Tuesday, March 5, 2019

જનરલ સવાલ

1. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે?
જવાબ-> 4 માર્ચ થી 10 માર્ચ સુધી (આખું અઠવાડિયું)

2. શા માટે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવાય છે?
જવાબ-> લોકોમાં સલામતી જાગરુકતા વધારવા માટે આ દિવસ ઊજવવામાં આવે છે

3. નવાનગર ની સ્થાપના કોણે કરી હતી?
જવાબ-> જામ રાવલ

4. જામનગર નું જૂનું નામ શું હતું?
જવાબ-> નવાનગર

5. સૌરાષ્ટ્ર નું પેરિસ તરીકે ક્યો જિલ્લો પ્રખ્યાત છે?
જવાબ-> જામનગર

6. છોટે કાશી અને કાઠિયાવાડ નું રત્ન કોણે કહેવામા આવે છે?
જવાબ-> જામનગર ને

7. પીરોટન ટાપુ પાસેથી મોટી આપતી કયી માછલી જામનગર માં મળી આવેલ છે?
જવાબ-> પર્લફિશ

8. કુંભમેળો 2022 માં ક્યાં આયોજિત થવાનું છે?
જવાબ-> હરિદ્વાર માં

9. “ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર “ કોણે આપવામાં આવશે?
જવાબ-> વિંગ કમાન્ડર અભિનંદન ને

10. “ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર “ મેળવનાર અભિનંદન કેટલામાં વ્યક્તિ છે?
જવાબ-> પ્રથમ વ્યક્તિ

11. મિસાઇલ સિસ્ટમ એવાર્ડ 2019 કોણે આપવામાં આવ્યું?
જવાબ-> જી. સતીશ રેડ્ડી ને

12. હાલમાં DRDO ના ચેરમેન કોણ છે?
જવાબ-> જી. સતીશ રેડ્ડી

13. DRDO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
    જવાબ-> નવી દિલ્લી

14. DRDO નું પૂરું નામ શું છે?
જવાબ-> Defense Research and Development Organization 

15. DRDO નું MOTTO શું છે?
જવાબ-> बलस्य मूलं विज्ञानम्

16. હાલમાં ક્યાં રાજ્યમાં રમતગમત કેન્દ્ર સ્થાપવામાં આવશે?
જવાબ-> મધ્યપ્રદેશ ના ગ્વાલિયર માં

17. બજરંગ પુનિયા ક્યાં રમત સાથ સંકળાયેલા છે?
જવાબ-> કુસ્તી ની સ્પર્ધા સાથે

18. 100 ખિતાબ જીતનાર રોજર ફેડરર કેટલામો ટેનિસ પ્લેયર થયી ગયું છે?
જવાબ-> બીજો