Showing posts with label ભારતીય સંવિધાન. Show all posts
Showing posts with label ભારતીય સંવિધાન. Show all posts

Monday, February 11, 2019

ભારતમાં પંચાયતી રાજ

૧.ભારતનો ઈતિહાસ શેનો ઈતિહાસ છે ?
👉ગામડાનો

ર.નીતિસાર નામનો ગ્રંથ કોણે લખ્યો ?
👉શુક્રાચાર્ય

૩.કોને અર્થશાસ્ત્રમાં પંચાયત સંસ્થાઓનો સારો ઉલ્લેખ છે ?
👉કૌટિલ્ય

૪.સમગ્ર ગ્રામનો વહીવટ કોણ કરતો ?
👉ગ્રામિણ

પ.મૌર્ય વંશ અને ગુપ્ત વંશમાં કંઈ સંસ્થાઓ ઉપયોગી હતી ?
👉ગ્રામ સભા અને ગ્રામ પંચાયતો

.સર ચાર્લ્સ મેટકાર્ફ અનુસાર ગ્રામ પંચાયત શું હતું ?
👉સ્વાયત્ત એકમ

૭.ગામડાના સમૂહનો વહીવટ કંઈ સંસ્થા કરતી ?
👉સમિતિ

૮.પ્રાચીન સમયમાં ગામડાં કેવા હતા ?
👉સ્વાયત્ત અને સ્વાવલંબી

૯.ગામડાની મુખ્ય આવક કંઈ હતી ?
👉મહેસૂ

૧૦.બ્રિટિશરોની રાજય વ્યવસ્થા શરૂ થાતા કંઈ ઉત્પાદન પદ્ધતિ દાખલ થઈ ?
👉મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિ

૧૧.લોકલ ફંડ સેસની શરૂઆત કયારથી થઈ ?
👉ઈ.સ.૧૮૬૯

૧ર.વહીવટી વિકેન્દ્રીકરણની શરૂઆત કોણે કરી ?
👉લોર્ડ મેયો

૧૩.સ્થાનિક સ્વરાજયની યોજના કોણે દાખલ કરી ?
👉લોર્ડ રિપને

૧૪.રોયલ કમિશનની સ્થાપના કયારે થઈ ?
👉ઈ.સ.૧૯૦૭

૧પ.ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ કયારે અમલમાં આવ્યો ?
👉૧૯ર૧

૧૬.ભારતમાં ઈન્ટરીમ સરકારની સ્થાપના કયારે થઈ ?
👉.સ.૧૯૩પ

૧૭.સામૂહિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કયારથી થઈ ?
👉ઈ.સ.૧૯પર

૧૮.શ્રી બળવંતરાય મહેતા સમિતિની રચના કયારે થઈ ?
👉ઈ.સ.૧૯પ૭

૧૯.ગુજરાત રાજય કયા રાજયમાંથી છૂંટુ પડયું ?
👉બૃહદ મુંબઈમાંથી

ર૦.ગુજરાત પંચાયત અધિનિયમ કયારે ઘડાયું ?
👉ઈ.સ.૧૯૬૧

ર૧.ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓનો ઉદય કયારે થયો ?
👉ઈ.સ.૧૯પ૯

રર.ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતિ રાજ કયારે અમલમાં આવ્યું ?
👉૧/૪/૧૯૬૩

ર૩.ભારતમાં પંચાયતી રાજયના ઈતિહાસમાં કયો દિવસ ખૂબ મહત્ત્વનો છે ?
👉ર૪ એપ્રિલ ૧૯૯૩

ર૪.બંધારણીય કાયદો કયારે અમલમાં આવ્યો ?
👉ઈ.સ.૧૯૯ર

રપ.પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કયારે યોજાય છે ?
👉દર પાંચ વર્ષ

ર૬.મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે ?
👉૩૩ ટકા

ર૭.સમગ્ર જિલ્લાની વિકાસ દરખાસ્તો માટે કંઈ સમિતિની રચના કરવામાં આવી ?
👉જિલ્લા આયોજન સમિતિ

ર૮.બંધારણીય ૧૧મી અનુસૂચિમાં કેટલા વિષયો દર્શાવવામાં આવ્યા છે ?
👉ર૯ વિષયો

ર૯.૭૩મો બંધારણીય સુધારા અધિનિયમ કયારે ઘડાયો  ?
👉ઈ.સ.૧૯૯ર

૩૦.નવા સુધારા મુજબ ગ્રામ પંચાયત માટે મહત્તમ વસ્તી કેટલી હોવી જોઈએ ?
👉૧પ,૦૦૦

૩૧.ભરતી અને સેવા સંબંધિત બાબતો માટે શાની રચના કરવામાં આવી છે ?
👉પંચાયત સેવા પસંદગી મંડળ

૩ર.સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે ?
👉૧૦ ટકા

૩૩.કેટલા વર્ષ ઉપરનાને મતદાર બનાવવામાં આવ્યા છે ?
👉૧૮ વર્ષ

૩૪.પંચાયત સેવા કંઈ સરકારને આધીન છે ?
👉રાજય સરકારને

૩પ.રાજય સરકાર દ્વારા જમીન મહેસૂલ પર કેટલા ટકા સેસ નાખવામાં આવેલ છે ?
👉પ૦ ટકા

૩૬.પંચાયત દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર ઠરાવોને રદ કરવાની સત્તા કોને છે ?
👉સક્ષમ અધિકારી

૩૭.ગ્રામ સભાનું સંચાલન કોણ કરે છે ?
👉સરપંચ

૩૮.ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થામાં કંઈ સમિતિ રચવી ફરજિયાત છે ?
👉સમાજિક ન્યાય સમિતિ

૩૯.સમાજિક ન્યાય સમિતિ કઈ જાતિના લોકોને સર્વાંગી વિકાસ માટે કામ કરશે ?
👉અનુસૂચિત જાતિ અને આદિજાતિના

૪૦.૧૯૯૩ના ગુજરાત પંચાયત ધારાની કલમ રર૬ માં શાનો ઉલ્લેખ છે ?
👉નાણા પંચની રચના અંગેનો

Thursday, December 20, 2018

ભારતના બંધારણ વિશે સામાન્ય માહિતી

👉🏿 બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.

👉🏿 ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.

👉🏿 બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)

👉🏿 મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)

👉🏿 બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.

👉🏿 બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)

👉🏿 બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.

👉🏿 બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.

👉🏿 બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.

👉🏿 બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)

👉🏿 બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. (જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)

👉🏿 ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.
1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર
3. ટી.ટી. કૃષ્ણમાચારી
4. કનૈયાલાલ મુનશી
5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા
6. ટી. માધવરાય

👆🏿 આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.

👉🏿 બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)

👉🏿 બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.

👉🏿 બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.

👉🏿 ભારતીય બંધારણનો સ્વીકાર 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)

👉🏿 ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા 24,જાન્યુઆરી,1950.

👉🏿 ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)

👉🏿 ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.

♦ *ભારતના બંધારણની વિશેષતાઓ*

👉🏿 ભારતનું બંધારણ લેખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.

👉🏿 ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.

👉🏿 બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.

👉🏿 પરિવર્તનશીલ બંધારણ છે.

👉🏿 સંઘાત્મક શાસન પ્રણાલિ છે.

👉🏿 બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.

👉🏿 પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.

👉🏿 સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.

👉🏿 ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.

👉🏿 દ્વિગૃહી ધારાસભા છે.

👉🏿 એકજ નાગરિકતાની જોગવાઇ છે.

👉🏿 સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.

👉🏿 ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.

👉🏿 બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.

♦ *ભારતના બંધારણનું આમુખ*

👉🏿 બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

👉🏿 આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.

👉🏿આમુખ ઇ.સ 1973 થી બંધારણનો ભાગ બન્યું.

👉🏿 આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.

👉🏿 આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.

👉🏿 ઇ.સ 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.

👉🏿 ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.

♦ *ભારતના બંધારણ  ના મહત્વની કલમો*

👉🏿 *ભાગ-1*
*(સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર)*
  
➖અનુચ્છેદ-01
ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.

➖અનુચ્છેદ-02
નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.

➖અનુચ્છેદ-03
નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.

👉🏿 *ભાગ-2*
*(નાગરિકતા)*
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.

➖અનુચ્છેદ-05
સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.

➖અનુચ્છેદ-06
ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.

➖અનુચ્છેદ-07
પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.

👉🏿 *ભાગ-3*
*(મૂળભૂત હક્કો/અધિકારો)*
અનુચ્છેદ-12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અંગે ના છે.

➖અનુચ્છેદ-14 થી18
(1) સમાનતાનો હક

➖અનુચ્છેદ-19 થી 22
(2) સ્વતંત્રતાનો હક

➖અનુચ્છેદ-23 થી
24
(3) શોષણ સામેનો હક

➖અનુચ્છેદ-25 થી 28
(4) ધાર્મિક સ્વતંત્રતાનો હક

➖અનુચ્છેદ-29 થી 30
(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો

➖અનુચ્છેદ-32
(6) સંવિધાનના ઉપાયોનો હક (બંધારણીય ઇલાજોનો હક)

♦ *મૂળભૂત હક્કો  ના અગત્યના અનુચ્છેદો*

👉🏿 અનુચ્છેદ-14
➖કાયદાની નજરે બધા નાગરિકો સમાન.

👉🏿 અનુચ્છેદ-15
➖ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)

👉🏿 અનુચ્છેદ-16
➖જાહેર નોકરીમાં દરેકને સમાન તક.

👉🏿 અનુચ્છેદ-17
➖અસ્પૃશ્યતા નાબૂદી.

👉🏿 અનુચ્છેદ-20
➖અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.

👉🏿 અનુચ્છેદ-21
➖જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.

👉🏿 અનુચ્છેદ-21 (ક)
➖શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)

👉🏿 અનુચ્છેદ-22
➖ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.

👉🏿 અનુચ્છેદ-23
➖મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.

👉🏿 અનુચ્છેદ-24
➖કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)

👉🏿 અનુચ્છેદ-29
➖લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)

👉🏿 અનુચ્છેદ-30
➖ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.

👉🏿 અનુચ્છેદ-31
➖મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે.)

ભાષા સંબંધી જોગવાઈઓ.

👉🏿 ભારતનાં બંધારણની ૮મી અનુસૂચિમાં
ભાષા સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે.
જેના અંતર્ગત મૂળ બંધારણમાં ૧૪ અને
વર્તમાનમાં ૨૨ બંધારણમાન્ય ભાષાઓ છે.

👉🏿 ૨૧માં બંધારણીય સુધારા દ્રારા, ૧૯૬૭
- સિંધી.

👉🏿 ૭૧માં બંધારણીય સુધારા, ૧૯૯૨ દ્રારા
- કોંકણી, મણિપુર, નેપાલી.

👉🏿 ૯૨માં બંધારણીય સુધારા, ૨૦૦૩ દ્રારા
- ડોંગરી, બોડો, મૈથિલી, સંથાલી.

🤙🏿 સંઘની રાજભાષા.
       (Language of the Union)

👉🏼 અનુચ્છેદ-૩૪૩
સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી
હિન્દી છે. જો કે બંધારણની શરૂઆતના
૧૫ વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો પ્રયોગ અને
જો સંસદ ઈચ્છે તો તે પછી પણ અંગ્રેજી
ભાષાનો પ્રયોગ ચાલુ રાખી શકે છે.

🤙🏿 રાજાભાષા આયોગ.
      (Commission on official
        Language)

👉🏼 અનુચ્છેદ-૩૪૪
રાષ્ટ્રપતિ દ્રારા બંધારણ લાગુ થવાના ૫
વર્ષો પછી અને ત્યારબાદદર ૧૦ વર્ષે એક
રાજભાષા આયોગની સ્થાપના કરવામાં
આવશે.

🤩 યાદ રાખો.

પ્રથમ રાજભાષા આયોગની રચના ઈ.સ.
૧૯૫૫ માં બી. જી. ખેરની અધ્યક્ષતામાં
કરવામાં આવી.

🤙🏿 આયોગના કાર્યો.

👉🏼 આ રાજભાષા આયોગ રાષ્ટ્રપતિ નીચેની
બાબતોમાં ભલામણ કરશે.
👉🏼 સંઘના સરકારી કામકાજમાં હિન્દીનો
વપરાશ વધારવા બાબતે,
👉🏼સંઘના તમામ અથવા કોઈ સરકારી હેતુ
માટે અંગ્રેજી ભાષાના ઉપયોગ ઉપર
નિયંત્રણ બાબતે,
👉🏼 સંઘની રાજભાષા અને સંઘ અને કોઈ
રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચેના વ્યવહાર
માટેની ભાષા અને તેની વપરાશ સંબંધી
રાષ્ટ્રપતિએ આયોગને વિચાર માટે મોકલેલી
બીજી બાબત અંગે ભલામણ કરે છે.

🤙🏿 સંસદીય સમિતિ.
      (Commission of Parliament on
        official Language)

👉🏼 અનુચ્છેદ-૩૪૪ મુજબ સંસદના બંને
ગૃહોની ૩૦ સભ્યોવાળી(૨૦ લોકસભાના
સભ્ય + ૧૦ રાજ્યસભાના સભ્ય) એક
સમિતિની રચના માટે વ્યવસ્થા કરવામાં
આવી છે.

👉🏼 આ સમિતિના સભ્યોની ચૂંટણી
લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો
દ્રારા સમતુલ્યતાના સિદ્ધાંત મુજબ એકલ
સંક્રમણીય પદ્ધતિ(ક્રમિક મતપદ્ધતિ)
મુજબ કરવામાં આવશે.

🤙🏿 સંસદીય સમિતિના કાર્યો.

👉🏼 રાજભાષા આયોગની ભલામણોની
સમીક્ષા કરવી અને રાષ્ટ્રપતિને આ અંગેનો
રિપોર્ટ સોંપવો.

👉🏼 અનુચ્છેદ- ૩૪૯ ભાષા સંબંધી કોઈપણ
ખરડો અથવા સુધારણાની પરવાનગી ત્યારે
જ આપી શકાય જ્યારે સંસદીય રાજભાષા
સમિતિના રિપોર્ટ પર રાષ્ટ્રપતિએ વિચારણા
કરેલ હોય.

🤙🏿 વિધાનમંડળોની ભાષા.

👉🏼 અનુચ્છેદ-૧૨૦ સંસદની અધિકૃત ભાષા
અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આ મુજબ
સંસદનું કાર્ય હિન્દી અથવા અંગ્રેજીમાં કરવામાં
આવશે. પરંતુ ગૃહના અધિકારી કોઈ સભ્યને
તેની માતૃભાષામાં બોલવાની મંજૂરી આપી શકે છે.

👉🏼 અનુચ્છેદ-૨૧૦ રાજ્યના વિધાનમંડળો માટે
ભાષા સંબંધી સમાન જોગવાઈ કરવામાં આવી.

🤩 યાદ રાખો.

🤙🏿 બંધારણમાં ભાષા સંબંધી અગત્યના
      અનુચ્છેદ.

👉🏼 ભાગ-૩માં અનુચ્છેદ ૨૯-૩૦.

👉🏼 ભાગ-૫માં અનુચ્છેદ-૧૨૦
      સંસદની ભાષા.

👉🏼 ભાગ-૬માં અનુચ્છેદ-૨૧૦
      રાજ્યવિધાન મંડળની ભાષા.

👉🏼 ભાગ-૧૭માં અનુચ્છેદ ૩૪૩ થી ૩૫૧

👉🏼 અનુચ્છેદ-૩૪૩ સંઘની રાજભાષા હિન્દી
તથા લિપિ દેવનાગરી રહેશે.

👉🏼 અનુચ્છેદ-૩૪૪ રાજભાષાના સંબંધમાં
રાજભાષા આયોગની રચના અને સંસદીય
સમિતિની રચનાની જોગવાઈ.

👉🏼 અનુચ્છેદ-૩૪૫ રાજ્યની રાજભાષા.

👉🏼 અનુચ્છેદ-૩૪૮ ન્યાયાલયની ભાષા
સંબંધી જોગવાઈ.

👉🏼 અનુચ્છેદ-૩૫૧ હિન્દી ભાષાનો વિકાસ
કરવાનો સંઘની ફરજ છે.