Thursday, January 3, 2019

કોર્ન વોલીસ

👉 જન્મ - 31 ડિસેમ્બર 1738

👉 અવસાન - 5 ઓક્ટોબર 1805

👉 કોર્ન વૉલિસે ભારતમાં સિવિલ સેવા શરૂઆત કરી. (Indian Civil Services)

ઇ.સ.૧૮૫૩ માં સિવિલ સર્વિસીસ પરીક્ષાની શરૂઆત થઈ અને આ પરીક્ષા ઇંગ્લેન્ડ માં લેવાતી હતી.ઇ.સ.૧૯૨૩ થી સિવિલ સર્વિસીસ પરીક્ષા ભારતમાં લેવાતી થઈ.ઇ.સ.૧૮૬૩ માં સત્યેન્દ્રનાથ ટાગોર સિવિલ સર્વિસીસ પરિક્ષા પાસ કરીને પ્રથમ ભારતીય કલેક્ટર બન્યા.અરવિંદ ઘોષ એ પણ સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. પણ ઘોડેસવારી માં નાપાસ થયા હતા. સુભાષચંદ્ર બોઝ એ સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. પરંતુ ત્યાગપત્ર આપી દીધું હતું.ભારતમાં સિવિલ સેવા શરૂ કરનાર કોર્ન વોલીસ હતા.ભારતમાં પોલીસ સેવા શરૂ કરનાર કોર્ન વોલીસ હતા.ભારતમાં ન્યાયિક સેવા શરૂ કરનાર કોર્ન વોલીસ હતા.ઇ.સ. ૧૭૯૩ માં કોર્ન વૉલિસે પોલિસ પ્રશાસન(કાયદાનું પાલન કરાવનાર) અને ન્યાયિક પ્રશાસન (કાયદો ઘડનાર) અલગ કર્યા.કોર્ન વોલીસ ની સમાધિ ઉત્તરપ્રદેશ ના ગાઝીપુર માં આવેલી છે.