Monday, January 21, 2019

રાજનીતિજ્ઞ મધુ દંડવતે

ભારતીય રાજનીતિ અને સમાજકારણનું પ્રતિષ્ઠિત નામ એટલે મધુ દંડવતે. આજે તેમનો જન્મદિન છે.

                ➖(જન્મ)➖

🔶 જયપ્રકાશ નારાયણની 
વિચારસરણીથી પ્રભાવિત 
મધુ દંડવતેનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગરમાં થયો હતો.

🔶 અહમદનગરથી તેઓએ સ્વતંત્ર કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

🔶 મધુ દંડવતે મુંબઈ યુનિ.થી ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસ.સી થઈ સિદ્ધાર્થ કોલેજ મુંબઈમાં ઉપાચાર્ય બન્યા હતા.

🔶 1942 માં હિન્દ છોડો આંદોલનમાં જોડાઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.

🔶 આઝાદી પછી 1955 માં થયેલા ગોવા મુક્તિ આંદોલનમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

🔶 રાજકીય રીતે શરૂમાં મધુ દંડવતે પ્રજા સમાજવાદી પક્ષના સહમંત્રી હતા.

🔶 1970-71 માં મહારાષ્ટ્રમાં 
લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય અને 5 વખત રાજાપુર સંસદીય સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

🔶 મધુ દંડવતે મોરારજી દેસાઈ સરકારમાં રેલવે મંત્રી અને વી.પી.સિંહ સરકારમાં નાણામંત્રી હતા.

🔶 મધુ દંડવતેએ future of parlamentariy democracy in india, marx and gandhi, jayprakash narayan, the man and his ideas જેવા પુસ્તકો અને અનેક લેખો લખ્યા છે. એકપણ દુશ્મન અને હજારો મિત્રોને છોડી

                   ➖(મૃત્યુ)➖

🔶12 નવે. 2005ના રોજ મધુ દંડવતે દુનિયાથી વિદાય લીધી. તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું.