💥ખીરસરા🎯
🎯કચ્છના નખત્રાણા તાલુકાના નેત્રા (માતાજીના) થી ચાર કિલોમીટરના અંતરે સ્થિત ખીરસરાની સીમમાં આ વસાહત છે.
🎯ધોળાવીરા અને કુરન પછી કચ્છની સૌથી મોટી હડપ્પીય વસાહત શોધી શકાઈ છે.
🎯ખીરસરાની ભૂમિમાં હડપ્પીય નગર હોવાના અણસાર તો છેક ૭૦ના દાયકામાં જ આવી ગયા હતા. આ પછી છેક ૨૦૧૦ ડિસેમ્બર માસથી ભારત સરકારના પુરાતત્વીય સર્વેક્ષણ વિભાગે ઉત્પનનકાર્યનો આરંભ કર્યો.
🎯અહીં ઘરબાયેલું નગર પણ ધોળાવીરાની માફક જ ત્રણ સ્તરનું છે. જેમાં ઉપલા સ્તરમાં શ્રીમંત વર્ગ, મધ્ય ભાગમાં મધ્યમ વર્ગ અને છેલ્લે શ્રમિક વર્ગ નિવાસ કરતો હશે એવું અનુમાન છે.
🎯અહીં મળી આવેલા નગરના અવશેષોમાં આયોજનબધ્ધ રીતે ચણાયેલી મકાનની દીવાલો પીળા રંગના પથ્થરની છે. સાતથી આઠ ફૂટની હારબંધ દીવાલો સુધીનું કરાયેલું ઉખનનકાર્ય જોતાં જ પ્રથમ નજરે જ ભવ્ય સંસ્કૃતિનો અહેસાસ જોનારને થાય છે.
🎯ઉત્પનન દરમિયાન વિવિધ આભૂષણો અને તેમાં ઉપયોગમાં લેવાતા મોતી મોટી સંખ્યામાં મળી આવ્યા છે.
🎯અહીંથી મળી આવેલા અનેક અમિઓને પુનાની લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જેના પૃથક્કરણ પછી એ સમયે કેવા પ્રાણીઓ અહીં વિચરતા હતા તેની પણ જાણકારી મળી શક્શ.
🎯અહીં આવતા સંશોધકો, વિદ્યાર્થીઓ તથા પુરાતત્વરસિકો માટે અન્ય વસાહતોની માફક અહીં પણ પોટરીયાર્ડ તૈયાર કરાયો છે જે હંગામી સંગ્રહાલયની ગરજ સારે છે. આ સ્થળેથી મળેલા અશ્મિઓ, મોતીઓ, નાની મોટી સાઈઝના શંખ અને છીપલા પણ અહીં પ્રદર્શિત છે. શંખમાંથી બનતી અવનવી બંગડીઓ, ધાતુના આભૂષણોના નમૂનાઓ વગેરે પણ આ પોટરીયાર્ડનું આકર્ષણ છે.
🎯અહીંની મકાન બાંધણી, ઓરડાના માળખાં, તત્કાલિન ગઢના ચાર ખૂણાઓ પણ ઉખનનમાં મળી આવ્યા છે.
🎯અહીંથી ગોળ પીલર અને બેઝ પણ મળી આવ્યા છે.
🎯વધુ ઉત્પનન પછી અહીની આયોજનબદ્ધ નગર રચના અને તત્કાલીન લોકજીવનની વધુ જાણકારી મળવાની પણ સંભાવના છે.
🎯કચ્છના રણકાંધીના પ્રખ્યાત કાળા ડુંગરની ગોદમાં આવેલ કુરન ગામની સીમમાં ‘શહીદોના ગઢ' તરીકે જાણીતા વિસ્તારમાં સરસ્વતીની શોધ માટે આરંભિક ઉખનન દરમિયાન જ આ સ્થળમાં રહેલા હડપ્પીય સભ્યતાના અનેક પ્રમાણો મળવાનું શરૂ થયું.
🎯આ સ્થળની મુલાકાત પછી જોવા અને જાણવા મળતી વિગતો મુજબ ધોળાવીરા ખાતેથી હજુ જે પ્રાપ્ત થયેલ નથી એવા અવશેષો અહીંથી મળી આવ્યા છે.
🎯ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની વડોદરા કચેરીના અધિક્ષકની આગેવાની હેઠળ કુરન ખાતે ૬ જાન્યુઆરી-૨૦૦૪થી અથાગ મહેનત દ્વારા આપણી વિલુપ્ત પ્રાચીન ધરોહરને ઉજાગર કરવા પ્રયાસોનો આરંભ કરાયો હતો.
🎯અહીંથી માટીના પાત્રો, ઘરેણાં, માટીના અવશેષો, વાસણો, ગટરની પાકી નહેર અને ત્રણ પ્રકારના કિલ્લાઓથી રક્ષિત વસાહતો મળી આવે છે.
🎯૪૧૦-૩૫૦ મીટરના વિસ્તારમાં આઉટર ફોર્ટીફિકેશન વોલ (કિલ્લેબંધ) વિસ્તારમાં પથરાયેલ આ સ્થળના ૨૨૫-૨૨૦ મીટરના વિસ્તારમાં રાજભવન ઉપરાંત લોઅર ટાઉન આવેલ છે. .
🎯આ અગાઉ શોધાયેલ સિંધ, બલુચિસ્તાનની સિંધુ સંસ્કૃતિનાં સ્થળો તથા ધોળાવીરા, સુરકોટડા વગેરે હડપ્પીય નગરોના રાજભવનમાં કબ્રસ્તાન જોવા મળ્યું નથી. જ્યારે નવ સંશોધિત કરન વિસ્તારમાં જોવા મળ્યું છે કે મોટી ઉંમરની વ્યક્તિને રાજભવનની નજીક દફનાવવામાં આવી છે.
🎯કુરાનના રાજભવન પાસે મળી આવેલ કબ્રસ્તાનમાં એક કબરના ઉત્પનન દરમિયાન એક નવીનતા જોવા મળી છે કે અહીં એ સમયે મૃતદેહને બે વાર દફનાવવામાં આવતો હશે. એ સમયે મૃતદેહના અમુક અંગોનો પ્રથમ વખત નિકાલ કર્યા પછી અન્ય અંગોને વ્યવસ્થિત ચેમ્બર બનાવી તેમાં દફનાવાયા હોય તેવું અહીં જોવા મળે છે.
🎯અહીંથી મળી આવેલા મૃતદેહ બેઠેલી હાલતમાં છે. તે સ્ત્રી છે કે પુરુષ તેનું સંશોધન હજી બાકી છે.
સંશોધન દરમિયાન વધુ એક નવીનતા એ પણ જોવા મળી છે કે કાળા ડુંગરમાંથી એક વહેણ બહાર નીકળી કિલ્લાને સમાંતર વહી પૂર્વ તરફના ભાગને અડકે છે. આ વહેણની પૂર્વ તરફ વસાહત હોવાના સઘડ મળે છે. જ્યારે પશ્ચિમ બાજુ સ્મશાનના નિશાનો મળે છે. જે સૂચવે છે કે અહીંના નગરજનો પોતાના નિવાસસ્થાનથી દૂર મૃતદેહના અંતિમસંસ્કાર કરતા હશે.