Sunday, April 21, 2019

વિશ્વ પૃથ્વી દિવસ

22 એપ્રિલ

*પર્યાવરણીય વિનાશની સમસ્યાઓ વધતી જાય છે અને પર્યાવરણ સુરક્ષા પ્રાપ્ત કરવા માટે તેની જરૂરિયાતો  વિશે લોકોમાં જાગરૂકતા લાવવાં માટે દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા દૈનિક જીવનમાં નાના નાના પગલાઓ લેવાં માટે લોકોને પ્રોત્સાહન આપવું અને પૃથ્વીને રહેવા માટે સારી જગ્યા બનાવવાનો છે.*

*ઔધોગીકરણની વૃદ્ધિના કારણે,પુષ્કળ પ્રમાણમાં વનોની જગ્યાઓનું સ્થાન લીધું છે જેના લીધે પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ થઈ છે.પર્યાવરણ પ્રદુષણની સમસ્યાઓના કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ અને સ્વાસ્થ્યની સમસ્યાઓમાં અનેક ગણો વધારો થયો છે.સારા નાગરિકો તરીકે,સંસાધનોનું સંરક્ષણ અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે નાના પગલાઓ ઉઠાવવાની આપણી જવાબદારી છે.*

*👉 વર્ષ 2018 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ - 'End Plastic Pollution'.*