Thursday, January 10, 2019

ગુજરાતી

▪નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું❓
*✔જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*

▪ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા❓
*✔પોરબંદર*

▪'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*

▪મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે❓
*✔3*

▪'સુંદરમ્' નું પૂરું નામ❓
*✔ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*

▪ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે❓
*✔પેટલાદ તાલુકાના પેટલી ગામના*

▪કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર જિલ્લાના ભુવા ગામે*

▪બકુલ ત્રિપાઠીનું પૂરું નામ❓
*✔બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*

▪મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે❓
*✔ઝબૂક વીજળી ઝબૂક*

▪વિનોબા ભાવેનું પૂરું નામ શું છે❓
*✔વિનાયક નરહરિ ભાવે*

▪વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે❓
*✔મરાઠી*

▪વિનોબા ભાવેની કઈ કૃતિ ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ છે❓
*✔'ગીતાપ્રવચનો'*

▪વિનોબા ભાવેની 'ભુદાન ગંગા' કેટલા ભાગમાં છે❓
*✔10*

▪'ગુર્જરી' કયા કવિનો સૉનેટ કાવ્યોનો સંગ્રહ છે❓
*✔પૂજાલાલ*

▪કાકાસાહેબ કાલેલકર શૈશવ જીવનના અનુભવોનું સુંદર વર્ણન તેમના કયા પુસ્તકમાં છે❓
*✔'સ્મરણયાત્રા'*

▪કાકાસાહેબ કાલેલકરના જેલ જીવનના પ્રસંગોનું વર્ણન તેમના કયા પુસ્તકમાં છે❓
*✔'ઓતરાતી દીવાલો'*

▪કાકાસાહેબ કાલેલકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે❓
*✔'કાલેલકર ગ્રંથાવલી'*

▪અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે❓
*✔'આઠો જામ ખુમારી'*

▪'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે❓
*✔ઇસ્માઇલભાઈ નાગોરી*

▪ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે❓
*✔ઠાસરા*

▪ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે❓
*✔'નંદ સામવેદી'*

▪ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા❓
*✔ધૂળમાંથી પગલીઓ'*

▪લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો❓
*✔આયુર્વેદના વૈદ્ય તરીકેનો*

▪રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે❓
*✔'છ અક્ષરનું નામ'*

▪ઝવેરચંદ મેઘાણીનું વતન❓
*✔બગસરા (જન્મ:-ચોટીલામાં થયો હતો)*

▪'પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન' જીવનચરિત્રના લેખક❓
*✔મુકુંદરાય પારાશર્ય*

▪'અંતરપટ' કયા લેખકની નવલકથા છે❓
*✔ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ'*