Monday, January 21, 2019

સ્કેનરનો શોધક: રૂડોલ્ફ હેલ

👉 તસવીરો અને દસ્તાવેેજોની નકલને ડિજીટલ સ્વરૂ૫ે કોમ્પ્યુટરમાં મૂકવા કે ફેકસમાં મોકલવા માટે સ્કેન કરવા પડે છે. સ્કેન એટલે કોઈપણ ચિત્રનું સંપૂર્ણ નિરક્ષણ કરવું. કોમ્પ્યુટરમાં સ્કેનર એ અગત્યનો હિસ્સો છે. તેમાં પ્રકાશના શેરડા દ્રારા ચિત્ર કે દસ્તાવેજની નકલને ડિજિટલ સ્વરૂ૫ે કરીને સાચવે છે.

👉 સ્કેનરની શોઘ રૂડોલ્ફ હેલ નામના જર્મન વિજ્ઞાનીએ કરેલી.

👉 રૂડોલ્ફ હેલનો જન્મ ઈ.સ ૧૯૦૧ના ડિસેમ્બરની ૧૯મી તારીખે જર્મનીના એગ્મૂલ શહેરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂર્ણ કરીને તે ઈલેક્ટૂિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા મ્યુનીક ગયો. ઈ.સ ૧૯૨૫માં તેણે ટીવીની કેથોડ રે ટ્યૂબની શોઘ કર્યા પછી તેણે ઈલેક્ટ્રોનિક ઈમેજિંગ ક્ષેત્રે ઘણાં સંશોઘનો કર્યા.

👉 ઈ.સ ૧૯૩૨મા તેણે ઈલેક્ટોકેમિકલ સ્કેન સિસ્ટમની શોઘ કરી. આ સાઘનને હેલ રેકોર્ડર કહેતાં, તેનો સમાચાર પત્રોમાં ખૂબ ઉપયોગ થયો. બીજા વિશ્વયુઘ્ઘમાં તેની ફેક્ટરી ૫ડી ભાંગી હતી ત્યારબાદ ૧૯૫૦માં તેણે ફેક્સ મશીનો બનાવ્યા.
ફેક્સ મશીન પોસ્ટ ઓફીસ, ૫ોલીસતંત્ર, હવામાન વિભાગ અને સૈન્યતંત્રમાં ભારે ઉપયોગી થયા. ત્યારબાદ તેણે રંગીન ચિત્રો સ્કેન કરવા હેલિયો કિલશોગ્રામ મશીન પણ બનાવ્યુું.

👉 હેલે કરેલી શોઘ બદલ તેને જર્મનીનો ગ્રાન્ડક્રેટસ ઓફ મેરિટ એનાયત થયેલો. તેણે શોઘેલો હેમ રેડિયો અાજે ૫ણ ઉ૫યોગી થાય છે.

👉 ૨૦૦૨ના માર્ચની ૧૧મી તારીખે તેનું અવસાન થયું હતું.