▪દેશની પ્રથમ હરતી-ફરતી એસી રેસ્ટોરન્ટ ટ્રામ ક્યાં બની❓
*✔કોલકાતા*
▪ફ્રાન્સની કઈ નદીમાં સદીનું સૌથી ભયાનક પૂર આવ્યું❓
*✔ઔડે નદીમાં*
▪યુથ ઓલિમ્પિકમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે કયો મેડલ મેળવ્યો❓
*✔સિલ્વર*
*✔મેન્સ ટીમ મલેશિયા સામે હારી અને વિમેન્સ ટીમ આર્જેન્ટિના સામે હારી*
▪અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટમાં અફઘાનિસ્તાનના કયા ડાબોડી બેટ્સમેને 6 બોલમાં 6 સિક્સર ફટકારી 12 બોલમાં 50 રન કર્યા❓
*✔હઝરતુલ્લા ઝઝાઈ*
▪હૈદરાબાદમાં માછીમાર સમાજ દ્વારા હુસેન સાગર તળાવમાં કયા ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી❓
*✔બથુકમ્મા*
▪સર્વશિક્ષા અભિયાનમાં હવે કેટલા ધોરણ સુધીનો સમાવેશ કરવામાં આવ્યો❓
*✔ધોરણ 1 થી 12*
▪ઇતિહાસકાર ડૉ. રામચંદ્ર ગુહા કઈ યુનિવર્સિટી સાથે ફેકલ્ટી મેનેજમેન્ટ તરીકે જોડાયા❓
*✔અમદાવાદ યુનિવર્સિટી*
▪રાજ્યભરમાં એકતા યાત્રાના પ્રથમ તબક્કાનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ક્યાંથી કરાવશે❓
*✔બારડોલીથી*
▪ભારત કેટલી વન-ડે મેચ રમનારો પહેલો દેશ બનશે❓
*✔950*
▪યુથ ઓલિમ્પિકમાં 5000 મીટર રેસવોકમાં ભારતના કયા ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો❓
*✔સૂરજ પવાર*
▪વિશ્વનો સૌથી ઊંચો રાવણ ક્યાં બનાવાયો❓
*✔હરિયાણામાં (ઊંચાઈ 210 ફૂટ)*
▪અલ્હાબાદનું નામ બદલીને કયું નામ કરવા ઉત્તર પ્રદેશ કેબિનેટે મંજૂરી આપી❓
*✔પ્રયાગરાજ*
▪હરિયાણાના કયા આશ્રમના દોષિત રામપાલને જન્મટીપની સજા થઈ❓
*✔સતલોક*
▪માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર જેમનું હાલમાં કેન્સરથી નિધન થયું❓
*✔પોલ એલન*
▪અમેરિકી યુનિવર્સિટીનો ટોચનો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાનો ટોપ એનર્જી પોલિસી એવોર્ડ કયા ભારતીયને મળશે❓
*✔કેન્દ્રીય રેલવે અને કોલસા મંત્રી પિયુષ ગોયલને*
▪ગુજરાત હાઈકોર્ટમાં ચાર નવા જજની નિયુક્તિ બાદ હાઈકોર્ટના કુલ જજની સંખ્યા કેટલી થઈ❓
*✔31*
▪ગુજરાત હાઇકોર્ટમાં ચાર જજની નિયુક્તિ થઈ તેમના નામ❓
*✔1.ઉમેશ ત્રિવેદી*
*✔2.અજયકુમાર ચંદુલાલ રાવ*
*✔3.વીરેશકુમાર બાવચંદભાઈ મયાની*
*✔4.ડૉ. આશુતોષ પુષ્કરરાય ઠાકર*
▪ગુજરાતના કયા શહેરમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન (ક્રાઈમ સીનની વીડિયોગ્રાફી ફરજીયાત)ડિજિટલ કરાશે❓
*✔અમદાવાદ*
*✔દેશના છ શહેરોમાં અમલ થશે : દિલ્હી,મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચંડીગઢ અને અમદાવાદમાં*
▪ભુવનેશ્વર ખાતે રમાનાર હોકી વર્લ્ડ કપ -2018માં કેટલા દેશોની ટીમો ભાગ લેશે❓
*✔16*
▪પ્રદુષણ રોકવામાં નિષ્ફળ રહેલી દિલ્હી સરકારને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કેટલા રૂપિયા દંડ કર્યો❓
*✔50 કરોડ*
▪અમદાવાદમાં કયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે❓
*✔નિકોલ ખાતે*
▪કયા દેશની તમામ એર કંપનીઓ 2019થી બધી ફ્લાઇટ બંધ કરશે❓
*✔ઈઝરાયલ*
▪15 વર્ષીય વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગા ભારતના કયા રાજ્યના છે❓
*✔મિઝોરમ*
▪દેશના કયા રાજયમાં ખેડૂતોને સમયસર સહાયતા અને બહેતર મૂલ્ય માટે મુખ્યમંત્રી સશક્ત કિસાન યોજના તથા કૃષિ સમૂહ યોજનાને લોન્ચ કરવામાં આવી❓
*✔અરુણાચલ પ્રદેશમાં*
▪ઓરિસ્સામાં નિર્માણ ક્ષેત્રે જોડાયેલા લોકોના સંતાનોને શિક્ષણ માટે નાણાકીય બાબતોમાં મદદરૂપ થવા કયો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો❓
*✔કુસુમ*
▪ગોવા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના પાર્ટનર સ્ટેટ તરીકે કયા રાજ્યની પસંદગી કરવામાં આવી❓
*✔ઝારખંડ*
▪સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત મલયાલમ ભાષાના કવિ જેમનું હાલમાં નિધન થયું❓
*✔માધવન નંબદરી પલૂર*
▪ભારત-જાપાન વચ્ચે સમુદ્રી યુદ્ધ અભ્યાસનું ત્રીજું સંસ્કરણ ક્યાં શરૂ થયું❓
*✔વિશાખાપટ્ટનમ ખાતે*
▪સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા આપનાર માટે ઇન્ફોસીસ દ્વારા સોશ્યલ ઇનોવેશન એવોર્ડની ઘોષણા કરવામાં આવી. આ એવોર્ડની ધનરાશિ કેટલી છે❓
*✔રૂ. 1.20 કરોડ*