Tuesday, April 30, 2019

સંગીત ના વાદ્યો

🎹 વાદ્યના ચાર પ્રકાર આ પ્રમાણે છે
(૧) તંતુ
(૨) વિતત
(૩) સુષીર અને
(૪) ઘન

🎹આ ચાર પ્રકારમાં તમામ વાદ્યોનો સમાવેશ થઈ જાય છે.

🎹તંતુવાદ્ય એટલે તારવાળાં વાદ્યો
✨તંબૂરો, વીણા, સારંગી, દિલરુબા, સરોદ, સિતાર વગેરે તંતુવાદ્ય છે.

🎹તંબૂરો અથવા તાનપૂરા એ જૂનું કંઠસંગીત માટે ઘણું‌ ઉપયોગી વાદ્ય ગણાય છે. તેનાં ગુંજારવથી ગાનારનું સંગીત પ્રભાવશાળી બને છે.

🎹તેથી શાસ્ત્રીય સંગીત માટે તંબૂરો સર્વોચ્ચ ગણાય છે.

🎹વિતત એટલે ચામડાથી મઢેલાં વાદ્યો
✨મૃદંગ, ઢોલ, તબલાં, ખંજરી, નગારાં વગેરેનો તેમાં સમાવેશ થાય છે.

🎹સુષીરવાદ્ય એટલે ફૂંકથી વગાડી શકાય તેવાં વાદ્યો
✨વાંસળી, શંખ, પાવા, રણશિંગું, તૂરી, ભેરી વગેરે સુષીરવાદ્યો છે.

🎹તે શંખ અધિક પ્રાચીન ગણાય છે. તેમજ વાંસળી અને મુરલી પણ તેટલીજ પ્રાચીન અને પ્રશંસા પામેલી છે.

🎹ઘનવાદ્ય એટલે કાંસું તથા ધાતુની બનાવટનાં વાદ્યો
✨ તેમાં મંજીરાં, કરતાલ, ઝાંઝ, ઘંટ વગેરેનો સમાવેશ થાય છે. તેથી ગીતનું માધુર્ય વધે છે.