Saturday, March 2, 2019

નેશનલ વોર મેમોરિયલ

➡️ ઉદ્ધાટન :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા.

➡️ સ્થળ :- ઇન્ડિયા ગેટ પાસે(૪૦ એકર જમીનમાં), રાજધાની દિલ્હીમાં.

📌 ખાસ :- દેશનું પ્રથમ રાષ્ટ્રીય શહીદ સ્મારક.

📌  રાષ્ટ્રીય વોર મેમોરિયલના ચીફ આર્કિટેક્ટ આર. યોગેશ ચંદ્રહસન છે.

📌 દેશની રક્ષા માટે પોતાની જિંદગી આપનાર વીર શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું.

📌 દેશ માટે કુરબાન થયેલ 25,924 થી વધારે શહીદોના નામ રાષ્ટ્રીય શહીદ સ્મારકની ઈંટોમાં કોતરાયેલ હશે.

📌 મેમોરિયલની મધ્યમાં ૧૫ મીટર ઊંચો સ્મારક સ્થંભ હશે જેમાં ભીત ચિત્ર, ગ્રાફિક પેનલ, શહીદોના નામ અને 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિઓ બનાવાઈ છે.

📌 સ્મારક ચાર ચક્રો પર કેન્દ્રિત છે જેમાં અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર. તેમાં ભૂમિ દળ, હવાઈ દળ અને નૌકાદળના જવાનોને શ્રધાંજલિ અપાઈ છે.

📌 નેશનલ વોર મેમોરિયલ બનાવની સૌ પ્રથમ દરખાસ્ત 1960માં મુકવામાં આવી હતી.

📌 નેશનલ વોર મેમોરિયલની બાજુમાં નેશનલ વોર મ્યુઝીયમ પણ બનશે.

📌 આ પહેલા નેશનલ વોર મેમોરિયલનું ઉદ્ધાટન 15મી ઓગસ્ટ 2018 માં કરવાનું હતું પણ તે સમયે તેમાં કાર્ય પૂરું નહિ થવાથી અટકી ગયું હતું..