Thursday, January 3, 2019

જનરલ સવાલ

⚫️ગૂર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ જાણીતું છે ?
રણછોડભાઈ ઉદયરામ

⚫️ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે ?
હેમુગઢવી નાટ્યગૃહ ,રાજકોટ

⚫️ વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
હવેલી સંગીત

⚫️ આંતરરાસ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ ખ્યાતી મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ છે ?
કંકુ

⚫️ હેમંત ચૌહાણનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
ભજનિક

⚫️પિરાજી સાગરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
ચિત્રકલા

⚫️‘સંગીતાદીત્ય’ નાં રચયિતા કોણ છે ?
અદીત્યરામ વ્યાસ

⚫️ શંકરદાનજી દેથા ક્યાંના રાજકવિ હતા ?
લીમડીના

⚫️અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થસ્થાનોનો ઉલ્લેખ ક્યાં પુરાણમાં જોવા મળે છે ?
પદ્મપુરાણ

⚫️ખડખડાટ કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ?
નટુભાઈ મિસ્ત્રી

⚫️અમદાવાદમાં ઇન્દુચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે ?
નહેરુબ્રીજને છેડે

⚫️પપેટ્ઝ એન્ડ પ્લેઈઝ નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
પપેટ કલાકાર મહિપત કવી

⚫️માબાપને ભૂલશો નહિ નાં રચયિતા પુનિત મહારાજનો જન્મ ક્યાં થયો હતો ?
જુનાગઢ

⚫️શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાની સ્થાપના કોને કરી હતી ?
કૃષ્ણશંકર શાસ્ત્રી

⚫️કુમુદિની લાખિયાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
કથક

⚫️કોને લોકસાહિત્યના ધૂધવતા મહેરામણની ઉપાધી આપવામાં આવી છે ?
દુલા ભાયા કાગ

⚫️સૌનીલ મુનશીનું નામ શાને માટે જાણીતું છે ?
સુગમ સંગીત

⚫️તારી આંખનો અફીણી ગીતનું સંગીત નિયોજન કોણે કર્યું છે ?
અજિત મર્ચન્ટ

⚫️ ઈ.સ. ૧૯૪૮ માં ગાંધીજીની હત્યાપ્રસંગે આકાશવાણી પરથી “વૈષ્ણવજન” ભજન કોણે ગાયું હતું ?
ઉસ્તાદ ફૈયાઝખાં

⚫️ભારતીય ચલચિત્રની પ્રથમ ગુજરાતી નિર્માત્રી દિગ્દર્શિકા કોણ છે ?
ફાતિમા બેગમ

⚫️આંતરરાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમવાર નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો ?
પલ્લવી મહેતા

⚫️ ગુજરાત યુનિવર્સીટીનાં આર્કીટેક્ચરનું નામ શું છે ?
આત્મારામ ગજ્જર

⚫️કઈ જાતિનું મટકી નૃત્ય જાણીતું છે ?
ગોપાલકો

⚫️ નાનાભાઈ અને મોટાભાઈ કઈ જાતિના પેટાવર્ગો છે ?
ભરવાડ

⚫️મિયાણી શાને માટે જાણીતું છે ?
હર્ષદ માતાના મંદિર

⚫️નિર્જળા એકાદશીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
ભીમ અગિયારસ

⚫ દિવાસો ક્યારે આવે છે ?
અષાઢની અમાવસ્યા

⚫️જળઝીલણી એકાદશી ક્યારે આવે છે ?
ભાદરવા સુદ અગિયારસ

⚫️મોમાઈ માતાને પુંજ ઉત્સવ કઈ જાતિના લોકો ભક્તિભાવથી ઉજવે છે ?
રબારી

⚫️ડૉ. નાથાલાલ ગોહિલનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું બન્યું છે ?
ભજનવાણી સંશોધક

⚫️“લોકસાહિત્યનું ખેતર ભેળાવા લાગ્યું છે, હવે શ્રી મેઘાણીભાઈ જેવા રાખોપીયાની જરૂર છે.” – કોનું કથન છે?
શ્રી ખોડીદાસ પરમાર

⚫️*જંતર એ શું છે ?*
એક પ્રકારનું લોકવાદ્ય

⚫️પાવરી શું છે ?
ડાંગી આદિવાસીઓનું સુષિર વાદ્ય

⚫️ફૂંકીને વગાડાતા લોકવાદ્યને શું કહે છે ?
સુષિર વાદ્ય

⚫️ ‘હુડીલા’ શું છે ?
બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન

⚫️ ખારવા લોકોની કુળદેવીનું નામ શું છે ?
શિકોતરી માતા

⚫️ સૌરાષ્ટ્રનું કયું ગામ સીદીઓની વસ્તીને લીધે નાના આફ્રિકા તરીકે ઓળખાય છે ?
જુંબર

⚫️ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલબ્ધ પ્રત કઈ છે ?
સવંત૧૧૮૨ની નીશિધ ચુર્નીની

⚫️ખાન મસ્જિદ ક્યાં આવેલી છે ?
ધોળકા

⚫️રમઝોળ એટલે શું ?
મોટા ઘૂઘરા

⚫️તુલસી વિવાહ ક્યાં દિવસે ઉજવાય છે ?
કારતક સુદ અગિયારસ

⚫️આદિવાસીઓ વસંતોત્સવનું સમાપન ક્યાં દિવસે કરે છે ?
અખાત્રીજ

⚫️વિભા દેસાઈનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
સુગમ સંગીત

⚫️દર્શના ઝવેરીનું નામ ક્યાં નૃત્ય સાથે જોડાયેલું છે ?
મણિપુરી નૃત્ય

⚫️ગુજરાત સ્ટેટ ટુરીઝમ કોર્પોરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
૧૯૭૫

⚫️સૌથી વધુ મંદિરો ધરાવતો પર્વત કયો છે ?
શેત્રુંજય પર્વત

⚫️ તણછાઈની વિશિષ્ઠ કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે ?
સુરત

⚫️ સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ છે ?
અખંડ સૌભાગ્યવતી

⚫️કઈ ગુજરાતી ફિલ્મ ભારતની નવ ભાષામાં બની હતી ?
મહિયરની ચુંદડી

⚫️ ગુજરાતના ક્યાં સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે ?
દ્વારિકા

⚫️ આર્ય સમાજની સ્થાપના ક્યારે થઇ હતી ?
૧૦, એપ્રિલ ૧૮૭૫

⚫️બૈજુ બાવરાનું વતન કયું સ્થળ છે ?
ચાંપાનેર

⚫️ભવનાથનો મેળો કેટલા દિવસ માટે યોજાય છે ?
૫ દિવસ

⚫️બાપા સીતારામનું સુત્ર કોણે આપ્યું હતું ?
બજરંગદાસબાપા

⚫️ ડાકોર પહેલા ક્યાં નામે ઓળખાતું હતું ?
ડંકપુર

⚫️તરણેતરના મેળામાં કયો રાસ માણવા જેવો હોય છે ?
હુડા રાસ

⚫️તારણગઢનો કિલ્લો ક્યાં આવેલો છે ? તારંગા

⚫️વર્ષમાં માત્ર એકવાર ખુલતું કયું મંદિર સિદ્ધપૂરમાં આવેલું છે?*
કાર્તિકેય સ્વામી મંદિર

⚫️અમદાવાદને મેગાસિટી તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું ?
ફેબ્રુઆરી, ૨૦૦૫

⚫️કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
કર્ણદેવ સોલંકી