Saturday, December 22, 2018

ભારતીય રેલ્વે, ગણિત દિવસ

આજના દિવસે એટલે કે ૨૨ ડીસેમ્બર ૧૮૫૧ ના રોજ દેશમાં પ્રયોગાત્મક રીતે પહેલી રેલગાડી ચાલી હતી. આ એક માલગાડી હતી. આ ટ્રેન હાલના ઉત્તરાખંડના રુકીથી પિરાનકલિયર સ્ટેશન વચ્ચે ચાલી હતી. આ લગભગ ૮ કિલોમીટર લાંબો સિંગલ ટ્રેક હતો. એ સમયે ખેડૂતોની સિંચાઇની સમસ્યા દૂર કરવા માટે નહેરનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ માટે માટીની જરૂરિયાત પુરી કરવા માટે આ રેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણા દેશમાં પહેલી વ્યાવસાયિક રેલગાડીએ ૧૮૫૩ માં મુંબઇથી થાણેની વચ્ચેનુ ૨૧ માઇલનું અંતર ૪૫ મિનિટમાં કાપ્યું હતું.

*⚫▫ (National Mathematics Day) ▫⚫*

➖દર વર્ષે આજનો દિવસ *રાષ્ટ્રીય ગણિત દિવસ* તરીકે ઉજવાય છે.

➖ભારતના મહાન ગણિતશાસ્ત્રી *શ્રીનિવાસ રામાનુજનનની* યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.

➖ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘએ *22 ડિસેમ્બર, 2012* ના *ચેન્નઈમાં* યોજાયેલ શ્રીનિવાસ રામાનુજની *125મી* જન્મ જયંતિના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતા વર્ષ *2012*ને રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજના જન્મ દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કર્યો હતો.