Tuesday, April 2, 2019

કૃષ્ણકુમારસિંહ ગોહીલ

🍃જન્મની વિગત
૧૯ મે , ૧૯૧૨
ભાવનગર , ગુજરાત

*💐મૃત્યુની વિગત*
૨ એપ્રિલ , ૧૯૬૫
ભાવનગર , ગુજરાત

🎯રહેઠાણ નિલમબાગ પેલેસ , ભાવનગર

⛳ભાવનગર રાજ્યના છેલ્લા રાજવીકૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે , ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા.

⛳🏹સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય કૃષ્ણકુમારસિંહજી એ આપ્યું હતું.(💥💥રજવાડા અર્પણ કર્યા હતા દેશની અખંડિતતા માટે, કોઈ એ છીનવી નહોતુ લીધું, અને એ સમયે પણ કોઈ આલ્યા માલ્યાની એટલી તાકાત પણ ન હતી કે પ્રજાવત્સલ રાજવીઓ પાસે થી છીનવી શકે)

⛳ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા

🖌ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા.

✏પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા.
✏છતાં તેઓ હંમેશા "ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.

💎ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું.ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો જે આજે જાહેર જીવનમાં જોવા મળતો નથી.

📌📌 એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા.

🖍ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.

📍📍ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે.

📝✏ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

🎉🐄🐄🐄🐄બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને'ભાવનગર’ નામે વસાહત :

💥☄👉બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું 'ભાવનગર’નામે એક વસાહત,કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા.