Thursday, December 20, 2018

ભાષા સંબંધી જોગવાઈઓ.

👉🏿 ભારતનાં બંધારણની ૮મી અનુસૂચિમાં
ભાષા સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે.
જેના અંતર્ગત મૂળ બંધારણમાં ૧૪ અને
વર્તમાનમાં ૨૨ બંધારણમાન્ય ભાષાઓ છે.

👉🏿 ૨૧માં બંધારણીય સુધારા દ્રારા, ૧૯૬૭
- સિંધી.

👉🏿 ૭૧માં બંધારણીય સુધારા, ૧૯૯૨ દ્રારા
- કોંકણી, મણિપુર, નેપાલી.

👉🏿 ૯૨માં બંધારણીય સુધારા, ૨૦૦૩ દ્રારા
- ડોંગરી, બોડો, મૈથિલી, સંથાલી.

🤙🏿 સંઘની રાજભાષા.
       (Language of the Union)

👉🏼 અનુચ્છેદ-૩૪૩
સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી
હિન્દી છે. જો કે બંધારણની શરૂઆતના
૧૫ વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો પ્રયોગ અને
જો સંસદ ઈચ્છે તો તે પછી પણ અંગ્રેજી
ભાષાનો પ્રયોગ ચાલુ રાખી શકે છે.

🤙🏿 રાજાભાષા આયોગ.
      (Commission on official
        Language)

👉🏼 અનુચ્છેદ-૩૪૪
રાષ્ટ્રપતિ દ્રારા બંધારણ લાગુ થવાના ૫
વર્ષો પછી અને ત્યારબાદદર ૧૦ વર્ષે એક
રાજભાષા આયોગની સ્થાપના કરવામાં
આવશે.

🤩 યાદ રાખો.

પ્રથમ રાજભાષા આયોગની રચના ઈ.સ.
૧૯૫૫ માં બી. જી. ખેરની અધ્યક્ષતામાં
કરવામાં આવી.

🤙🏿 આયોગના કાર્યો.

👉🏼 આ રાજભાષા આયોગ રાષ્ટ્રપતિ નીચેની
બાબતોમાં ભલામણ કરશે.
👉🏼 સંઘના સરકારી કામકાજમાં હિન્દીનો
વપરાશ વધારવા બાબતે,
👉🏼સંઘના તમામ અથવા કોઈ સરકારી હેતુ
માટે અંગ્રેજી ભાષાના ઉપયોગ ઉપર
નિયંત્રણ બાબતે,
👉🏼 સંઘની રાજભાષા અને સંઘ અને કોઈ
રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચેના વ્યવહાર
માટેની ભાષા અને તેની વપરાશ સંબંધી
રાષ્ટ્રપતિએ આયોગને વિચાર માટે મોકલેલી
બીજી બાબત અંગે ભલામણ કરે છે.

🤙🏿 સંસદીય સમિતિ.
      (Commission of Parliament on
        official Language)

👉🏼 અનુચ્છેદ-૩૪૪ મુજબ સંસદના બંને
ગૃહોની ૩૦ સભ્યોવાળી(૨૦ લોકસભાના
સભ્ય + ૧૦ રાજ્યસભાના સભ્ય) એક
સમિતિની રચના માટે વ્યવસ્થા કરવામાં
આવી છે.

👉🏼 આ સમિતિના સભ્યોની ચૂંટણી
લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો
દ્રારા સમતુલ્યતાના સિદ્ધાંત મુજબ એકલ
સંક્રમણીય પદ્ધતિ(ક્રમિક મતપદ્ધતિ)
મુજબ કરવામાં આવશે.

🤙🏿 સંસદીય સમિતિના કાર્યો.

👉🏼 રાજભાષા આયોગની ભલામણોની
સમીક્ષા કરવી અને રાષ્ટ્રપતિને આ અંગેનો
રિપોર્ટ સોંપવો.

👉🏼 અનુચ્છેદ- ૩૪૯ ભાષા સંબંધી કોઈપણ
ખરડો અથવા સુધારણાની પરવાનગી ત્યારે
જ આપી શકાય જ્યારે સંસદીય રાજભાષા
સમિતિના રિપોર્ટ પર રાષ્ટ્રપતિએ વિચારણા
કરેલ હોય.

🤙🏿 વિધાનમંડળોની ભાષા.

👉🏼 અનુચ્છેદ-૧૨૦ સંસદની અધિકૃત ભાષા
અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આ મુજબ
સંસદનું કાર્ય હિન્દી અથવા અંગ્રેજીમાં કરવામાં
આવશે. પરંતુ ગૃહના અધિકારી કોઈ સભ્યને
તેની માતૃભાષામાં બોલવાની મંજૂરી આપી શકે છે.

👉🏼 અનુચ્છેદ-૨૧૦ રાજ્યના વિધાનમંડળો માટે
ભાષા સંબંધી સમાન જોગવાઈ કરવામાં આવી.

🤩 યાદ રાખો.

🤙🏿 બંધારણમાં ભાષા સંબંધી અગત્યના
      અનુચ્છેદ.

👉🏼 ભાગ-૩માં અનુચ્છેદ ૨૯-૩૦.

👉🏼 ભાગ-૫માં અનુચ્છેદ-૧૨૦
      સંસદની ભાષા.

👉🏼 ભાગ-૬માં અનુચ્છેદ-૨૧૦
      રાજ્યવિધાન મંડળની ભાષા.

👉🏼 ભાગ-૧૭માં અનુચ્છેદ ૩૪૩ થી ૩૫૧

👉🏼 અનુચ્છેદ-૩૪૩ સંઘની રાજભાષા હિન્દી
તથા લિપિ દેવનાગરી રહેશે.

👉🏼 અનુચ્છેદ-૩૪૪ રાજભાષાના સંબંધમાં
રાજભાષા આયોગની રચના અને સંસદીય
સમિતિની રચનાની જોગવાઈ.

👉🏼 અનુચ્છેદ-૩૪૫ રાજ્યની રાજભાષા.

👉🏼 અનુચ્છેદ-૩૪૮ ન્યાયાલયની ભાષા
સંબંધી જોગવાઈ.

👉🏼 અનુચ્છેદ-૩૫૧ હિન્દી ભાષાનો વિકાસ
કરવાનો સંઘની ફરજ છે.