Thursday, June 27, 2019

જનરલ સવાલ

1) કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક હતા ?
અરવિંદ ઘોષ

2) સલ્તનતયુગીન ગુજરાત્નું સૌથી સમૃદ્ઘ બંદર કયું હ્તુ?
ખંભાત

3) અંગ્રેજોએ ભારતમાં સુરત ખાતે વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી?
૧૬૧૩

4) મૈત્રકકાલીન ગુજરાતની રાજધાનીનું નગર કયું હતુ?
વલભી

5) દાંડીકૂચની તારીખ કઈ હતી?
૧૨મી માર્ચ

6) ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે?
ખેડા સત્યાગ્રહ

7) ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે?
રાજ્યશાસ્ત્ર

8) તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું?
રામચંદ્ર પાંડુંરંગ ટોપે

9) ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી?
ગાંધીજી

10) ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો?
તાત્યા ટોપે

11) ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ છે?
મોતીભાઈ અમીન

12) સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?
સહજાનંદ સ્વામી

13) ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ?
વૈજ્ઞાનિક

14) ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો?
ઝંડુ ભતજી

15) ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ઘ મેળો કયા સ્થળે ભરાય છે?
ગિરનારની તળેટીમાં

16) ગુરૂ પૂર્ણિમા ઉત્સવ કયા મહિનામાં આવે?
અષાઢ

17) ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં થાય છે?
ભાદરવો

18) ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો ઉત્સવ કયો?
નવરાત્રી

19) ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે?
સીદી

20) રૂડાની વાવ ક્યા આવેલી છે?
ગાંધીનગર