Wednesday, April 3, 2019

જોડણીભેદે અર્થભેદ

▪️અફર➖અચલ,નિશ્ચલ
અફળ➖નિષ્ફળ

▪️અભિનય➖અદાકારી
અભિનવ➖તદ્દન નવું

▪️અસ્ત્ર➖ફેકવાનું હથિયાર
શસ્ત્ર➖હાથથી લડવાનું હથિયાર

▪️આકરું➖કઠણ
આકળું➖ઝટ ગુસ્સે થનાર

▪️આર➖કાંજી
આળ➖આરોપ

▪️ઇનામ➖બક્ષિસ
ઇમાન➖પ્રામાણિકતા

▪️ઉપહાર➖ભેટ
ઉપાહાર➖નાસ્તો

▪️કમર➖કેડ
કમળ➖એક ફૂલ

▪️અપેક્ષા➖ઈચ્છા,આશા
ઉપેક્ષા➖તિરસ્કાર,અવગણના

▪️અબજ➖સો કરોડ દર્શાવતી સંખ્યા
અજબ➖આશ્ચર્યકારક

▪️અલિ➖ભમરો
અલી➖સખીને સંબોધન

▪️અંશ➖ભાગ
ઔન્સ➖વજનનું એક માપ

▪️આરસ➖સંગેમરમર
આળસ➖સુસ્તી

▪️ઉદર➖પેટ
ઉંદર➖એક પ્રાણી

▪️ઊંછરવું➖મોટા થવું
ઊછળવું➖કૂદવું

▪️કડું➖હાથનું ઘરેણું
કડુ➖એક પ્રકરની કડવી ઔષધિ

▪️કૂચી➖મહોલ્લો
કૂંચી➖ચાવી

▪️કેશ➖વાળ
કેસ➖મુકદ્દમો

▪️ખાધ➖ખોટ
ખાદ્ય➖ખવાય એવું

▪️કોશ➖ભંડાર
કોસ➖ગાઉ-દોઢ માઈલ

▪️ગુણ➖મૂળ લક્ષણ,કાયદો
ગૂણ➖થેલો (ચાર મણ)