Thursday, April 25, 2019

વિશ્વ મલેરિયા દિવસ

👉 વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ (World Malaria Day) તરીકે મનાવવામાં આવે છે. તા.૨૫ એપ્રિલ ૨૦૦૦ના રોજ ૪૪ આફ્રીકન દેશોના વડાઓએ મેલેરીયાની નાબુદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. તેની યાદમાં દર વર્ષે ૨૫ એપ્રિલે આફ્રીકન મલેરીયા દિવસ તરીકે ૨૦૦૧ થી મનાવવાનું શરૃ કરાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરિયા દિનની ઉજવણી પ્રતિવર્ષ ૨૫ એપ્રિલ ૨૦૦૫થી કરવામાં આવે છે.

👉 વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૩માં આશરે ૨૦ કરોડ લોકો મેલેરિયાનો શિકાર બન્યા હતા. આશરે ૫,૮૪,૦૦૦ લોકો મરણ પામ્યા હતા. એમાં લગભગ ૮૩ ટકા બાળકો હતાં, જેઓની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. આ બીમારીના લીધે ૧૦૦ કરતાં વધારે દેશો પર ખતરો તોળાઈ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આશરે ૩.૨ અબજ લોકોનો જીવ જોખમમાં છે.