Thursday, January 10, 2019

નવી દિલ્હીનો ઈન્ડિયા ગેટ

💡પ્રથમ વિશ્વ યુધ્ધ દરમિયાન યુરોપમાં શહિદ થયેલા સૌનિકોની યાદમાં બન્યું વોર મેમોરિયલ જે ઈન્ડિયા ગેટનાં નામે ઓળખાય છે.

🎯 ઈન્ડિયા ગેટ••• દિલ્હી
🎯 ગેટ વે ઓફ ઈન્ડિયા••• મુંબઈ

🎯 એક સમયે ઈન્ડિયા ગેટનું શરૂઆતનું નામ શું હતુ ?
👉🏿 ઓલ ઈન્ડિયા વોર મેમોરિયલ

🎯 ભારતમાં અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે ભારતનું લશ્કર ક્યાં નામે ઓળખાતુ ?
👉🏿 બ્રિટિશ ઈન્ડિયન આર્મી

🎯 અંગ્રેજોને કારણે બ્રિટિશ ઈન્ડિયન આર્મીએ ક્યા યુધ્ધમાં ભાગ લીધો હતો.
👉🏿 પ્રથમ વિશ્વ યુધ્ધ- ૧૯૧૪ થી ૧૯૧૮

🎯 પ્રથમ વિશ્વ યુધ્ધમાં બ્રિટિશ ઈન્ડિયન આર્મીના કેટલા સૈનિકો માર્યા ગયા હતા ?
👉🏿 ૭૦,૦૦૦

🎯 આ સૈનિકો મરી ગયા તેની યાદમાં ભારતમાં ક્યુ મેમેરિયલ બનાવવામાં આવ્યુ હતુ ?
👉🏿 ઈન્ડિયા ગેટ

🎯 આ યુધ્ધ સ્મારક પર કેટલા બ્રિટિશ ઈન્ડિયન આર્મીના સૈનિકોના નામ કોતરાવેલા છે.
👉🏿 ૧૩,૨૧૮

🎯 ૧૯૭૨ના બાંગલાદેશની આઝાદી માટે ભારતે પાકિસ્તાન સાથે ખેલેલા યુધ્ધ બાદ અહીં આરસપહાણની એક પ્લીથ પર ઊંધી મૂકેલી રાઈફલની ઉપર હેલ્મેટની એક કૃતિ પણ મુકવામાં આવી જે તે ક્યા નામે ઓળખાય છે ?
👉🏿 અમર જવાન જ્યોતિ

🎯 ભારતનું સૌથી મોટુ વોર મેમોરિયલ ક્યુ છે ?
👉🏿 ઈન્ડિયા ગેટ

🎯 ઈન્ડિયા ગેટ અને તેની કામગીરી ના ભાગે અંગ્રેજોના શાસન વખતે ડિસેમ્બર ૧૯૧૭ માં ક્યુ કમિશન અસ્તિત્વમાં આવ્યુ હતુ ?
👉🏿 ઈમ્પિરિયલ વોર ગ્રેવ્સ કમિશન

🎯 ઈન્ડિયા વોર મેમોરિયલ (ઈન્ડિયા ગેટ) ની આધારશીલા ક્યારે મૂકવામાં આવી હતી ?
👉🏿 ૧૦ ફેબ્રુઆરી, ૧૯૨૧

🎯 ઈન્ડિયા વોર મેમોરિયલ (ઈન્ડિયા ગેટ) નો શિલાન્યાસ કોના દ્રારા કરવામાં આવ્યો હતો ?
👉🏿 ડ્યૂફ ઓફ કોનોટ

🎯 આ પ્રસંગે બ્રિટનનાં રાજાએ પણ એક સંદેશો મોકલી આપ્યો હતો. યુધ્ધમાં ભાગ લેનાર વિવિધ સૈન્ય ટુકડીઓને ક્યો ખિતાબ આપવામાં આવ્યો હતો ?
👉🏿 રોયલ્સ

🎯 આ સ્મારકના શિલાન્યાસ અને ઉદ્ઘાટનની વચ્ચેના દસ વર્ષ દરમિયાન એક રેલવે લાઈનનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ રેલવે લાઈન યમુના નદીની નજીક લઈ જવામાં આવી હતી અને ક્યા વર્ષે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન શરૂ કરવામાં આવ્યુ હતુ ?
👉🏿 ૧૯૨૬

🎯 ઈન્ડિયા ગેટ વોર સ્મારકની ડિઝાઈન અને નવી દિલ્હીના પણ મુખ્ય સ્થપતિ કોણ હતા ?
👉🏿 એડવિન લ્યૂટન

🎯 ઓલ ઈન્ડિયા વોર મેમોરિયલ (ઈન્ડિયા ગેટ) ની ઊંચાઈ કેટલી છે ?
👉🏿 ૧૩૮ ફૂટ (૪૨.૦૬૨૪ મીટર)

🎯 ઈન્ડિયા ગેટ બનાવવામાં કઈ જગ્યાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
👉🏿 ભરતપુનાં

🎯 બાંગ્લાદેશને આઝાદી અપાવતી વખતે જે ભારતીય જવાનો શહિદ થયા તેમની યાદમાં અહીં બનેલી ‘અમર જવાન જ્યોતિ’ નું ઉદ્ઘાટન ૨૬ જાન્યઆરી, ૧૯૭૨ નાં રોજ કોના દ્રાર કરવામાં આવ્યુ હતુ ?
👉🏿 વડા પ્રધાન ઈન્દિરા ગાંધી.