*વહીવટી હેતુસર જંગલોના પ્રકારો : વહીવટી હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે.*
1 : અનામત જંગલો (આરક્ષિત જંગલો),
2. સંરક્ષિત જંગલો અને
3. અવર્ગીકૃત જંગલો.
*🌳🌴🌱અનામત જંગલો (આરક્ષિત જંગલો) 👉👉:* જે જંગલોને ઈમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલાં હોય તેને ‘અનામત’ ‘આરક્ષિત’ કે ‘સુરક્ષિત’ જંગલો કહેવામાં આવે છે.
🎋🎋તેમાં વૃક્ષોને કાપવાની, લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.
💥💥💥આ જંગલો સરકારી તંત્રન સીધા નિયંત્રણમાં હોય છે.
💥💥💥તે ભારતનાં જંગલોનાં કુલ વિસ્તારના 54.4 % રોકે છે.
*🍁🍃🍁🎋સંરક્ષિત જંગલો :* ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે.
🎋આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે.
🎋તે ભારતના કુલ વનવિસ્તારના 29.2% રોકે છે.
*☄☄અવર્ગીકૃત જંગલો :☄☄* જે જંગલવિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આયા નથી, તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે.
🍁🍂🍃તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી.
🎋🍃🍂તે ભારતના કુલ વનવિસ્તારના 16.4% રોકે છે.
*💥☄☄(!!) મલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોનાં પ્રકારો*
1. રાજ્યની માલિકીનું જંગલ : આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશનાં મોટા ભાગમાં જંગલો આ પ્રકારનાં હોય છે.
*☄☄2. સામુદાયિક જંગલ :* આ પ્રકારનાં જંગલો પર ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ થાય છે.
*💥💥3. ખાનગી જંગલ :* આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીનાં હોય છે. આ પ્રાકરનાં મોટા ભાગનાં જંગલો ક્ષત – અક્ષત કે ઉજ્જડ બની ગયાં છે. દેશનાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલાં છે.