📌 ૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય?
- ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં
૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી?
- બ્રહ્મોસમાજ
૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય
૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા?
- રાજા રામમોહનરાય
૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું?
- આત્મીય સભા (૧૮૧૫)
૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું?
- ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે
૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
- તત્વબોધિની પત્રિકા
૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
- દેવેન્દ્રનાથ ટાગોર
૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
- ભારતીય બ્રહ્મોસમાજ
૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
- રાજા રામમોહનરાય
૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું?
- બ્રહ્મોસમાજ
૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- જ્યોતિબા ફૂલે
૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- સત્ય શોધક સમાજ
૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- પૂણેમાં
૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- જ્યોતિબા ફૂલે
૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
- જ્યોતિબા ફૂલે
૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)
૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- જ્યોતિબા ફૂલે
૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા?
- સ્વામી દયાનંદ સરસ્વતી
૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
- મોરબી નજીક ટંકારા
૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું?
- મૂળશંકર
૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું?
- વેદ તરફ પાછા વળો
૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
- વેદમાં
૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે?
- વેદનું અધ્યયન
૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું?
- સત્યાર્થ પ્રકાશ
૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી?
- શુદ્ધિ ચળવળ
૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી?
- સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે
૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી?
- લાહોરમાં અને લાલા હંસરાજે
૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
- કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના
૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ
૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
- સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)
૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી?
- શિકાગો (૧૮૯૩)
૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
- સ્વામી વિવેકાનંદ
૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
- નરેન્દ્રનાથ
૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો?
- ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો
૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
- સ્વામી વિવેકાનંદ
૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો?
- માનવસેવા એ જ પ્રભુ સેવા
૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં
૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે?
- બેલૂર
૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે?
- પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે
૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
- સિસ્ટર નિવેદિતા
૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે?
- મહર્ષિ અરવિંદ
૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ
૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો?
- વંદે માતરમ
૪૫શ્રી અરવિંદે કયું અખબાર શરુ કર્યું હતું?
- વંદે માતરમ
૪૬ શ્રી અરવિંદ માટે જેલ શું બની ગઈ?
- યોગાશ્રમ
૪૭ શ્રી અરવિંદે પોતાનો દેહત્યાગ કયા કર્યો?
- પોંડિચેરી
૪૮ કોના જન્મદિવસે ભારતને આઝાદી મળી?
- શ્રી અરવિંદના જન્મદિવસે
૪૯ કોના પ્રયત્નોથી સૌપ્રથમ અંગ્રેજી શિક્ષણ આપતી શાળા શરુ કરવામાં આવી?
- સિરામપોરના પાદરીઓની મદદથી
૫૦ આધુનિક ભારતના ઘડતરમાં કોણે મહત્વનો ફાળો આપ્યો?
- અંગ્રેજી શિક્ષણ
૫૧ કોના પ્રયાસોના કારણે વિધવા પુનઃવિવાહનો કાયદો ઘડાયો?
- ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
૫૨ પ્રાર્થનાસમાજની સ્થાપના કોણે કરી?
- ડો આત્મારામ પાંડુરંગ
૫૩ કોના જોડાવાથી પ્રાર્થનાસમાજનું બળ વધ્યું?
- ન્યાયમૂર્તિ રાનડે અને રામકૃષ્ણ ભાંડારકર
૫૪ ડેક્કન એજયુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી?
- ન્યાયમૂર્તિ રાનડે
૫૫ આર્ય મહિલાસમજ અને સેવા સમાજની સ્થાપના કોના પ્રયત્નોથી થઇ?
- રમાબાઈ રાનડે
૫૬ પ્રાર્થનાસમાજનું સામયિક કયું છે?
- સુબોધ પત્રિકા
૫૭ થિયોસોફિકલ સમાજની સ્થાપના કોણે કરી?
- કર્નલ આલ્કોટ અને મેડમ બેલ્વેટસ્કી
૫૮ અલીગઢ ચળવળના પ્રણેતા કોણ હતા?
- સર સૈયદ અહેમદખાન
૫૯ અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી?
- સર સૈયદઅહમદખાન
૬૦ અલીગઢ મુસ્લિમ કોલેજ હાલ ક્યા નામે ઓળખાય છે?
- અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી
૬૧ શીખ ધર્મ અને શીખ સમાજમાં કઈ સમિતિની રચના કરવામાં આવી?
- ગુરુદ્વારા પ્રબંધક સમિતિ
૬૨ અમૃતસરમાં પાશ્ચાત્ય કેળવણી આપવા માટે કઈ કોલેજની સ્થાપના કરવામાં આવી?
- ખાલસા કોલેજ
૬૩ પારસી ધર્મમાં સુધારણા કરવા માટે કોણે પ્રયત્નો કર્યા?
- કે.આર.કામા અને બહેરામજી મલબારી
૬૪ બંગાળમાં સતીપ્રથાને ગેરકાયદેસર કોણે જાહેર કરી?
- જનરલ વિલિયમ બેન્ટિક
૬૫ ક્યા ખરીતા મુજબ સ્ત્રી શિક્ષણ માટે શાળા શરુ કરવામાં આવી?
- ચાર્લ્સ વુડ
૬૬ માનવધર્મ અને માનવમાત્રની સમાનતાનો સંદેશ કોણે આપ્યો?
- નારાયણ ગુરુ
૬૭ નારાયણ ગુરુનો જન્મ ક્યા ગામમાં થયો હતો?
- એમ્પર્ગ
૬૮ નારાયણ ગુરુ કઈ વૃતિ ધરાવતા હતા?
- આધ્યાત્મિકવૃત્તિવાળા
૬૯ રવીન્દ્રનાથ ટાગોર કોને પોતાના યુગના મહાન સંત સુધારક કહે છે?
- નારાયણગુરુ
૭૦ કોણે દેશ વિદેશમાં આધ્યાત્મિક સુધારક તરીકે નામના મેળવી?
- નારાયણ ગુરુ
૭૧ નારાયણ ગુરુ કોને વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા?
- નિરક્ષરતા
૭૨ પૂનામાં કન્યાશાળા કોણે શરુ કરી?
- નારાયણ ગુરુ
૭૩ ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો?
- ભાવનગર
૭૪ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી?
- ઠક્કરબાપા
૭૫ ભીલોના જીવનને સુધારવાનું કામ કોણે કર્યું?
- ઠક્કરબાપા
૭૬ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે કોણે સેવા આપી?
- ઠક્કરબાપા
૭૭ સિંગસભાની સ્થાપનના કોણે અને ક્યારે કરી?
- સરદાર ઠાકુરસિંગ સંધાનવાલિયા, ૧૮૭૩
૭૮ પંજાબમાં સામાજિક જીવન પર શાનો પ્રભાવ જોવા મળે છે?
- સિંગસભા
૭૯ સેન્ટ્રલ હિંદુ સ્કૂલની સ્થાપના કોણે કરી?
- શ્રીમતી એની બેસન્ટ
૮૦ સેન્ટ્રલ હિંદુ સ્કૂલ હાલ ક્યા નામે ઓળખાય છે?
- બનારસ હિંદુ યુનિવર્સીટી
૮૧ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ કોણે કર્યો?
- સૈયદ અહેમદ અને શરીઅતુલ્લા
૮૨ ભારતમાં વહાબી આંદોલન કોણે શરુ કર્યું?
- સર સૈયદ અહેમદખાન
૮૩ મુસ્લિમોમાં પછાતપણું દૂર કરવા કોણે પ્રયત્નો કર્યા?
- સર સૈયદ અહેમદખાન
૮૪ રહનુમા ઈ મઝદયરબન સભાની સ્થાપના કોણે કરી?
- દાદાભાઈ નવરોજી
૮૫ આ સંસ્થાએ કયું મુખપત્ર શરુ કર્યું?
- રાશ્ત ગોફતાર
૮૬ કોના પ્રયત્નોથી લગ્ન માટે પુખ્તવય ઠરાવતો કાયદો ઘડ્યો હતો?
- મલબારીના
૮૭ નારાયણ ગુરુને વારસામાં શું મળ્યું હતું?
- પવિત્રતા અને સાદાઈ
૮૮ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ નામની સંસ્થા કોણે સ્થાપી હતી?
- નારાયણ ગુરુએ
૮૯ ભીલોને દારુની બદી તેમજ વહેમોમાંથી મુક્ત કરવાનું કામ કોણે કર્યું?
- ઠક્કરબાપા
૯૦ શીખ સમાજમાંથી સામાજિક દૂષણો કોણે દૂર કર્યા?
- સરદાર ઠાકુરસિંગ સંધાનવાલિયા
91 બરહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
✔️રાજા રામમોહનરાય
92 રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
✔️ સવાદકૌમુદી
93 ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
✔️ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
94 રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
✔️ મિરાત-ઉલ-અખબાર
95 સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
✔️રાજા રામમોહનરાય
96 રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
✔️ઈ.સ. 1772માં
97 રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
✔️બગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
98 કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
✔️ ભાભીની સતી થવાની
99 રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔️હિંદુ કૉલેજની
100 કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
✔️ઈ.સ. 1829માં
101 કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
✔️દિલ્લીના બાદશાહના
102 કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
✔️ઈ.સ. 1833માં
103 રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
✔️બરિસ્ટોલ મુકામે