Thursday, January 3, 2019

જનરલ સવાલ

૧) ઘનશ્યામ ઉપનામ કયા સાહિત્યકાર નું છે?
- કનૈયાલાલ મુનશી

૨) કનૈયાલાલ મુનશી કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂકેલા હતા?
- ઉત્તરપ્રદેશ

૩) પૃથ્વીવલ્લભ કયા સાહિત્યકાર ની કૃતિ છે?
- કનૈયાલાલ મુનશી

૪) કનૈયાલાલ મુનશી નો વ્યવસાય શુ હતો?
- વકીલ હતા

૫) નૃત્યાંગદા મૃણાલિની સારાભાઈ કયા મહાન વૈજ્ઞાનિક ના પત્ની છે?
- ડૉ. વિક્રમ સારાભાઈ

૬) PRL તથા ATIRA ના સ્થાપક કોણ ?
-  ડૉ. વિક્રમ સારાભાઈ

૭) પતંગ મહોત્સવ 2019 નું આયોજન ક્યાં થશે?
- સ્ટેચ્યુ ઓફ યુનિટી , કેવડિયા કોલોની

૮) હાલ માં કેટલાંમી ભારતીય સામાજિક વિજ્ઞાન કોંગ્રેસ યોજાઈ ગઈ?
- ૪૨ મી

૯) ભારતીય સામાજિક વિજ્ઞાન કૉંગ્રેસ નું આયોજન કયા સ્થળે થયુ હતું?
- ભુવનેશ્વર ખાતે

૧૦) બાળકો માટે સાયબર સુરક્ષા અંગે પુસ્તક બહાર પાડવામાં આવ્યું એ પુસ્તક કયું છે?
- A HANDBOOK FOR STUDENTS ON CYBER SAFETY

૧૧) આંધ્રપ્રદેશની હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?
- છાગરી પ્રવિણકુમાર

૧૨) આંધ્રપ્રદેશ ની હાઇકોર્ટ કયા શહેર માં છે?
- અમરાવતી

૧૩) ભારતની 25મી હાઇકોર્ટ કયી બનશે?
- આંધ્રપ્રદેશ હાઇકોર્ટ

૧૪) એન્ટાર્કટિક એકલા પાર કરનાર પ્રથમ વ્યક્તિ કોણ છે?
- કોલીન ઓબ્રડી