Saturday, March 2, 2019

સાહિત્ય સવાલ

▪અખો કાશીના મણિકર્ણીકાના ઘાટ પર બેસી કોનું પ્રવચન સાંભળતો❓
*✔બ્રહ્માનંદ સ્વામી*

▪અખાનું ઈ.સ. 1645નું 'પંચીકરણ' એ ચારચરણી કેટલા કડીની પ્રારંભિક રચના છે❓
*✔102*

▪અખાની 'અખેગીતા'ની રચના ક્યારે થઈ હતી❓
*✔ઇ.સ.1649*

▪અખો કોની ટંકશાળામાં અધ્યક્ષ બન્યો હતો❓
*✔જહાંગીર*

▪અખાએ કોની પાસેથી દીક્ષા લીધી હતી❓
*✔ગોકુલનાથજી*

▪"ભાલણથી દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્યમાં,સમૃદ્ધિમાં,સર્જકતામાં અને વાસ્તવિકતામાં શ્રેષ્ઠ તો વડોદરાવાસી પ્રેમાનંદ જ છે" આવું પ્રેમાનંદ માટે કોને કહ્યું હતું❓
*✔કનૈયાલાલ મુનશી*

▪પ્રેમાનંદની પહેલામાં પહેલી કૃતિ કઈ છે❓
*✔મદાલસા આખ્યાન (ઈ.સ.1672)*

▪પ્રેમાનંદની છેલ્લામાં છેલ્લી કૃતિ કઈ છે❓
*✔નળાખ્યાન (ઈ.સ.1686)*

▪પ્રેમાનંદની પહેલી કાવ્યરચના તરીકે કયા કાવ્યનો ઉલ્લેખ થાય છે❓
*✔સ્વર્ગની નિસરણી*

▪પ્રેમાનંદની કઈ કાવ્યપ્રવૃત્તિ  તેમના અવસાનના કારણે અધુરી મુકાઈ હશે એમ માનવામાં આવે છે❓
*✔દશમસ્કંધ*

▪પ્રેમાનંદ વડોદરામાં કયા મહોલ્લામાં રહેતા હતા❓
*✔વાડી મહોલ્લામાં*

▪પ્રેમાનંદના પિતાનું નામ❓
*✔કૃષ્ણારામ*

▪પ્રેમાનંદ કઈ જ્ઞાતિના બ્રાહ્મણ હતા❓
*✔ચોવીસા બ્રાહ્મણ*

▪પ્રેમાનંદનો વ્યવસાય શુ હતો❓
*✔માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ*

▪પ્રેમાનંદ પોતાને કયા નામે ઓળખાવતો હતો❓
*✔ભટ્ટ*

▪નંદરબાર પ્રવાસમાં પ્રેમાનંદને કોનો આશ્રય મળ્યો હતો❓
*✔દેસાઈ શંકરદાસ*

▪પ્રેમાનંદના દાદાનું નામ શું હતું❓
*✔જયદેવ*

▪શામળની 'સિંહાસનબત્રીસી'ની પંદર વાર્તાઓની નકલ કોને કરી હતી❓
*✔ગુમાન બારોટ*

▪શામળના કયા આશ્રયદાતાએ ઈ.સ.1739-40માં કૂવો બંધાવ્યો હતો❓
*✔રખીદાસે*

▪શામળ કયા જ્ઞાતિના બ્રાહ્મણ હતા❓
*✔શ્રીગોડ*

▪શામળના પિતાનું નામ શું હતું❓
*✔વિરેશ્વર*

▪શામળની માતાનું નામ શું હતું❓
*✔આનંદીબાઈ*

▪શામળના પુત્રનું નામ❓
*✔પુરુષોત્તમ*

▪શામળના ગુરુનું નામ❓
*✔નાના ભટ્ટ*

▪દયારામનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ચાણોદ (ચંડીપુર)(1777માં)*

▪દયારામને 'શ્રીકૃષ્ણ શરણમ્ મમ'નો મંત્ર કોણે આપ્યો હતો❓
*✔ઇચ્છરામ ભટ્ટ*

▪દયારામના વેવિશાળ નાગરકન્યા સાથે થયા હતા પણ લગ્ન પૂર્વે જ તેમનું અવસાન થયું હતું તેમનું નામ શું હતું❓
*✔ગંગા*