Friday, April 12, 2019

ચૂંટણીમાં વપરાતી અવિલોપ્ય શાહીની અજાણી વાતો

🔜અંગ્રેજીમાં indelible ink કહેવાતી આવી શાહી આપણે ત્યાં મૈસુર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ કંપની બનાવે છે; જેમની માલિકી કર્ણાટક સરકારની છે.

🔜શાહીની ખાસ ફોર્મુલા દિલ્હી ખાતે આવેલ નેશનલ ફિઝીકલ લેબોરેટરીએ તૈયાર કરી છે.

🔜ફોર્મ્યુલા ખાનગી છે, આમ છતાંય તેમાં વપરાતો મુખ્ય એટલે કે 23% પદાર્થ સિલ્વર નાઈટ્રેટ હોવાનું જાણીતું છે.

🔜1937માં સ્થપાયેલી કંપનીનો મૂળ ધંધો તો પેઈન્ટ અને વાર્નિશ બનાવવાનો છે પણ ચૂંટણી વખતે તેના કારીગરો પૈકી લગભગ 80 જણાને અવિલોપ્ય શાહી બનાવવાના કામે લગાડી દેવાય છે.

🔜મતદાન કેન્દ્રો માટે તેઓ 5.5 મિલીલીટરની અને 7.5 મિલીલીટરની કુલ 17 લાખ નાની શીશીઓ તૈયાર કરે છે.

🔜સૌથી વધુ ખપત આંદામાન નિકોબારના પોર્ટ બ્લેરમાં થાય છે.

🔜સિલ્વર નાઈટ્રેટ જરા મોંઘો પદાર્થ છે. માટે કેટલાક વર્ષ પહેલા લેબોરેટરીએ એવી ફોર્મ્યુલા તૈયાર કરી કે જેના મુજબ 23% ને બદલે 13% સિલ્વર નાઈટ્રેટ વાપરવામાં આવે તો પણ મતદારની આંગળી પર લગાવેલ શાહીનું ટપકું દિવસો સુધી નાબુદ થતું નથી.

🔜આ શાહીનો ડાઘ લાંબો સમય ન ભુસવાનું કારણ એ કે શાહી ચામડીની તેમજ નખની માત્ર સપાટી પર રહેતી નથી. કેટલીક શાહી નીચલા થરમાં પણ પોચી જાય છે.

🔜સાબુનું ફીણ ત્યાં સુધી પહોંચી શકતું નથી. તેથી ઓછામાં ઓછા 20 દિવસ સુધી શાહીનો ડાઘ જળવાય છે.

🔜દિવસો વિતતા જાય અને મરેલી ચામડીની સુક્ષ્મ ફોતરીઓ ખરતી જાય તેમ શાહી પણ તેમના ભેગી ખર્યા કરે છે.

🔜શાહીના ટપકાવાળો નખ પણ ક્રમશ આગળ વધીને ટેરવા સુધી પહોંચે એટલે નખનો આ ભાગ પણ નેઈલ કટર વડે દુર થાય એટલે ડાઘ કાયમ માટે દુર થાય છે.