Sunday, January 6, 2019

વર્તમાન પ્રવાહ

6 જાન્યુઆરી સ્નેહરશ્મિનો નિર્વાણ દિવસ 
➡ જન્મ : 16 એપ્રિલ, 1903 ચિખલી , ગુજરાત.
➡ પૂરું નામ : ઝીણાભાઈ રતનજી દેસાઈ.
➡ જાપાની સાહિત્ય–સ્વરૂપ  હાઈકુ ને ગુજરાતીમાં લાવનાર તેઓ હતા. 
➡ તેમનો પ્રથમ હાઈકુસંગ્રહ હતો  'સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’  (1967)
➡ 1961માં તેમને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો હતો.
➡ 1967માં તેમને  રણજિતરામ  સુવર્ણચંદ્રક  મળ્યો હતો.
➡ 1985માં તેમને નર્મદ ચંદ્રક પ્રાપ્ત થયો હતો.
➡ તેમના કાવ્યગ્રંથો: અર્ધ્ય, પનઘટ, અતીતની પાંખમાં,ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ, નિજલીલા તરાપો,ઉજણી.
➡ મૃત્યુ : 6 જાન્યુઆરી, 1991.

રાષ્ટ્રીય
એસ. વિજયકુમારને રામનાથ ગોયંકા એક્સિલેન્સ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે
➡ પ્રિન્ટ એટલે  છાપાં ની કેટેગરી માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
➡એસ. વિજયકુમાર ‘ ધ હિન્દુ ’ ન્યૂઝપેપરના ઉપતંત્રી છે.
➡ આ પુરસ્કાર પત્રકારત્વ ક્ષેત્રમાં કામ કરનારને આપવામાં આવતો  શ્રેષ્ઠ  પુરસ્કાર છે.
➡ રામનાથ ગોયંકાએ  The Indian Express  છાપું શરૂ કર્યું હતું.
વાહેંગબામને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર માટે પસંદ કરાયા છે.
➡ વાહેંગબામ  મણિપુર ના વતની છે.
➡ તેઓએ  ડૂબતા માણસો ને બચાવ્યા હતા તેથી આ સન્માન આપવામાં આવશે.
➡ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર દર વર્ષે  26મી જાન્યુઆરી ના રોજ આપવામાં આવે છે.
ઉત્તર કોયલ મંડલ ડેમ પરિયોજનાનું લોકાર્પણ
➡ આ પરિયોજનાનું લોકાર્પણ PM શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે.
➡  ઉત્તર કોયલ મંડલ ડેમ  પરિયોજના ઝારખંડમાં પાલમુ ખાતે આવેલ છે. 
➡ ઉત્તર કોયલ મંડલ ડેમ  પરિયોજનાથી ઝારખંડ અને બિહારની 1 લાખ 11 હજાર હેક્ટર ખેતીનીજમીન માટે  સિંચાઈની સુવિધા મળશે.
➡ આ પરિયોજના દ્વારા 24 મેગાવોટ  વીજળી નું ઉત્પાદન કરાશે.
➡ PM શ્રી નરેન્દ્ર મોદીએ  કાન્હા પથ્થર સિંચાઈ પાઇપલાઇન નું ખાતમુહૂર્ત કર્યું છે
ભારતીય મહિલા જૈવિક ઉત્સવનું આયોજન
➡ ભારતીય મહિલા જૈવિક ઉત્સવનું આયોજન  ચંદીગઢ માં 12થી 14 જાન્યુઆરી માટે કરવામાં આવ્યું છે. 
➡આ  છઠ્ઠો  ભારતીય મહિલા જૈવિક ઉત્સવ હશે.
➡ આ ઉત્સવનું આયોજન  મહિલા અને બાળ વિકાસ મંત્રાલય  દ્વારા થયું છે. 
➡ આ ઉત્સવનો હેતુ મહિલા ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો છે.
રમત જગત
 સબાલેન્કા શેનઝેન ઓપન ટેનિસ ચૅમ્પિયન બની
➡ સબાલેન્કા શેનઝેન  ટેનિસ  રમત સાથે જોડાયેલી છે.
 ➡ સબાલેન્કા શેનઝેને અમેરિકાની  એલિસન રિસ્કે ને હરાવી છે. જે ત્રણ વાર ચૅમ્પિયન હતી.
➡ સબાલેન્કાએ કારકિર્દીમાં  ત્રીજું ટાઇટલ  જીત્યું છે.
➡ આના પહેલાં સબાલેન્કાએ કનેક્ટિકટ ઓપન અને વુહાન ઓપન ટાઇટલ પણ જીત્યું છે.
રોહન બોપન્ના અને દિવિજ શરણે તાતા ઓપન જીત્યાં 
➡આ જોડીએ પહેલું  એટીપી  ટાઇટલ જીત્યું.
➡ આ બન્ને ખેલાડીઓ  ટેનિસ ની રમત સાથે જોડાયેલાં છે. 
➡રોહન બોપન્નાનું અઢારમું અને દિવિજ શરણનું આ ચોથું ડબલ ટાઇટલ છે.
પ્રો કબડ્ડી લીગમાં બેંગલુરુનો વિજય
➡ પ્રો કબડ્ડી લીગમાં બેંગલુરુ  ગુજરાત ને હરાવીને ચૅમ્પિયન બન્યું છે.
➡ આ પ્રો કબડ્ડી લીગની  છઠ્ઠી સિરીઝ  હતી.
➡ કબડ્ડીની રમતમાં  12  ખેલાડીઓ હોય છે જેમાં 7રમતમાં અને 5 અવેજીમાં હોય છે.
➡ કબડ્ડીનું મેદાન પુરુષો માટે 13મી. લાંબું અને 10મી. પહોળું હોય છે જ્યારે સ્ત્રીઓ માટે 12મી. લાંબું અને 8મી. પહોળુંં હોય છે.
➡ કબડ્ડી એ  બાંગ્લાદેશ ની રાષ્ટ્રીય રમત છે.