Thursday, January 10, 2019

ભારતમાં ખનીજ તેલ

➖ભારતમાં ખનીજ તેલનો અનામત ભંડાર 22 બિલિયન બેરલ જેટલો છે.

➖ ઇ.સ.1866માં ભારતમાં પ્રથમ ખનીજ તેલકૂવો નહારાપોંગા ખાતે ખોદવામાં આવ્યો હતો.

➖ ઇ.સ.1867માં માકૂમ (36 મીટરની ઊંડાઇએથી) ખાતેથી ખનીજ તેલ મળી આવ્યું હતું

🏵 ઇ.સ.1958માં ગુજરાતનું પ્રથમ ખનીજતેલ ખંભાત (લૂણેજ) ખાતેથી મળી આવ્યું હતું

➖ ઇ.સ.1960માં ગુજરાતમાં અંકલેશ્વર ખાતે બીજું ખનીજ તેલ ક્ષેત્ર મળી વાવ્યું હતું

🅰 ભારતમાં રિફાઇનરીઓ

➖ ઇ.સ.1999માં દિગ્બોઇ ખાતે પ્રથમ રિફાઇનરી નાખવામાં આવી

➖ઇ.સ.1958માં ઇન્ડિયન રિફાઇનરીઝ લિમિટેડની સ્થાપના કરવામાં આવી

➖ ઇ.સ.1962માં જાહેર ક્ષેત્રની પ્રથમ રિફાઇનરી ગુહાટીમાં સ્થાપવામાં આવી.

➖ ઇ.સ.1967માં કોચીન અને ચેન્નાઇમાં રિફાઇનરી સ્થાપવામાં આવી

➖ઇ.સ.1970માં હલ્દીયા (કોલકાતા) ખાતે રિફાઇનરી સ્થાપવામાં આવી.

➖ આ ઉપંરાત બરૌની(બિહાર) અને કોયલી (ગુજરાત) ખાતે રિફાઇનરી સ્થાપવામાં આવી છે.

➖ કોચીન,ચેન્નાઇ, હલ્દીયા અને મથુરાની રિફાઇનરીમાં મોટા ભાગે આયાતી તેલ શુદ્ધ થાય છે.

➖ ભારતમાં ખનીજ તેલ સંશોધન અને ઉત્પાદન માટે ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કમિશનની (O.N.G.C.) ની સ્થાપના કરવામાં આવી છે.

➖ ભરતમાં હાલ 18 રિફાઇનરી છે. તેની વાર્ષિક તેલ શુદ્ધ કરવાની ક્ષમતા 11.47 કરોડ ટન છે.