Wednesday, April 10, 2019

સરદારસિંહ રાણા

💁‍♂સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં કંથારીયા ગામ, લીંબડી, સુરેન્દ્રનગરમાં થયો હતો.

💁‍♂રાણાજી મહાત્મા ગાંધીનાં સહાધ્યાયી હતા. પૂના ની ફર્ગ્યુસન કોલેજમાં લોકમાન્ય તિલક અને સુરેન્દ્રનાથ બેનરજીનાં સંપર્કમાં આવતા આઝાદી ચળવળમાં પ્રવેશ્યાં.

💁‍♂1900 માં લંડનમાં બાર-એટ-લો ના અભ્યાસ દરમિયાન શાયમજી કૃષ્ણ વર્માનાં સંપર્કમાં આવ્યા. વર્માજી ભારતની બહાર રહી આઝાદી ચળવળ ચલાવતા. રાણાજી વર્માજી અને મેડમ ભીખાયઇજી કામા એ મળીને લંડન માં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી.

💁‍♂1907 માં લંડન માં આંતરરાષ્ટ્રીય સોશાલિષ્ટ પરિષદના પ્રથમ અધિવેશનમાં રાણાજી એ મેડમ ભીખાયઇજી કામા સાથે હિન્દુસ્તાન નો પ્રથમ ત્રિરંગો ધ્વજ ફરકાવેલો. ( આ ત્રિરંગો આજે પણ રાજુભાઇ રાણા સાહેબે સાચવી રાખેલો છે.)

💁‍♂ભારતમાં બ્રિટિશ સરકાર પર જે જે  બૉમ્બ ધડાકા થતા તેમનાં તાર રાણાજી સુધી જોડાયેલા હતા. મદનલાલ ઢીંગરા એ કર્નલ વાયલીને જે બંદુક થી મારેલો એ બંદુક પણ રાણાજીની હતી.

💁‍♂આઝાદીની ચળવળ સાથે રાણાજી એ શિક્ષણ ક્ષેત્રમાં પણ અતુલ્ય યોગદાન આપેલું હતું. સાવરકરજી સહીત કેટલાય યુવાનો એ રાણાજીની સ્કોલરશીપથી અભ્યાસ કરેલો હતો.
રાણાજી એ એક લાખ પુસ્તકોથી ભરેલી પોતાની અંગત લાઈબ્રેરી પેરિસ ની સબીન યુનિવર્સિટી ને દાનમાં આપી દીધેલી.

💁‍♂બનારસ હિન્દૂ યુનિવર્સિટીની સ્થાપના માટે રાણાજીએ 28 લાખ જેટલી મોટી રકમ મદન મોહન માલવીયાજી ને એકઠી કરીને આપી જેમાં 5 લાખ રૂપિયાનું યોગદાન રાણાજીનું જ હતું.

💁‍♂શાંતિનિકેતનની સ્થાપનામાં પણ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને સહયોગ આપેલો.

💁‍♂આઝાદ ભારતની પ્રથમ સંસદનાં 60 જેટલાં સાંસદો તો એવા હતા કે એમને રાણાજીની સ્કોલરશીપ થી અભ્યાસ કર્યો હતો.

💁‍♂25 મે 1957માં રાણાજી નું મૃત્યુ થયું હતું.