Showing posts with label ગુજરાતી. Show all posts
Showing posts with label ગુજરાતી. Show all posts

Monday, February 11, 2019

મહત્વની કહેવતો

૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ➖ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.

2. મન હોય તો માળવે જવાય➖ ઈચ્છા હોય તો બધું થાય.

3.દુકાળમાં અધિક માસ ➖જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.

4. ઝાઝા હાથ રળિયામણા➖ વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.

5. ઉતાવળે આંબા ન પાકે➖ ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.

6. ન બોલ્યામાં નવ ગુણ ➖કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત➖વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.

8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ ➖જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.

9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન➖બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા ➖એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

11. કૂવામાં હોય તો હવાડામાં આવે ➖કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.

12.ઘી ઢળ્યું તો ખીચડીમાં ➖પોતાને જ લાભ થવો.

13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે➖ દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.

14. રામ રાખે તેને કોણ ચાખે?➖ પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.

15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય ➖જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

16.પારકી મા જ કાન વિંધે➖ લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.

17.બાંધી મુઠી લાખની કોઈ➖ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

18.ભાવતું હતું ને વૈધે કહ્યું➖ પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

19. મુખમાં રામ અને બગલમાં છુરી ➖દેખાવે સારો પણ દિલમાં કપટી.

20. વાડ વિના વેલો ન ચડે ➖ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.

21. વખાણી ખીચડી દાંતે વળગે➖  વખાણીએ તે જ ખરાબ નીવડે.

22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા➖ વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.

23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા➖સારું નરસું સૌ સરખું

24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે➖લોભ કરનાર છેતરાય છે.

25.હાથે તે સાથે➖જાતે કરીએ તે જ પામીએ.

26.એક પંથ ને દો કાજ➖એક કામ કરતા બે કામ થાય.

27.ઘેર ઘેર માટીના ચૂલા➖કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.

28.મન ચંગા તો કથરોટમાં ગંગા➖અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.

29.નહિ મામા કરતા કાણો મામો સારો➖કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.

30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી➖શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.

31.સાપ ગયા ને લિસોટા રહ્યા➖કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.

32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ➖સંજોગો જોઈને ધીરજથી કામ કરો.

33.ગામને મોઢે ગળણું ન દેવાય➖બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.

34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા  જવાય?➖આવેલી તકને ન ગુમાવાય.

35.ઘર ફૂટયે ઘર જાય➖ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.

Saturday, December 22, 2018

સામાન્ય ગુજરાતી

▪નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો❓
*✔ભાવનગર (ગામ:-તળાજા)*

▪'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે❓
*✔નરસિંહ મહેતા*

▪નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔પંદરમી*

▪વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો❓
*✔મુંબઈમાં*

▪ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર જિલ્લાના રાજપરામાં*

▪ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી❓
*✔બાવન*

▪રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું❓
*✔બાપુપુરા (જિ. ગાંધીનગર)*

▪અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ❓
*✔બેદિલ*

▪અશોક પીતાંબર ચાવડાનું વતન કયું❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ*

▪ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું❓
*✔સુરત જિલ્લાનું રાંદેર*

▪ગુણવંત શાહની આત્મકથા❓
*✔'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'*

▪વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું❓
*✔બોટાદ*

▪'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે❓
*✔રતિલાલ બોરીસાગર*

▪રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે❓
*✔બાલવંદના*

▪રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં*

▪હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન કયું❓
*✔ખંભરા (કચ્છ)*

▪હરીન્દ્ર દવેનો વ્યવસાય શુ હતો❓
*✔પત્રકાર*

▪'પ્રથમ' નામનો વિવેચન ગ્રંથ, 'પોલીટેકનિક' નામે વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહ કયા લેખકના છે❓
*✔મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર*

▪'કાશ્મીરનો પ્રવાસ' પ્રવાસગ્રંથ કોનો છે❓
*✔સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'*

▪ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔વલસાડ જિલ્લાના ધરમપુરમાં*

▪ચંદ્રકાન્ત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો👇🏻
*✔'સુદામે દીઠી દ્વારામતી (યુરોપ પ્રવાસ)*
*✔ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ)*
*✔'વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)*

▪'ક્ષણોમાં જીવું છું' કયા કવિના સમગ્ર કવિતાનો ગ્રંથ છે❓
*✔જયંત પાઠક*

▪જયંત પાઠકની નોંધપાત્ર સ્મરણકથા કઈ છે❓
*✔વનાંચલ*

▪જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ગોઠ (જિ. પંચમહાલ)*

▪સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ❓
*✔સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં*

▪'ગૃહપ્રવેશ' વાર્તાસંગ્રહ કયા લેખકનો છે❓
*✔સુરેશ જોષી*

▪રાજેન્દ્ર કેશવલાલ શાહનું વતન❓
*✔કપડવંજ*

▪'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' બાળકાવ્યના સંગ્રહો કોના છે❓
*✔રાજેન્દ્ર શાહ*

▪'ગુડ મોર્નિંગ અમેરિકા' પ્રવાસગ્રંથ કયા લેખકનો છે❓
*✔મોહનલાલ પટેલ*

▪ગની દહીંવાલાનું મૂળ નામ❓
*✔અબ્દુલ ગની દહીંવાલા*

▪અબ્દુલ ગની દહીંવાલાનો હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા કઈ છે❓
*✔જશ્ને શહાદત*

▪પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔માંડલી (હાલ રાજસ્થાનમાં આવેલા)*

▪પન્નાલાલ પટેલની નાટયરચનાઓ તેમના કયા પુસ્તકમાં સંગ્રહિત છે❓
*✔એળે નહિ તો બેળે*

▪રાવજી છોટાલાલ પટેલનો જન્મ❓
*✔ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુર*

▪રાવજી પટેલનો એકમાત્ર કાવ્યસંગ્રહ❓
*✔અંગત*

▪રાવજી પટેલનું કયા રોગના કારણે અકાળે (29 વર્ષ)અવસાન થયું હતું❓
*✔ટી.બી.*

▪રાવજી પટેલની બે નોંધપાત્ર નવલકથાઓ❓
*✔'અશ્રુઘર' અને 'ઝંઝા'*

▪રાવજી પટેલનો વાર્તાસંગ્રહ❓
*✔વૃત્તિ અને વાર્તા*

Thursday, December 20, 2018

જનરલ સવાલ અને ગુજરાતી

૧. જનમટીપ નવલકથા કોની છે?
જવાબ-> ઈશ્વર પેટલીકર

૨. મંગું અને અમરતકાકી ના પાત્ર ક્યાં વાર્તા માં છે?
જવાબ-> ‘લોહીની સગાઈ’

૩. હાલમાં રેવડીયા મેળાનો પ્રારંભ ક્યાં શરૂ થયો?
જવાબ-> પાટણમાં

૪. વિશ્વ માછીમાર દિવસ ક્યારે ઉજવાયે છે?
જવાબ-> ૨૧ નવેમ્બર

૫. ભારત માં સોથી લાંબો દરિયા કિનારો ક્યા રાજ્ય ના છે?
જવાબ-> ગુજરાત નો (૧૬૦૦ km)

૬. ક્યાં રાજ્ય ની વિધાનસભાએ મહિલાઓ માટે ૩૩ ટકા અનામત નો ઠરાવ પસાર કર્યો?
જવાબ-> ઓડિશા

૭. ઓડિશા ના મુખ્યમંત્રી કોણ છે?
જવાબ-> નવીન પટનાયક

૮. ભારત નો સોથી મોટું ખારા પાણી નો સરોવર ક્યાં આવેલું છે?
જવાબ-> ઓડિશા માં ચિલ્કા સરોવર

૯. ઈજ ઓફ ડૂઇંગ માં ભારતનો કેટલમો ક્રમ છે?
જવાબ-> ૭૭ ક્રમે

૧૦. વોટ્સએપ ઇંડિયાના વડા પદે કોની નિમળુંક થયી?
જવાબ-> અભિજિત બોઝ

૧૧. હાલમાં વજ્ર પ્રહાર સેન્ય અભ્યાસ ક્યાં દેશ વચ્ચે થયું?
જવાબ-> ભારત અને અમેરિકા વચ્ચે

૧૨. UNESCO નું પૂરું નામ શું છે?
જવાબ-> United Nations Education, Scientific and Cultural Organisation

૧૩. ઇન્ટરપોલ ની બેઠક ક્યાં દેશ માં થયી અને એના કોણ અધ્યક્ષ બન્યું?
જવાબ-> દુબઈમાં માં અને એના અધ્યક્ષ કીમ જોનયાન બન્યું

૧૪. InterPol માં કેટલા સભ્યો દેશો છે?
જવાબ-> ૧૯૪

૧૫. WHO નો હેડક્વાર્ટર ક્યાં છે?
જવાબ-> જીનીવા

સામાન્ય માહિતી

1) મુછાડી માં તરીકે ઓળખવનાર ગિજુભાઈ બધેકા ના પિતાનું નામ શું છે?
જ. ભગવાનજી

2) પ્રખ્યાત બાળ સાહિત્યકાર ગિજુભાઈ ભગવાનજી બધેકા નું વ્યવસાય શુ હતું?
જ. વકીલ

3) નીચે પૈકી કયા સાહિત્યકારનું મૃત્યુ ક્ષય ના રોગથી થયું હતું?
જ. રાવજી પટેલ

4) બિરસા મુન્ડા આદિવાસી યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
જ. રાજપીપળા

5) હાલમાં કયા કંપની ના CEO બીન્ની વંશલ એ રાજીનામું આપ્યું છે?
જ. ફ્લિપકાર્ટ

6) વિશ્વ મધુમેહ દિવસ?
જ. 14 નવેમ્બર

7) હાલ કોને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું છે?
જ. ડો. માર્થા ફેરેલ

8) હાલ ભારત સરકાર દ્વારા કયા વિખ્યાત નેતાની યાદમાં રૂ. 75 નો સિક્કો બહાર પાડવામાં આવશે?
જ. નેતાજી સુભાષચંદ્ર બોઝ

9) હાલ યુનિસેફ ની યુથ એમ્બેસેડર તરીકે કયા ભારતીય ખેલાડી ની પસંદગી થઈ છે?
જ. હિમા દાસ

10) તારીખ 15 નવેમ્બર સુધી ગુજરાત હાઈ કોર્ટ ના એકટિંગ  ચીફ જસ્ટીસ્ટ કોણ હતાં?
જ. અલી કુરેશી