Monday, January 14, 2019

જનરલ સવાલ

1) 10 જાન્યુઆરી નાં દિવસ ને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વિશ્વ હિન્દી દિવસ

2) વિશ્વ હિન્દી દિવસ ક્યાં વર્ષ થી ઉજવાય છે?
જવાબ.. 1975 થી

3) રાષ્ટ્રીય હિન્દી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
જવાબ.. 14 સપ્ટેમ્બર

4) 10 જાન્યુઆરી ના દિવસે ક્યાં કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે થયાં હતાં?
જવાબ.. તાશ્કંદ

5) તાશ્કંદ ક્યાં દેશની રાજધાની છે?
જવાબ.. ઉઝબેકિસ્તાન

6) "ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ" નો પ્રારંભ ક્યાં થયો છે?
જવાબ.. (પૂણે-મહારાષ્ટ્ર )

7) સવર્ણો ને અનામત આપતું બિલ કેટલામું બંધારણીય સુધારા બિલ છે?
જવાબ.. 124 મું

8) ભારતીય ફુટબોલ ટીમ નાં કેપ્ટન કોણ છે?
જવાબ.. સુનીલ છેત્રી

9) 10 જાન્યુઆરી થી કયું અભિયાન ચાલું થઈ રહ્યું છે?
જવાબ.. કરુણા અભિયાન

10) રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર નાં રોજ ક્યાં વર્ષ માં સ્વીકારવામાં આવ્યું હતું?
જવાબ.. 1949 માં

11) IMF નાં ચીફ ઈકોનોમિકસ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
જવાબ.. ભારતીય મૂળનાં ગીતા ગોપીનાથ

12) દેશનો પ્રથમ સ્કાયવોક કાચનો પુલ ક્યાં સ્થળે બનશે?
જવાબ.. અંબાજી માં ગબ્બર પર્વત પર

13) 11 જાન્યુઆરી 1927 નાં રોજ ક્યાં ગુજરાતી સાહિત્યકાર નો જન્મદિવસ છે?
જવાબ.. કુન્દનિકા કાપડિયા

14) "સ્નેહધન" ઉપનામ કોનું છે?
જવાબ.. કુન્દનિકા કાપડિયા

15) કુન્દનિકા કાપડિયા ની પ્રથમ કૃતિ કઈ છે?
જવાબ.. પ્રેમ નાં આંસુ

16) 1985 માં કઈ કૃતિ માટે કુન્દનિકા કાપડિયા ને સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હી એનાયત કરવામાં આવ્યો?
જવાબ.. સાત પગલાં આકાશમાં

17) 11 જાન્યુઆરી 1966 માં ભારત નાં ક્યાં પ્રધાનમંત્રી નું અવસાન તાશ્કંદ કરાર નાં બીજા જ દિવસે થયેલ?
જવાબ.. ભારત નાં ત્રીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી

18) 11 જાન્યુઆરી ક્યાં દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે?
જવાબ.. આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ દિન

19) 11 જાન્યુઆરી 1954 નાં દિવસે ક્યાં વ્યક્તિ વિશેષ નો પણ જન્મદિવસ છે?
જવાબ.. સત્યાર્થ પ્રકાશી

20) સત્યાર્થ પ્રકાશી ને શાંતિ માટે નું નોબેલ પારિતોષિક ક્યારે એનાયત કરવામાં આવ્યું?
જવાબ.. 2014 માં.. મલાલા યુસુફ જઈ સાથે સંયુક્ત

21) 15 મો ભારતીય પ્રવાસી દિન ક્યાં સ્થળે ઉજવવામાં આવ્યો?
જવાબ.. વારાણસી

22) "બચપન બચાવો આંદોલન"ની સ્થાપના કોણે કરી હતી?
જવાબ.. સત્યાર્થ પ્રકાશી

23) "ધ વોલ" ઉપનામ થી જાણીતા ક્યાં ક્રિકેટર નો પણ આજે જન્મદિવસ છે?
જવાબ.. રાહુલ દ્રવિડ

24) "ગાંધી સંસાર ની શાશ્વત કળા" પુસ્તક નાં લેખક કોણ છે?
જવાબ.. સોનલબેન પરીખ.. ગાંધીજી નાં પૌત્રી નાં પૌત્રી