Thursday, March 28, 2019

ધાર્મિક બાબતો

◆ઋગ્વેદ માં સિંધુ નદી નો ઉલ્લેખ સૌથી વધુ વાર જોવા મળે છે પરંતુ પવિત્ર નદી તરીખે સરસ્વતી ને માનતા હતા.

◆આર્યો નું પ્રિય પશુ ઘોડો તથા પ્રિય દેવતા ઇન્દ્ર હતા

◆વિશ્વામિત્ર રચિત ગાયત્રી મંત્ર એ ઋગ્વેદ ના ત્રીજા મંડળ માં છે

◆જૈન સંપ્રદાય ના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને બાવીસમાં તીર્થંકર નેમિનાથ જે શ્રી કૃષ્ણ ના સબંધી પણ કહેવાય છે તેમનો ઉલ્લેખ ઋગ્વેદ માં મળે છે

◆ચંમ્પા ના રાજા દધીવાહન ની પુત્રી ચંદના મહાવીર સ્વામી ની પ્રથમ ભિક્ષુક હતી.

◆ભગવાન બુદ્ધ ના ઘોડા નું નામ "કંઠક" અને સારથી નું નામ "છન્ન" હતું

◆લિંગપૂજા અને ભગવાન વિષ્ણુ ના દસાવતાર ના  સૌ પ્રથમ ઉલ્લેખ મત્સ્ય પુરાણ માં જોવા મળે છે.

◆ભગવાન શ્રી કૃષ્ણ નો ઉલ્લેખ સૌ પ્રથમ
"છાંદોગ્ય ઉપનિષદ" માં જોવા મળે છે.

◆ મહમદ પેયગંબર સાહેબ ને "હીરા" નામની ગુફા માંથી જ્ઞાન પ્રાપ્તિ થઈ.