Saturday, December 22, 2018

સામાન્ય ગુજરાતી

▪નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો❓
*✔ભાવનગર (ગામ:-તળાજા)*

▪'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે❓
*✔નરસિંહ મહેતા*

▪નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔પંદરમી*

▪વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો❓
*✔મુંબઈમાં*

▪ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર જિલ્લાના રાજપરામાં*

▪ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી❓
*✔બાવન*

▪રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું❓
*✔બાપુપુરા (જિ. ગાંધીનગર)*

▪અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ❓
*✔બેદિલ*

▪અશોક પીતાંબર ચાવડાનું વતન કયું❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ*

▪ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું❓
*✔સુરત જિલ્લાનું રાંદેર*

▪ગુણવંત શાહની આત્મકથા❓
*✔'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'*

▪વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું❓
*✔બોટાદ*

▪'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે❓
*✔રતિલાલ બોરીસાગર*

▪રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે❓
*✔બાલવંદના*

▪રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં*

▪હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન કયું❓
*✔ખંભરા (કચ્છ)*

▪હરીન્દ્ર દવેનો વ્યવસાય શુ હતો❓
*✔પત્રકાર*

▪'પ્રથમ' નામનો વિવેચન ગ્રંથ, 'પોલીટેકનિક' નામે વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહ કયા લેખકના છે❓
*✔મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર*

▪'કાશ્મીરનો પ્રવાસ' પ્રવાસગ્રંથ કોનો છે❓
*✔સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'*

▪ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔વલસાડ જિલ્લાના ધરમપુરમાં*

▪ચંદ્રકાન્ત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો👇🏻
*✔'સુદામે દીઠી દ્વારામતી (યુરોપ પ્રવાસ)*
*✔ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ)*
*✔'વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)*

▪'ક્ષણોમાં જીવું છું' કયા કવિના સમગ્ર કવિતાનો ગ્રંથ છે❓
*✔જયંત પાઠક*

▪જયંત પાઠકની નોંધપાત્ર સ્મરણકથા કઈ છે❓
*✔વનાંચલ*

▪જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ગોઠ (જિ. પંચમહાલ)*

▪સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ❓
*✔સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં*

▪'ગૃહપ્રવેશ' વાર્તાસંગ્રહ કયા લેખકનો છે❓
*✔સુરેશ જોષી*

▪રાજેન્દ્ર કેશવલાલ શાહનું વતન❓
*✔કપડવંજ*

▪'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' બાળકાવ્યના સંગ્રહો કોના છે❓
*✔રાજેન્દ્ર શાહ*

▪'ગુડ મોર્નિંગ અમેરિકા' પ્રવાસગ્રંથ કયા લેખકનો છે❓
*✔મોહનલાલ પટેલ*

▪ગની દહીંવાલાનું મૂળ નામ❓
*✔અબ્દુલ ગની દહીંવાલા*

▪અબ્દુલ ગની દહીંવાલાનો હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા કઈ છે❓
*✔જશ્ને શહાદત*

▪પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔માંડલી (હાલ રાજસ્થાનમાં આવેલા)*

▪પન્નાલાલ પટેલની નાટયરચનાઓ તેમના કયા પુસ્તકમાં સંગ્રહિત છે❓
*✔એળે નહિ તો બેળે*

▪રાવજી છોટાલાલ પટેલનો જન્મ❓
*✔ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુર*

▪રાવજી પટેલનો એકમાત્ર કાવ્યસંગ્રહ❓
*✔અંગત*

▪રાવજી પટેલનું કયા રોગના કારણે અકાળે (29 વર્ષ)અવસાન થયું હતું❓
*✔ટી.બી.*

▪રાવજી પટેલની બે નોંધપાત્ર નવલકથાઓ❓
*✔'અશ્રુઘર' અને 'ઝંઝા'*

▪રાવજી પટેલનો વાર્તાસંગ્રહ❓
*✔વૃત્તિ અને વાર્તા*