Tuesday, April 30, 2019

જૂનાં સંગીતવાદ્યો

🎧 (૧) આનંદલહરી-રાવણહથ્થો

♦ ગજની મદદથી વાગતું આ વાદ્ય રાવણે ઉત્પન્ન કર્યું હતું એમ કહેવાય છે.

♦તે વગાડવું કઠણ છે.

🎧(૨) ડમરું

♦ વિતત જાતના વાદ્યોમાં આદિવાદ્ય ડમરુ છે.

♦તેના ઉત્પાદક મહાદેવજી છે.

♦મૃદંગના બોલો પ્રથમ તેમણે ડમરુમાં વગાડેલ. ડમરુમાં તેમણે સવા લાખ મહોરા ઉત્પન્ન કરેલા.

🎧(૩) મૃદંગ-પખવાજ

♦ડમરુ ઉપરથી આ વાદ્ય ગણપતિએ બનાવ્યું છે.

♦તેનો આકાર લંબગોળ છે.

♦આ વાદ્ય વગાડવું ઘણું જ મુશ્કેલ છે. સાહીવાળો ભાગ તે માદા અને સાહી વગરનો ભાગ તે નર. આ પ્રમાણે તેના બે ભાગોનાં નામ છે.

🎧(૪) ડફ

♦લાકડાની પટી લગભગ સાત ઇંચ પહોળી ગોળ વાળી તેના ઉપર ચામડું મઢવામાં આવે છે.

♦જમણા હાથનાં આંગળાં તથા હથેળીથી આ વાદ્ય વાગે છે.

♦મુસલમાનો ઘણાખરા ધાર્મિક પ્રસંગે અને મારવાડી લોકો હોળીના પ્રસંગે આનો વિશેષ ઉપયોગ કરે છે.

🎧(૫)મૈવ્હપુંગી-મોરલી

♦ મદારી લોકો આ વાદ્ય વગાડી સાપને તેના અવાજથી મસ્ત કરે છે

🎧(૬) શરણાઈ

♦લાકડાની ભૂંગળીમાં સાત છિદ્રો પાડી આગળના ભાગ ઉપર વાંસની પડજીભ બનાવી આ વાદ્ય વગાડાય છે. નાની શરણાઈને સુંદરી કહે છે.

🎧(૭) નસતરંગ

♦આ વાદ્યની રચના શંખ ઉપરથી થયેલ છે.

♦ગળા ઉપર બે ધાતુની ભૂંગળીઓ રાખી ધોરીનસ ઉપર મૂકી દિલની અંદર ગાવાથી આ વાદ્ય ઘણી જ મહેનતે વાગે છે.

🎧 (૮) બાંસતરંગ

♦લાકડાની ચીપો સ્વર પ્રમાણે કાપી લાકડાની મદદથી વાગે છે.