Saturday, May 4, 2019

ડૉ.આર.ડી.દેસાઈ

➖ગુજરાતના મહાન વૈજ્ઞાનિક ડૉ.આર.ડી.દેસાઈ નો જન્મ તા.૪/૫/૧૮૯૭ના રોજ  પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં થયો હતો.

➖પિતાનું નામ દાજીભાઇ દેસાઈ અને માતાનું નામ ડાહીબેન હતું.

➖ઈ.સ. ૧૯૧૬માં વલસાડની બાઈ આવાબાઇ હાઈસ્કૂલમાં મેટ્રીકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી.

➖તેમણે રસાયણ વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસ.સી. પ્રથમ વર્ગમાં પાસ કરી હતી.

➖ઈ.સ.૧૯૨૧ થી ૨૪ દરમ્યાન બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં અભ્યાસ કર્યો.

➖ઈ.સ.૧૯૨૬માં એમ.એસ.સી સંશોધનની ઉપાધી મેળવી.

➖તેઓ ઈ.સ.૧૯૨૪ થી ૧૯૨૬ દરમ્યાન વિલ્સન કોલેજમાં સહાયક પ્રાધ્યાપક તરીકે જોડાયા.

➖તેમણે કાર્બન તત્વના પરમાણુના સંયુક્ત બંધારણ પર સઘન અભ્યાસ કર્યો હતો.

➖સાડા ત્રણ વર્ષ બાદ તેમણે ડોક્ટર ઓફ સાયન્સ ની ઉપાધી મેળવી.

➖ઈ.સ.૧૯૩૧ થી ૩૮ સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં કાર્બનિક રસાયણશાસ્ત્રના રીડર તરીકે જોડાયા.

➖ઈ.સ. ૧૯૫૦ થી ૫૮ સુધી અમદાવાદમાં આવેલી એલ.ડી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી.

➖ત્યારપછી તેઓ એમ.જી. સાયન્સ કોલેજમાં પણ આચાર્ય તરીકે સેવા આપી હતી.

➖તેમણે ૧૫૦ થી પણ વધુ સંશોધનપત્રો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધ કર્યા હતા.

➖ રસાયણશાસ્ત્ર ઉપરાંત તેઓ સાંસ્કૃત સાથે પણ સંકળાયેલા હતા. ઈ.સ.૧૯૫૨ માં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ રસાયણ વિભાગના અધ્યક્ષ હતા. આ ઉપરાંત ઇન્ડિયન કેમિકલ સોસાયટીના પ્રમુખ તરીકે પણ રહેલા હતા.

🔺📨➖ડૉ. આર.ડી.દેસાઈ ગુજરાતના તો ખરા જ પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં તેમણે યશસ્વી કીર્તિ પ્રાપ્ત કરી હતી.

📨➖આવા મહાન ગુજરાતી વિજ્ઞાની તા. ૧૫ નવેમ્બર૧૯૯૧ના રોજ વલસાડ ખાતે અવસાન થયું.