Friday, August 2, 2019

ઈતિહાસના પ્રશ્નો

(૧) વિજયનગર સામ્રાજ્યનો સંસ્થાપક કોણ હતો? – હરિહર પ્રથમ

(૨) દેવરાય પ્રથમના શાસન કાળમાં કયા વિદેશી યાત્રિકે વિજયનગરની યાત્રા કરી હતી? – નિકોલો કોન્ટી

(૩) કયા વિદેશી યાત્રિકોએ કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગરની યાત્રા કરી હતી? – એડવાર્ડો બારબોસો અને પાયસ

(૪) કૃષ્ણદેવરાયના સમયમાં ચર્ચિત ‘અષ્ટદિગ્ગજ’ કોણ હતા?– આઠ કવિઓનો સમૂહ

(૫) કૃષ્ણદેવરાયે કયા પુસ્તકની રચના કરી હતી? – અમુત્કમાલ્યદા

(૬) કૃષ્ણદેવરાયે કઈ ઉપાધિઓ ધારણ કરી હતી? – આંધ્રભોજ, આંધ્રપિતામહ, અભિનવભોજ

(૭) વિજયનગર કાળનો સર્વ શ્રેષ્ઠ સિક્કો કયો હતો? – વરાહ

(૮) વિજયનગર કાળમાં દક્ષિણ ભારતની કઈ નૃત્ય પરંપરાનો પહેલી વાર વિકાસ થયો હતો? – યજ્ઞગાન

(૯) કૃષ્ણદેવરાય દ્વારા કયા મંદિરોનું નિર્માણ થયું હતું? ‌– હજારા મંદિર, વિઠ્ઠલ સ્વામિનું મંદિર, નાગલપુર નગર

(૧૦) વિજયનગર કાલીન ચિત્રકલા શૈલીના સર્વોત્તમ ચિત્ર કયાથી પ્રાપ્ત થાય છે? – લે પાક્ષીથી

(૧૧) વર્તમાનમાં પ્રાચીન વિજયનગરને કયા નામથી ઓળખવામાં આવે છે? – હામ્પી

(૧૨) લક્ષ્મીની આકૃતિવાળા સિક્કા કોણે ચલાવ્યા હતા? – મોહમદ ઘોરી

(૧૩) કયા સુલતાને સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદીત કર્યા હતા? – ફિરોઝ તુઘલક

(૧૪) ભારતીય સંગીતમાં ‘કવ્વાલી’ ના જન્મદાતા કોણ હતા?– અમીર ખુશરો

(૧૫) કયા ગ્રંથની રચના જિયાઉદ્દીન બર્ની એ ફિરોઝ તુઘલકની પ્રશંસા કરી હતી? – તારિખે ફિરોઝશાહી, ફતવા એ જહાંગીરી

(૧૬) દિલ્હીમાં નિર્મિત પ્રથમ અષ્ટભૂજાકર મકબરો કોનો છે?– ખાને જહા તેલંગાની

(૧૭) તુર્કી સુલતાનાઓ કઈ ભાષાને રાજ્યાશ્રય પ્રદાન કર્યુ હતું? – ફારસી

(૧૮) અમીર ખુશરોની પ્રખ્યાત રચનાઓ કઈ? – ખજાઈનુલ ફતુહ,આશિકા, તુઘલક નામા, નૂહ સિપેકર, લૈલા-મજનુ

(૧૯) કયા સુલતાને કૃષિના વિકાસ માટે નિર્ધન ખેડૂતોને ધન આપ્યું જેને ‘સોન્ધર’ કહેવામા આવે છે? – મુહમ્મદ બિન તુઘલક

(૨૦) કયા સુલતાને પોતાના પૂર્વવતી સુલતાનો દ્વારા લગાવેલ ૨૪ કરોને સમાપ્ત કરી કુશન આધારિત ૪ કરો લગાવ્યા હતા?– ફિરોઝ તુઘલક

(૨૧) ભારતમાં ચિશ્તી શિલશિલાની સ્થાપના કોના દ્વારા થઈ હતી? – ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી

(૨૨) હિન્દુ-મુસ્લિમ કલાના મિશ્રણમાંથી જન્મેલ સ્થાપત્ય શૈલી કઈ? – ભારતીય ઈસ્લામી

(૨૩) મધ્યકાલીન મુસ્લિમ અને રાજપૂત એમ બન્ને સમાજમાં કઈ પ્રથાનિ વિકાસ થયો હતો? – પરદાપ્રથા