Friday, December 21, 2018

ગુજરાતની વન સંપતિ

👁‍🗨👉ગુજરાનો વનવિસ્તાર *૧૮,૮૪,૬૦૦ હેકટરનો છે.*
✅👉અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો વનવિસ્તાર ઘણો ઓછો છે.
⭕️👉ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં રાજ્યનો આશરે ૪૦ ટકા વનવિસ્તાર આવેલો છે.*
♻️💠👉રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના ડુંગરાળ પ્રદેશમાં ગીચ જંગલો આવેલા છે.

*🍃🌳૧. ભેજવાળા પાનખર જંગલો (Moist deciduous forests):👇*

🌦🌧⛈👉૧૨૫ સેમી કરતા વધુ વરસાદ વાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે.
🎯👉આ જંગલો માં સાગ, સાલ, વાંસ, સીસમ, હળદરવો, શીરસ, ટીમરુ, શીમળો, રાયણ, આમળા, બહેડા, મહુડો, ખાખરો, ભાંગરો, ધાવડો, ઘમન, કેલઈ, કાકડા, ખેર વગેરે વૃક્ષો થાય છે.

*🍂🍁૨.સુકા પાનખર જંગલો (Dry deciduous forests):👇*

🌦🌦મધ્યમ વરસાદવાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે.
🌳🌴આ જંગલો માં સાગ, સાલ, વાંસ, હળદરવો, શીરસ, ટીમરુ, આમળા, બહેડા, મહુડો, બાવળ, કેસુડો, લીમડો વગેરે વૃક્ષો થાય છે. 🍂આ જંગલોમાં ઘાસ પણ થાય છે.

*🍂🍁🍂૩. સુકા ઝાંખરા વાળા જંગલો (Dry forests with Thorns):🔰🔰*

🌨🌦ઓછા વરસાદ વાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે.
🌾🎋🎋આ જંગલોમાં બાવળ, મોદળ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ટીમરુ, ઉમરડો, ગરમાળો, રાયણ, લીમડો વગેરે વૃક્ષો થાય છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવે છે.

🎯👉ગુજરાતમાં વનપ્રદેશ ને મુખ્ય સાત પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

*🎯🎯🎯વન ના પ્રકાર અને તેનો વિતરણ પ્રદેશ(Types of Forest and Forest Land Distribution):*🔰🔰🔰

*🍁🍂1 ભેજવાળા પાનખર જંગલો*
🔰👉 ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જીલ્લો

*🍁🍁🍃2 ઓછા ભેજવાળા સાગના જંગલો*
👉સુરત, નર્મદા, તાપી અને ભરૂચ જીલ્લો

*🍁🍂3 સુકા સાગના જંગલો*
👉વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જીલ્લો

*🍂🍂🍂4 ખુબ જ સુકા સાગના જંગલો*
👉ગીર તથા ગીરનાર (જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લો)

*🍂🍁🍂5 સુકા અને કાંટાવાળા પાનખર જંગલો*
🎯👉અમરેલી, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર અને સાબરકાંઠા જીલ્લો

*🍂🍁🍂6 ઘાસવાળા જંગલો 👉સૌરાષ્ટ્રમાં આવેલા ઘાસના પ્રદેશો*

*🍂🍁🍂7 દરિયાઈ ભરતી વાળા જંગલો*
👉કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર જીલ્લો