Thursday, January 3, 2019

બાર્ટન પુસ્તકાલય

➖ *ભાવનગર શહેરમાં આવેલું એક પુસ્તકાલાય*

🔜ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા ભાવનગર શહેરમાં બાર્ટન પુસ્તકાલયની સ્થાપના *૩૦ ડીસેમ્બર ૧૮૮૨* ના દિવસે કરવામાં આવી હતી

🔜 સાર્વજનીક લાઇબ્રેરીનૌ પ્રવૃત્તિતો ભાવનગરમાં ૧૮૬૦થી ચાલુ કરવામાં આવી હતી પણ ૩૦ ડીસેમ્બર ૧૮૮૨થી એનો હાલ જે મોટી માજીરાજ કન્યાશાળાનું મકાન છે તેમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો

🔜 સને ૧૮૯૫ના વર્ષમાં આ પુસ્તકાલયનું નવું ભવ્ય મકાન બાંધવામાં આવ્યું હતું અને લાઇબ્રેરી ત્યાં ખસેડવામાં આવી

🔜મહાત્મા ગાંધી જ્યારે ભાવનગરમાં ભણતા ત્યારે તેમણે આ પુસ્તકાલયનો ઉપયોગ કર્યો હતો.

🔜સને ૧૯૩૬ના વર્ષમાં આ પુસ્તકાલયમાં ૧૫,૯૮૦ પુસ્તકો હતા. તે ૨૦૦૪ સુધીમાં વધીને ૬૧,૭૬૩ પુસ્તકો સુધી પહોચેલી હતી. ૨૦૦૯ના વર્ષ દરમ્યાન પુસ્તકોનો આંકડો ૬૮૦૦૦ને પાર કરી ચુક્યો હતો. ૨૦૧૨ના વરસના અંતે આ આંકડો ૭૨,૦૦૦ અને હાલમાં ૭૫,૦૦૦ કરતા વધારે પુસ્તકો આ પુસ્તકાલયમાં છે.