Monday, January 21, 2019

નિપાત

▪ નિપાત એટલે વાક્ય માં આવતા જુદા જુદા પદો  સંજ્ઞા ,સર્વનામ, વીસેષણ કે  વગેરે અર્થ ની વિશેષતા દર્શાવે તે

1) *▪ ભાર વાચક નિપાત*

👉🏾 જે ભારવહી અર્થ બતાવે તે
જેમાં અમુક શબ્દ નો સમાવેશ થાય છે તો,
👉🏾 જ
👉🏾 તો
👉🏾 પણ
👉🏾 સુધા
👉🏾 ય

ઉદાહરણ:-

👉🏾 અસ્મિતા *જ* આ લખી શકે

👉🏾 જકાત નાકે છકડો *તો* મળી રહે ને

👉🏾 બધા *ય* ગીત ગાશે.

2) *▪ વિનય વાચક નિપાત ▪*

👉🏾 આ નિપાત સહેલો છે 😊

*👉🏾 આ નિપાત માં વિનય, મોભો, માન, મર્યાદા, આદર  નો સમાવેશ થાય છે*

👉🏾 વિનય આદર માટે *જી* લગાડવામાં આવે છે

ઉદાહરણ:-

👉🏾 રૂબરૂ મળ્યા એવું માની ને પધારસો *જી*

👉🏾 ગુરુ *જી* ને પ્રણામ

👉🏾 ધોરાજી માં ક્યારે આવસો *જી*

3)  *▪સીમા વાચક નિપાત▪*
👉🏾 જે નિપાત માં સીમા કે મર્યાદા અંકાતી હોઈ તેને સીમા વાચક કેહવાય

👉🏾 આમાં અમુક શબ્દો ધ્યાને લેવા પડે એમ છે માટે

*ફક્ત,કેવળ ,તદ્દન ,સાવ,છેક*

👉🏾 જો ઉપરના શબ્દો પ્રયોજાય તો સીમાવાચક નિપાત છે

ઉદાહરણ:-

👉🏾 *ફક્ત* 10 મિનિટ મળવું છે

👉🏾 *કેવળ* તારા માટે હું જીવતો તો

👉🏾 તે  મારી સાથે *તદ્દન* નજીવી બાબત માં ઝગડો કર્યો

👉🏾 હું *સાવ* એકલો પડી
ગયો

👉🏾 *છેક* ક્યાંય સુધી મને તારી યાદ આવે છે.

4) *▪પ્રેરક અને ભાવે વાક્ય▪*

👉🏾 આ ઉદાહરણ દ્વારા એક જ પોસ્ટ માં સંકલિત કરીશું

👉🏾 જ્યારે ક્રિયા કરવાનો કે પ્રેરવાનો હોઇ ત્યારે વાક્યર્ચના પ્રેરક બને છે

▪ સાદી રચના
👉🏾 મેં એને ગુલાબ આપ્યું
👉🏾 શિક્ષક લખે છે
👉🏾 અસ્મિતા હાલરડાં ગાય છે

▪ પ્રેરક વાક્ય
👉🏾 મેં એને ગુલાબ અપાવ્યું
👉🏾શિક્ષક લખાવે છે
👉🏾 અસ્મિતા હાલરડું ગવડાવે છે

*▪હવે વાત કરીએ પુનઃ પ્રેરક ની તો*

*👉🏾 કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિ ને ક્રિયા કરવાની પ્રેરણા આપે એને પુનઃ પ્રેરક કહે*

👉🏾  તે તલાટી ના નાણાકીય રજીસ્ટર બનાવે છે

👉🏾 પુનઃ પ્રેરક 👉🏾 ટી. ડી.ઓ દ્વારા તે નાણાકીય રજીસ્ટર બનાવે છે...