Friday, August 9, 2019

ભારતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

✍🏻 *અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળાને  કોરીને બનાવામાં આવી છે ?*
A.અરવલ્લી
B.વિંધ્ય
C.સાતપુડા
*D.સહ્યાદ્રિ*✔

✍🏻 *અજંતાની ગુફામાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે ?*
*A.29* ✔
B.24
C.61
D.13

✍🏻 *અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી તને ઈ.સ.1819માં કોને પુન:સંશોધિત કરી ?*
A.સર ચાલ્સ મેસને
B.જેમ્સ ટોડે
*C.કેપ્ટન જ્હોન સ્મિથે* ✔
D.રખલદાસ બેનરજીએ

✍🏻 *અજંતાના ભીંતચિત્રો પર કયા ધર્મની વિશેષ અસર જોવા મળે છે ?*
A.જૈન ધર્મ
*B.બૌદ્ધ ધર્મ* ✔
C.શૈવ ધર્મ
D.ભાગવત ધર્મ

✍🏻 *ઈલોરાની ગુફાઓ વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ઈલોરાની ગુફાઓમાં કુલ 34 ગુફાઓ આવેલી છે અને એમાં 16 નંબરની ગુફામાં કૈલાશમંદિર આવેલું છે.
B.અહિં રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતુ.
C.ઈલોરાની ગુફાઓ ઈ.સ.600 થી ઈ.સ.1000ના કાળની છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈલોરાની ગુફા મંદિરોનાં ત્રણ સમૂહો છે* .
*1.બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.*
*2.હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.*
*3.જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.*

✍🏻 *એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે ?*
A.18
B.16
C.9
*D.7*✔

✍🏻 *એલિફન્ટાની જગ્યાને એલિફન્ટા એવું નામ કોણે આપ્યું હતું ?*
A.સ્થાનિક માછીમારોએ
B.ગુપ્તરાજાઓએ
C.મૌર્ય રાજા
*D.પોર્ટુગીઝોએ*✔

🎯 *પોર્ટુગિઝોએ આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિના કારણે આપ્યું છે.*

🎯 *સ્થાનિક માછીમારો આસ્થળ ને ધારપુરી તરીકે ઓળખે છે.*

🎯 *ઈ.સ.1987માં આ ગુફાઓને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે* .

✍🏻 *એલિફન્ટાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડરાઈ છે જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોચ્ચ મૂર્તિઓમાં થાય છે આ મૂર્તી ગુફા નંબર  .........માં આવેલી છે.*
A.6
B.4
C.2
*D.1*✔

✍🏻 *મહાબલીપુરમ  વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મણ પ્રથમના સમયમાં અહીઁ કુલ સાત મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
B.આજે અહિ  પાંચ રથમંદિરો જ હયાત છે અને બે રથમંદિરો દરિયામાં વિલીન થઈ ગયાં છે.
C.વિશ્વભરમાં ખડક શિલ્પનાં બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે અને અહીં સાતમી-આઠમી સદીમાં નિર્માણ થયેલા મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આ પટ્ટદકલ એ કયા વંશની રાજધાનીનું નગર હતું ?*
A.ચૌલ
*B.ચાલુક્ય* ✔
C.ગંગવંશ
D.ચંદેલ

✍🏻 *મધ્યપ્રદેશનાં કયા જિલ્લામાં ખજૂરાહોનાં મંદિરો આવેલા છે* ?
A.ધાર
B.અલિરાજપુર
*C.છતરપુર* ✔
D.બડવાણી

✍🏻 *ખજૂરાહોનાં મંદિરો કયા રાજાઓએ બંધાવ્યાં હતાં ?*
A.ચૌલ
*B.ચંદેલ* ✔
C.પલ્લવ
D.મૌર્ય

✍🏻 *કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમે  કઈ સદીમાં કરાવ્યું હતું ?*
A.12મી સદી
*B.13મી સદી* ✔
C.14મી સદી
D.11મી સદી

✍🏻 *કોણાર્કના સૂર્યમંદિર વિશે નીચના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.આ મંદિરને સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે એને 12 વિશાળ પૈડા છે.
B.આ મંદિરનાં આધારને સુંદરતાં પ્રદાન કરતાં આ પૈડાં વર્ષનાં બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે જે દિવસનાં આઠ પ્રહરને દર્શાવે છે.
C.આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને 'કાળા પેગોડા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈ.સ.1984માં આ મંદિરને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *તમિલનાડુ રાજ્યનાં તાંજોર(થંજાવુર)માં બૃહદેશ્વર  મંદિરનું નિર્માણ ચોલવંશના રાજા  રાજ રાજ પ્રથમે કયાં સમયગાળા દરમિયાન કરાવ્યું હતું ?*
A.ઈ.સ. 987 થી ઈ.સ.999
*B.ઈ.સ. 1003 થી ઈ.સ.1010* ✔
C.ઈ.સ. 1102 થી ઈ.સ.1106
D.ઈ.સ. 1243 થી ઈ.સ.1250

🎯 *ઈ.સ.1987માં આ મંદિરને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે ?*
A.નાગર
B.ગાંધાર
C.ઈરાની
*D.દ્રવિડ*✔

✍🏻 *કુતુબમિનારનું નિર્માણ ...............સદીમાં ગુલામવંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે શરૂ કર્યું હતુ જે તેના અવશાન બાદ તેના જમાઈ ઈલ્તુત્મીશે પૂર્ણ કરાવ્યું હતું.*
A.11મી
*B.12મી* ✔
C.10મી
D.13મી

✍🏻 *દિલ્લીમાં આવેલ કુતુબમિનાર વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.કુતુબમિનાર 72.5 મીટર ઊંચો છે અને એનો ભૂતળનો ઘેરાવો 13.75મીટર છે.
B.કુતુબમિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે એની પર કુરાનની આયતો કંડારવામાં આવી છે.
C.કુતુબમિનાર એ ભારતમાં
પથ્થરોમાંથી બનેલ  સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈ.સ.1993માં આ સ્તંભમિનારને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.પરશુરામેશ્વર મંદિર   1.કાંચીપુરમ
B.વૈકુંઠ પેરૂમાળ મંદિર 2.કર્ણાટક
C.વિરૂપાક્ષ મંદિર    3.પટ્ટદકલ
D.હમ્પી  4.ભૂવનેશ્વર
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4

✍🏻 *હમ્પી કયા સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું ?*
A.શુંગ
B.ચંદેલ
C.મૌર્ય
*D.વિજયનગર*✔

🎯 *હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાનાં હોસપેટ તાલુકામા આવેલુ છે.*
🎯 *ઈ.સ.1986માં અહિ આવેલ સ્મારકચિન્હોને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *હુમાયુનો મકબરો ક્યાં આવેલ છે ?*
A.આગ્રા
B.અજમેર
*C.દિલ્લી* ✔
D.અફઘાનિસ્તાન

✍🏻 *હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલ છે ?*
*A.ઈરાની* ✔
B.ચાલુક્ય
C.મુઘલ
D.ગાંધાર
🎯 *હુમાયુનાં મકબરાનું નિર્માણ તેનાં પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું.*
🎯 *ઈ.સ.1993માં આ મકબરાને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *આગ્રાના કિલ્લા વિષે ચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.આગ્રાના કિલ્લાનું બાંધકામ ઈ.સ.1565માં અકબરે હિન્દુ અને ઈરાની શૈલીમાં કરાવ્યું હતું.
B.અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું હતું.
C.શાહજહાંએ જિંદગીનાં અંતિમ દિવસો અહિં વિતાવ્યાં હતાં.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈ.સ.1983માં આ કિલ્લાને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *તાજમહેલ કઈ નદીના કિનારે આવેલ છે ?*
A.ગંગા
*B.યમુના* ✔
C.કાવેરી
D.ગોદાવરી

✍🏻 *તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ  પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું તે મુમતાજ મહલ કઈ શાલમાં અવસાન પામ્યા હતાં ?*
A.1628
B.1629
*C.1630* ✔
D.1631

✍🏻 *તાજમહેલ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ઈ.સ.1631માં તાજમહેલના બાંધકામની શરૂઆત થઈ હતી અને 22 વર્ષ બાદ ઈ.સ.1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું.
B.તાજમહેલની સંપૂર્ણ ઈમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે
C.શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની,અરબી,તુર્કી અને યુરોપીય શિલ્પીઓ રોક્યા હતાં.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે* ✔

✍🏻 *તાજમહેલ શું છે ?*
A.મસ્જિદ
B.કબર
*C.મકબરો* ✔

🎯 *ઈ.સ.1983માં તાજમહેલને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *શાહજહાંએ લાલકિલ્લામાં કલાત્મક મયૂરાસનનું સર્જન કરાવ્યું હતું જેને નાદીરશાહ પોતાની સાથે ................ લઈ ગયો હતો.*
A.ઈરાક
*B.ઈરાન* ✔

🎯 *ઈ.સ.2007માં લાલકિલ્લાને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *ફતેહપુર સિકરી વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.અકબરા સૂફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવો હતી.
B.બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે.
C.જોધાબાઈનો મહેલ,પંચમહેલ અને શેખસલીમ ચિસ્તીનો મકબરો ફતેહપુર સિકરીમાં આવેલ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈ.સ.1986માં ફતેહપુર સીકરીને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સનો જ્યાં પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે તે બેસાલીકા ઑફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલુ છે ?*
A.મુંબઈ
B.પોંડુચેરી
*C.ગોવા* ✔
D.આંધ્રપ્રદેશ

✍🏻 *નીચનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.પંચમહાલ જિલ્લાનાં હાલોલ તાલુકમાં પાવગઢની તળેટીમાં ચાંપાનેર ગામ આવેલું છે.
B.મહેમુદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ  ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી તને તેને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું.
C.ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વને ધ્યાને લઈ યુનેસ્કોએ તેને ઈ.સ.2004માં વૈશ્વિક વારસમાં સ્થાન આપ્યું છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *સિદ્ધપુરનો રૂદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ?*
A.કુમારપાળ
B.ભીમદેવ પ્રથમ
C.સિદ્ધરાજ જયસિંહ
*D.મૂળરાજ સોલંકી*✔

✍🏻 *પાટણની રાણકી વાવ કેટલા માળ ઊંડી છે ?*
A.2
B.3
C.5
*D.7*✔

✍🏻 *પાટણની રાણકી વાવને યુનેસ્કો દ્રારા વલ્ડ હેરિટેજ સાઈટમાં ક્યારે દરજ્જો મળ્યો* ?
A.2004
*B.2014* ✔
C.2000
D2017

✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.નંદા   1.બે મુખ વાળી વાવ
B. ભદ્રા  2.ચાર મુખ વાળી વાવ
C.જયા    3.ત્રણ મુખ વાળી વાવ
D.વિજ્યા  4.એકમુખ વાળી વાવ
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4