Thursday, March 28, 2019

ચંદ્રકાંત બક્ષી

👆🏿 *ચંદ્રકાંત કેશવલાલ બક્ષી* 👆🏿

➖આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતાં લેખક હતા

➖ચંદ્રકાંત બક્ષીનો જન્મ *પાલનપુર* ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો

➖તેમના ચાહકોમાં તેઓ *બક્ષી* અથવા *બક્ષીબાબુ* ના નામથી જાણીતા હતા

➖તેમણે ઐતહાસિક નવલકથાઓ *અતીતવન અને અયનવૃત* લખી છે

➖તેમની આત્મકથા *બક્ષીનામા* ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. આ આત્મકથાના કેટલાંક પ્રકરણો તેઓ તેમનાં દુશ્મનના મૃતદેહમાં પેશાબ કરતા હોવાની કલ્પના કારણે પ્રગટ નહોતી  કરવામાં આવી.

➖૧૯૬૮માં *પેરિલિસિસ* નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમને અસ્વીકાર કર્યો હતો.

➖૧૯૮૪માં *મહાજાતિ ગુજરાતી* માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમને પાછું આપી દીધું હતું.

➖ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા *કુત્તી* પર અશ્લિલ લખાણ માટે કેસ કરેલો. તેમણે આ માટે સરકાર વિરુધ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધાં આરોપો પાછાં ખેંચી લીધેલા.

➖તેમની પ્રથમ વાર્તા *મકાનનાં ભૂત* કુમાર માસિક માં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી.