Monday, April 29, 2019

રણછોડલાલ છોટાલાલ

🎯 *ગુજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ અને દેશના પ્રથમ મેયર રણછોડલાલ છોટાલાલ*

💁🏻‍♂ જન્મ:➖ *ડાકોર*

🎯રણછોડલાલ છોટાલાલ (ઓગત્રીસમી એપ્રિલ, ૧૮૨૩–છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮) એ એક ગુજરાતી ઉદ્યોગપતિ હતા. પશ્ચિમ ભારતમાં આવેલા અગત્યના શહેર અમદાવાદ  ખાતે ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં સૌથી પ્રથમ કાપડની મિલને સફળતાપૂર્વક ચાલુ કરી હતી, જેથી એમને *અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક ગણવામાં આવે છે*

🎯તેમને અંગ્રેજ સરકારે 🤴🏻"રાવબહાદુર"🤴🏻નો ખિતાબ આપ્યો હતો.

આજીવન કર્મઠ ઉદ્યોગપતિ, કુશળ વહીવટદાર, સેવાપરાયણ, દાનવીર એવા રણછોડલાલે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેઓએ માતબર રકમ દાનરૂપે ફાળવી હતી. તેમણે શિક્ષણ લીધા પછી કસ્ટમ ખાતામાં, રેવાકાંઠાના દફતરદાર તરીકે નોકરી કરી હતી. ત્યારપછી
*ઈ. સ. ૧૮૫૯ના વર્ષમાં એમણે "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"ની સ્થાપના કરી હતી, અને આ કંપનીએ ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં ત્રીસમી મેના  દિવસે પોતાની મિલ ચાલુ કરી હતી.*

🎯 અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ
શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.