Tuesday, April 2, 2019

સહજાનંદ સ્વામી

🌅સ્વામિનારાયણ સંપ્રદાયનાસ્થાપક હતા.

🌅આ પંથમાં શ્રી સ્વામિનારાયણને નર-નારાયણના અવતાર ગણવામાં આવે છે.

🌅તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું

🌅અને તેમનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧ માં ૨જી એપ્રિલે  થયો હતો.

🌅૧૭૯૨માં તેમણે ભારતભ્રમણ શરુ કર્યું અને રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા.

🌅રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા.

🌅તેમના અનુયાયીઓ તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા અને આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.