Monday, January 14, 2019

ISRO અને તેના અગત્યના સેટેલાઈટ

*👉🏿ISRO- Indian Space Research orgenaizeshan.*

*👉🏿ISRO ની સ્થાપના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ડો વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી.*

*👉🏿ISRO ની સ્થાપના ૧૯૬૨ મા INCOSPAR( Indian National Committee For Space Research) ના નામથી કરવામાં આવી હતી.*

*👉🏿૧૫ ઓગસ્ટ ૧૯૬૯ ના રોજ INCOSPAR નુ નામ બદલી ને ISRO કરવામાં આવ્યુ.*

*👉🏿ઇસરો દ્વારા તેનો ઓફિસિયલ લોગો ૨૦૦૨ ના રોજ અપનાવામા આવ્યો હતો.*

*📝ઇસરો નો મોટો :- સ્પેસ ટેક્નોલોજી ઇન ધ સવિૅસ ઓફ હ્યુમનકાઇન્ડ.*

*👉🏿૧૪ નવેમ્બર ૨૦૧૮ ના રોજ કોમ્યુનિકેશન GSAT-29 સેટેલાઈટ. GSLV MK-III D2 વ્હીકલ દ્વારા છોડવામાં આવ્યો હતો.*

*👉🏿GSAT-29 એ ભારત દ્વારા છોડવામાં આવેલ સૌથી વધુ વજન ધરાવતો સેટેલાઈટ છે જેનો વજન ૩૪૨૩ કિ.ગ્રા હતો.*

*👉🏿જેનો જીવનકાળ દસ વર્ષ નો છે.*

*👉🏿GSAT-29 એ ભારત નો ૩૩ મો કોમ્યુનિકેશન સેટેલાઈટ હતો.*

*👉🏿GSAT લોન્ચ કરવાનો સૌ પ્રથમ પ્રયાસ ૨૦૦૧ થી કરવામાં આવ્યો હતો જે પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.*
*👉🏿ભારત ના ઊતરના રાજ્યો સાથે સંચાર વધારવા GSAT-29 મદદરૂપ થશે.*
☄☄☄☄☄☄☄☄☄

  *🦋PSLV અને GSLV નોંધ 🦋*

*🚀 PSLV - The Pollar satellite Launch Vehicle.🚀*

*👉🏿PSLV વ્હીકલ નો મુખ્ય ઉપયોગ અથૅ ઓબ્ઝૅવેશન અને રિમોટ સેન્સિંગ સેટેલાઈટ છોડવા માટે કરવામાં આવે છે.*

*👉🏿૧૭૫૦ કિલોગ્રામ સુધીના સેટેલાઈટ ને ૬૨૦ કિલોમીટર સુધી લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવે છે.*

*👉🏿ચંદ્રયાન - ૧ જે ૨૦૦૮ મા અને મંગળયાન - ૨૦૧૩ મા (MOM) PSLV દ્વારા છોડવામાં આવ્યુ હતું.*

*🚀 GSLV- Geosynchronous Satellite Launch Vehicles.🚀*

*👉🏿મુખ્યત્વે કોમ્યુનિકેશન સેટેલાઈટ છોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.*

*👉🏿૪૦૦૦ થી ૮૦૦૦ કિલોગ્રામ સુધી ના સેટેલાઈટ ને ૩૫૭૮૬ કિલોમીટર સુધી લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવે છે.*

*👉🏿GSAT-9(South Asia Satellite) GSLV ની મદદથી છોડવામાં આવ્યો હતો આ ઉપરાંત તાજેતરમાં જ છોડવામાં આવેલ GAST-29 પણ GSLV મારફત મોકલવામાં આવ્યો હતો.*

*👉🏿ગગનયાન-૨૦૨૨ ને પણ GSLV દ્વારા જ લોન્ચ કરવામાં આવશે.*

*👉🏿ISRO એ ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતગૅત (DOS) કાયૅ કરે છે જેનુ સીંધુ જ રિપોટીંગ દેશના વડાપ્રધાન ને થાય છે.*

*👉🏿૧૯ એપ્રિલ ૧૯૭૫ મા ઇસરો દ્વારા ભારત નો પ્રથમ સેટેલાઈટ રશિયા ની મદદથી છોડવામાં આવ્યો હતો.*

*👉🏿ટુંક જ સમયમાં ઇસરો પોતાની એક ટેલિવિઝન ચેનલ શરૂ કરશે જે વિક્રમ સારાભાઈ ના જન્મ શતાબ્દી વર્ષ તરીકે શરૂ કરવામાં આવશે.*

*👉🏿ભારત દ્વારા પોતાની રીતે છોડાયેલ ઉપગ્રહ રોહિણી ૧૯૮૦ ના રોજ છોડવામાં આવ્યો હતો.*

*👇પુછાયેલ સવાલ -👇*

૧ - તાજેતરમાં જ ઇસરો દ્વારા છોડવામાં આવેલ ૩૦૦૦ કિલોગ્રામ થી વધુ વજન ધરાવતા સેટેલાઈટ ને ક્યા વ્હિકલ દ્વારા છોડવામાં આવ્યો હતો (GSSB SR CLEARK- 2017)
જવાબ 👉🏿GSAT-MK-3

૨ - ઇસરો દ્વારા તાજેતરમાં છોડાયેલ મંગળયાન પૃથ્વી પરથી ક્યારે લોન્ચ કરવામાં આવ્યુ હતું.(GSSB-Office Asst-2015)
જવાબ👉🏿 ૫ નવેમ્બર ૨૦૧૩

૩-ઇસરો દ્વારા તાજેતરમાં જ બનાવાયેલ એવા એન્જિન નુ નામ આપો જે હવા માથી ઓક્સિજન લઈ ને એમનો બળતણ તરીકે ઉપયોગ કરી શકે છે?
જવાબ👉🏿સ્ક્રેમજેટ

૪- ૧૫ ફેબુ્રઆરી ૨૦૧૭ ના રોજ ઈસરો દ્વારા કેટલા ઉપગ્રહો એકસાથે છોડી ને રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો?જવાબ👉🏿૧૦૪

૫- ઇસરો ના સંસાર ઉપગ્રહો ના પુરોગામી પ્રાયોગિક ઉપગ્રહ નુ નામ............ છે?
જવાબ👉🏿એપલ