) કૃષ્ણદેવરાય દ્વારા કયા મંદિરોનું નિર્માણ થયું હતું? – હજારા મંદિર, વિઠ્ઠલ સ્વામિનું મંદિર, નાગલપુર નગર
(૧૦) વિજયનગર કાલીન ચિત્રકલા શૈલીના સર્વોત્તમ ચિત્ર કયાથી પ્રાપ્ત થાય છે? – લે પાક્ષીથી
(૧૧) વર્તમાનમાં પ્રાચીન વિજયનગરને કયા નામથી ઓળખવામાં આવે છે? – હામ્પી
(૧૨) લક્ષ્મીની આકૃતિવાળા સિક્કા કોણે ચલાવ્યા હતા? – મોહમદ ઘોરી
(૧૩) કયા સુલતાને સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદીત કર્યા હતા? – ફિરોઝ તુઘલક
(૧૪) ભારતીય સંગીતમાં ‘કવ્વાલી’ ના જન્મદાતા કોણ હતા?– અમીર ખુશરો
(૧૫) કયા ગ્રંથની રચના જિયાઉદ્દીન બર્ની એ ફિરોઝ તુઘલકની પ્રશંસા કરી હતી? – તારિખે ફિરોઝશાહી, ફતવા એ જહાંગીરી
(૧૬) દિલ્હીમાં નિર્મિત પ્રથમ અષ્ટભૂજાકર મકબરો કોનો છે?– ખાને જહા તેલંગાની
(૧૭) તુર્કી સુલતાનાઓ કઈ ભાષાને રાજ્યાશ્રય પ્રદાન કર્યુ હતું? – ફારસી
(૧૮) અમીર ખુશરોની પ્રખ્યાત રચનાઓ કઈ? – ખજાઈનુલ ફતુહ,આશિકા, તુઘલક નામા, નૂહ સિપેકર, લૈલા-મજનુ
(૧૯) કયા સુલતાને કૃષિના વિકાસ માટે નિર્ધન ખેડૂતોને ધન આપ્યું જેને ‘સોન્ધર’ કહેવામા આવે છે? – મુહમ્મદ બિન તુઘલક
(૨૦) કયા સુલતાને પોતાના પૂર્વવતી સુલતાનો દ્વારા લગાવેલ ૨૪ કરોને સમાપ્ત કરી કુશન આધારિત ૪ કરો લગાવ્યા હતા?– ફિરોઝ તુઘલક
(૨૧) ભારતમાં ચિશ્તી શિલશિલાની સ્થાપના કોના દ્વારા થઈ હતી? – ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
(૨૨) હિન્દુ-મુસ્લિમ કલાના મિશ્રણમાંથી જન્મેલ સ્થાપત્ય શૈલી કઈ? – ભારતીય ઈસ્લામી
(૨૩) મધ્યકાલીન મુસ્લિમ અને રાજપૂત એમ બન્ને સમાજમાં કઈ પ્રથાનિ વિકાસ થયો હતો? – પરદાપ્રથા
કારગીલ યુદ્ધ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ N . R . નારાયણન
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ - મુહમ્મદ રફીક તારાર
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ - જનરલ પરવેઝ મુશર્રફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાના પ્રમુખ - અનિલ યશવંત ટીપનીસ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વાયુ સેનાના પ્રમુખ - પરવેઝ મહેદી કુરેશી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પરમવિર ચક્ર વિજેતાઓ : કુલ - 4
(1) કેપ્ટન વિક્રમ બત્રા
(2) કેપ્ટન મનોજ પાંડે
(3) નાયબ સુબેદાર યોજેન્દ્ર સિંહ યાદવ
(4) રાઈફલમેન સંજય કુમાર
Tuesday, July 23, 2019
ઈતિહાસ
૧ ઇતિહાસ શું છે?
– સામાજિક વિજ્ઞાન
૨ ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે?
– માનવ
૩ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે?
– ઋગ્વેદ
૪ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું?
– કૌટિલ્ય
૫ ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું?
– મેગેસ્થ્નીસે
૬ રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ?
– કવિ કલ્હણ
૭ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?
– ઈ.સ. ૧૪૫૩
૮ નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી?
– વોલ્તેરે (ફ્રેંચ વિચારક)
૯ વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે?
– વૈદિક સાહિત્ય
૧૦ જાદુ, વશીકરણના મંત્રો કયા વેદમાં છે?
– અર્થવવેદ
૧૧ પુરાણો કેટલા છે?
– ૧૮
૧૨ રામાયણના રચયિતા કોણ છે?
– વાલ્મિકી
૧૩ મહાભારતના રચયિતા કોણ છે?
– વેદ વ્યાસ
૧૪ અર્જુનને યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશ કયા નામે ઓળખાય છે?
– ભગવદ ગીતા
૧૫ જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલ છે?
– અર્ધમાગધી અને સંસ્કૃત
૧૬ જૈન ધર્મ પવિત્ર ગ્રંથો કયા?
– કલ્પસૂત્ર અને ૪૫ આગમો
૧૭ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો કયા છે?
ઇ- ત્રિપિટક
૧૮ પંચતંત્ર અને હિતોપદેશનીવાર્તાઓના લેખક કોણ છે?
– પંડિત વિષ્ણુ શર્મા
૧૯ અવશેષીય સાધનોમાં કયા મહત્વના સાધનો છે?
– સિક્કાઓ
૨૦ કયો બૌદ્ધ યાત્રાળુ ઈ.સ.૫૧૮માં ભારત આવેલો?
– સુંગયુન
૨૧ યુ એન સંગ કેટલા વર્ષની ઉંમરે ભારત આવેલો?
– માત્ર ૨૬ વર્ષની
૨૨ ભારતમાં છેલ્લો ચીની યાત્રાળુ કોણ આવેલો?
– ઇત્સિંગ
૨૩ ફાહિયાનના કયા પુસ્તકમાંથી ભારતની જાહોજલાલીની માહિતી મળે છે?
– ફો-ક્વોકી
૨૪ ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા કોણ હતો?
– ચાર્લ્સ ડાર્વિન
૨૫ સમય પહેલાના યુગને કયા નામે ઓળખવામાં આવે છે?
– પ્રાગ ઐતિહાસિક યુગ
૨૬ લીપી લેખન કલાના પછીના સમયને કયા નામે ઓળખવામાં આવે છે?
– નુતન પાષાણ યુગ
૨૭ સૌપ્રથમ કપિ-માનવનું હાડપિંજર ક્યાંથી મળી આવ્યું છે?
– પેકિંગ (ચીન)
૨૮ માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે?
– પુરાતન પાષાણ યુગ
૨૯ પાષાણયુગના હથિયારો શેમાંથી બનાવેલા હોવાનું મનાય છે?
– ગુજરાતમાંથી ક્વાર્ટઝાઈટ ખડકમાંથી
૩૦ શાના લીધે માનવ સ્થાયી વસવાટ કરતો થયો?
– ખેતીને લીધે
૩૧ સરોવરમાં બનાવેલા ઝુંપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે?
– સરોવરગ્રામ
૩૨ મોટા રાજ્યતંત્રની વ્યવસ્થા સૌપ્રથમ કયા વિકસી હતી?
– ઈજિપ્ત
૩૩ નુતન પાષાણયુગ પછી કયા યુગની શરૂઆત થઇ?
– ધાતુયુગ
૩૪ માનવીને સૌપ્રથમ કઈ ધાતુ મળી?
– સોનું
૩૫ માનવીને સૌથી છેલ્લે કઈ ધાતુ મળી ?
– લોખંડ
Friday, July 12, 2019
ઇતિહાસ ના સવાલ - જવાબ
*1. સવાલ : હાલના ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા જૂનાગઢ ક્યાં રાજ્યનો ભાગ ગણાતું?*
જવાબ : બૃહદ મુંબઈ રાજ્ય
*2. સવાલ : ગુજરાતનું ક્યુ નગર 'સાક્ષરનગર' કહેવાય છે?*
જવાબ : નડિયાદ
*3. સવાલ : ગુજરાતની મહીં નદી પરની બહુહેતુક યોજનાનું સ્થળ થયું છે ?*
જવાબ : વણાકબોરી
*4. સવાલ : ગુજરાત રાજ્યનો સ્થાપના દિન ક્યાં મહિનાની કઈ તારીખે ઉજવાય છે?*
જવાબ : મેં ની 1લી તારીખ
*5. સવાલ : ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ કોને શરૂ કરી હતી?*
જવાબ : શેઠ રણછોડલાલ
*6. સવાલ : ગુજરાત રાજ્યમાં મેન્ટલ હેલ્થ કાઉન્સિલની પુનઃરચના ક્યાં હેલ્થ મિનિસ્ટરના સમયમાં થઈ?*
જવાબ : બાબુભાઇ વાસણવાળા
*7. સવાલ : ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?*
જવાબ : મહેસાણા
*8. સવાલ : ગુજરાતમાં પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા?*
જવાબ : ડો જીવરાજ મહેતા
*9. સવાલ : પંડિત ઓમકારનાથજી ક્યાં રાજ્યના હતા?*
જવાબ : ગુજરાત
*10. સવાલ : અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી હતી?*
જવાબ : મહાત્મા ગાંધી
Thursday, June 27, 2019
ઉપનામો
▪ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ
✔મુક્તિદાતા
▪બિન્દુસારનું ઉપનામ
✔અમિત્ર ઘાતક
▪અશોક રાજાનું ઉપનામ
✔દેવનામ પ્રિય કે પ્રિયદર્શી
▪ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલ બિરુદ❓
✔શકારી અને સાહસાંક
▪ભારતના નેપોલિયન
✔સમુદ્રગુપ્ત
▪કુમારગુપ્તનું ઉપનામ
✔મહેન્દ્રાદિત્ય
▪ભારતીય આઈન્સ્ટાઈનની ઉપાધિ
✔નાગાર્જુન
▪ધર્માદિત્યનું બિરુદ ધારણ કરનાર
✔શીલાદિત્ય પહેલો અને ધર્મરાજ
▪ધ્રુવસેન બીજાનું ઉપનામ
✔બાલાદિત્ય
▪ધરસેન ચોથાએ ધારણ કરેલા બિરુદ
✔પરમ ભટ્ટારક
✔મહારાજાધિરાજ
✔પરમેશ્વર
Thursday, May 16, 2019
ઐતિહાસિક સવાલ
*💥 રાજા રામ મોહનરાય એ સમાજ સુધારણા માં કઈ સંસ્થા સ્થાપી*
👉🏾 બ્રહ્મો સમાજ
*💥 રામ કૃષ્ણ મિશન નું સ્થાપના કોણે કરી*
👉🏾 સ્વામી વિવેકાનંદ
*💥 શિરોમણી ગુરુ પ્રબંધક સમિતિ એ ક્યાં સમાજ માં સુધારણા નું કાર્ય કર્યું*
👉🏾શીખ
*💥 થિયોસોફીકલ સોસાયટી નું કાર્ય હિન્દ માં આવી ને કોને ઉપાડ્યું*
👉🏾 એની બેસન્ટ
*💥 સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો કોને ઘડ્યો*
👉🏾 વિલિયમ બેન્ટિંગ
*💥 વહાબી આંદોલન કોને ચલાવ્યું*
👉🏾 સર સૈયદ એહમદ ખાન
*💥 વંદે માતરમ નામનું વર્તમાન પત્ર કોને શરૂ કર્યું*
👉🏾 મહર્ષિ અરવિંદ
*💥 સ્વામી દયાનંદ સરસ્વતી ને દિક્ષા અને શિક્ષણ કોને આપ્યું*
👉🏾 પૂર્ણાનંદ - દિક્ષા
👉🏾 વિરજાનંદ - શિક્ષણ
Saturday, April 13, 2019
જલિયાંવાલા બાગ હત્યાકાંડ
13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે.13 એપ્રિલ, 1919નો દિવસ બૈશાખીનો દિવસ હતો. બૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. 13 એપ્રિલ, 1699ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બૈશાખી સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામૂહિક જન્મદિવસના રૂપમાં ઉજવે છે. અમૃતસરમાં તે દિવસે એક મેળો સેંકડો વર્ષોથી યોજાતો હતો, તેમાં તે દિવસે પણ હજારો લોકો દૂર-દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા.
પરંતુ કોને ખબર હતી કે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરનો ફાયરિંગનો હુકમ અને બ્રિટિશ સૈનિકોની ગોળીઓ સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીથી લાલ રંગે રંગી નાખશે.
બૈશાખીના દિવસે 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવમાં આવી હતી. તેમાં કેટલાંક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જોવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવાં આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યાં હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું.
સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો.
જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો. જેના કારણે ઘાયલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શકયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યાં હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં 484 શહીદોની યાદી છે. જ્યારે જલિયાંવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે. બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રમાણે, 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા.
ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. આઝાદી માટે લોકોના જોશમાં આવી ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની આકાંક્ષા વધવા લાગી હતી. આ હત્યાકાંડની ખબર તે વખતના અપૂરતાં સંચાર સાધનો છતાં જંગલમાં આગની જેમ દેશભરમાં ફેલાઈ ગઈ હતી. જલિયાંવાલા હત્યાકાંડ બાદ પણ લોકોની આઝાદી માટેની ચાહત જોઈને ગાંધીજીએ 1920માં અસહયોગ આંદોલનની શરૂઆત કરી હતી.
જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નેહરુએ ઉધમ સિંહ દ્વારા માઈકલ ઓ ડાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી.
જલિયાંવાલા બાગના હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢયા હતા.
Monday, February 25, 2019
ઐતિહાસીક સવાલ
🚦હલ્દીઘાટનું યુદ્ધ ક્યારે થયું?
➖૧૫૭૬ ઈ.
🚦હલ્દીઘાટના યુદ્ધમાં મેવાડની સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
➖મહારાણા પ્રતાપ
🚦હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપ તરફથી લડવા વાળો એકમાત્ર મુસ્લિમ સરદાર કોણ હતો?
➖હકીમ ખાં સૂરી
🚦હલ્દીઘાટના યુદ્ધમાં મુઘલ સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
➖માનસિહ તથા આસફ ખાં
🚦હલ્દીઘાટના યુદ્ધમાં કોને પોતાના પ્રાણનો ત્યાગ કરી મહારાણા પ્રતાપને બચાવ્યા?
➖બિંદા કે ઝાલામાન
🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપ, કેટલા સમય સુધી શાસન કર્યું હતું?
➖૧૫૭૨ થી ૧૫૯૭
🚦હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપને કોણે હરાવ્યા હતા?
➖અકબર
🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ ક્યારે થયો હતો?
➖૯ મે ૧૫૪૦
🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ સ્થળ ક્યાં છે?
➖કુંભલગઢ
🚦મહારાણા પ્રતાપનું બચપણનું નામ શું હતું?
➖કીકા
🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપના પિતાનું નામ શું છે?
➖ઉદયસિંહ
🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપના માતાનું નામ શું છે?
➖જીવંતબાઈ
🚦રાજા મહારાણા પ્રતાપનો ધર્મ કયો છે?
➖હિંદુ
🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો શાસનકાળ સમય કયો છે?
➖૧૫૬૮-૧૫૯૭
🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો અવશાન ક્યારે થયું હતું?
➖૧૯ જાન્યુઆરી ૧૫૯૭
🚦મહારાણા પ્રતાપ કયા વંશના રાજા હતા?
➖શિશોદિયા રાજવંશ
🚦મહારાણા પ્રતાપને કોની સાથે સંઘર્ષ કર્યો હતો?
➖મુઘલ સમ્રાટ અશોક
Monday, February 11, 2019
વર્લ્ડ ઇતિહાસ વિશે જનરલ નોલેજ
1 પ્રથમ યુએસએ પ્રમુખ હતા
જ્યોર્જ વોશિંગ્ટન✔
2 ચાઇના ની મોટી દિવાલ ક્યા વર્ષ માં બનાવવામાં આવી હતી
214 બીસી✔
3 ધ અમેરિકન યુદ્ધ સ્વતંત્રતા માટે કોની વચ્ચે લડાયું હતું
અમેરિકા અને ગ્રેટ બ્રિટન✔
4 માઓ ત્સે તુંગ માં મૃત્યુ પામ્યા હતા
વર્ષ 1976 એડી✔
5 કયો દેશ જે 15 મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ ની ભારત પ્રમાણે,
ઉજવણી કરે છે ?
દક્ષિણ કોરિયા✔
6 પ્રથમ વિશ્વ યુદ્ધ નો ક્યા વર્ષમા અંત આવ્યો
1918 માં ✔
7 બીજા વિશ્વ યુદ્ધ ક્યા વર્ષમા અંત આવ્યો
1945 માં ✔
8 પ્રથમ વડાપ્રધાન સ્વતંત્ર કેન્યા પ્રધાન હતા
જોમો કેન્યાટ્ટા✔
9 પ્રથમ બ્રિટીશ વડા પ્રધાન હતા
સર રોબર્ટ વોલ્પોલે✔
10 વ્હાઇટ હાઉસ યુએસએ ના પ્રમુખ નિવાસ પર સ્થિત છે
વોશિંગ્ટન ડીસી✔
11 યુરોપિયન માં ઐતિહાસિક, વર્ષ 1848 તરીકે ઓળખાય છે
ક્રાંતિના વર્ષ✔
12 પ્રથમ વડાપ્રધાન ઇઝરાયેલ પ્રધાન હતા
ડેવિડ બેંગુરૈન✔
13 ક્રિસ્ટોફર કોલંબસ ક્યા વર્ષે મૃત્યુ પામ્યા હતા
1506✔
14 કયો રોગ હતો જે 14 મી સદીમાં યુરોપ ત્રાટક્યું હતો?
પ્લેગ✔
15 1707 માં, બે યુનાઇટેડ બન્યા હતા તે દેશો હતા
ઇંગ્લેંડ અને સ્કોટલેન્ડ✔
16 1870 માં , જર્મની કોની સાથે યુદ્ધ થયુ હતુ ?
ફ્રાન્સ✔
17 અબ્રાહમ લિંકન,અમેરિકન પ્રમુખ એક રિપબ્લિકન હતા
ઇલિનોઇસ✔
18 અમેરિકા, 1836-1847 ની વચ્ચે ક્યા દેશ ને યુદ્ધ થયુ હતુ ?
મેક્સિકો✔
19 1911 માં , ઇટાલી પર આક્રમણ કર્યું
લિબિયા✔
20 રાજા લિયોપોલ્ડ ક્યાના હતા
બેલ્જિયમ✔
21 સાઉથ ઓફ યુનિયન આફ્રિકામાં ક્યારે રચના કરવામાં આવી હતી
1909 ✔
22 જુલાઈ 1914 માં, ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું
સર્બિયા✔
23 ઓગસ્ટ 1914 માં , જર્મની હુમલો
ફ્રાન્સ✔
24 એડોલ્ફ હિટલર હતા
સરમુખત્યાર જર્મની✔
25 વિન્સ્ટન ચર્ચિલ હતા
વડાપ્રધાનને બ્રિટન✔
26 બર્લિનની દીવાલ ક્યારે બનાવવામાં અવી હતી
1961✔
27 1937 માં, જાપાન પર હુમલો કર્યો
ચાઇના✔
28 પ્રથમ વિશ્વ યુદ્ધ , જાપાન સાથે સંલગ્ન
જર્મની ✔
29 ઇન્ડોનેશિયા કયારે સ્વતંત્ર બન્યુ હતુ ?
1948✔
30 કેન્યા કયારે સ્વતંત્ર બન્યુ હતુ
1963✔
Monday, January 21, 2019
પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં
👉આગ્રા કિલ્લો - અકબર
👉લાલ કિલ્લો - શાહ જહાં
👉જંતર મંતર - સવાઈ જઇ સિંહ
👉ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
👉બીબી કા મક્બરા - ઔરંગઝેબ
👉તાજ મહેલ - શાહ જહાં
👉કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક
👉ફતેહપુરસીક્રી - અકબર
👉સન ટેમ્પલ - નરસિંહાદેવા
👉હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
👉મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
👉જૂમ્મા મસ્જિદ - શાહ જહાં
👉મોટી મસ્જિદ - ઔરંગઝેબ
👉ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
👉ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
👉સાબરમતી આશ્રમ - ગાંધીજી
👉બેલૂર મઠ - સ્વામી વિવેકાનંદ
👉જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
👉લાલ બાગ હૈદર અલી
👉સંત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
👉આનંદ ભવન - નહેરુ
👉બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
👉જોધપુર કિલ્લો - રાવ જોધાજી
👉શાલીમાર ગાર્ડન - જહાંગીર
👉અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન
👉સાચી સ્તૂપ - અશોક
👉મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
👉ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
👉નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત
Thursday, January 3, 2019
તાના રીરી
🎁🎋સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.
🎁🎋શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં.
🎁🎋તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા.
🎁🎋બન્ને બહેનો
🔹➖ભૈરવ,
🔹➖વસંત,
🔹➖ દિપક, અને 🔹➖મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.
🎁🎋સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા.
🎁🎋 એ નવ રત્નોમાં એક તાનસેન હતા.
🎁🎋તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી.
🎁🎋એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું.
🎁🎋તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે.
🎁🎋શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો!!!
🎁🎋તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી,
🎁🎋પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દિપક રાગ ગાયો અને દિવડાઓ એ રાગ થકી પ્રગટી ઉઠયા.
🎁🎋એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડયો.
🎁🎋તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી વ્યકિતની શોધમાં નીકળ્યા.
🎁🎋 યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો.
🎁🎋વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી.
🎁🎋તાના-રીરી પણ આવી.
🎁🎋રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જયારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી.
🎁🎋'તાના બહેન આ તું શું કરે છે?"કુતુહલવશ રીરીએ તાનાને પુછયું.
🎁🎋'રીરી, હું ઘડામાં પાણી ભરૂં છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ."તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો.
🎁🎋તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ અને જયારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મુકયો.
🎁🎋શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા.
🎁🎋 તાનાની વાત સાંભળીને તેને હાશકારો થયો.
🎁🎋'હું જે વ્યકિતની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે.
🎁🎋 જે વ્યકિત પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોક્કસાઇપૂર્વક ગાઇ શકે જ."
🎁🎋તાનસેન આમ વિચારતો એ બન્ને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી
🎁🎋પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી.
🎁🎋એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વાત કરી.
🎁🎋 તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા હાટકેશવર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી.
🎁🎋તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી.
🎁🎋 તાના-રીરીએ મેઘ મલ્હાર છેડયો અને થોડી જ વારમાં મેઘ વરસી પડયો.
🎁🎋તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડયો.
🎁🎋 તાનસેન એ બન્ને બહેનોનો આભાર માન્યો.
🎁🎋 તાના-રીરીએ આ બાબતની વાત કોઇને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું.
🎁🎋થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને
🎁🎋અકબરે તેને પુછયું,'તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો?"
🎁🎋વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી.
🎁🎋બાદશાહને સંતોષ થયો નહી એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી
🎁🎋ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી.
🎁🎋તાનસેનની વાત સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો.
🎁🎋સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા.
🎁🎋સેનાપતિઓએ બાદશાહની ઇચ્છા જણાવી પણ તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી.
🎁🎋આથી સેનાપતિઓ તાના-રીરીને બળજબરથી દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા.
🎁🎋બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો.
🎁🎋ઇષ્ટદેવની પુજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કર્યુ.
🎁🎋તાના-રીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો.
🎁🎋તાનસેને એ બન્ને મહાન બહેનોના માનમાં 'નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી..."આલાપ જગતભરમાં પ્રસિદ્ઘ કર્યો.
🎁🎋આજે પણ સંગીતજ્ઞો કોઇપણ આલાપને ગાવાનું શરૂ કરે એ પહેલા નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી...આલાપ ગાઇને તાના-રીરીને શ્રદ્ઘાંજલી અર્પિત કરે છે.
🎁🎋વડનગરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે.
🎁🎋શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાના-રીરી બગીચામાં તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો દર્શકો દર વર્ષે માણ