Tuesday, June 25, 2019

ચૂંટણી પંચ

✍️ ભારતના બંધારણના ક્યા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે?
☑️ ભાગ -૧૫

✍️ ભારતના બંધારણમાં ચૂંટણીપંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે?
☑️ બંધારણમાં સભ્ય સંખ્યા વિશે કોઈ માહિતી નથી.

✍️ વર્તમાન ચૂંટણીપંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે?
☑️ ત્રણ

✍️ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર નો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

✍️ અન્ય બે ચૂંટણી કમિશ્નરોનો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૨ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

✍️ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય કમિશ્નરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
☑️ રાષ્ટ્રપતિને હટાવવા જેવી મહાભિયોગ પ્રક્રિયા.

✍️ ભારતનું ચૂંટણીપંચ કોની કોની ચૂંટણી ઓનું નિયંત્રણ અને નિયમન કરે છે?
☑️ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનપરિષદ.

✍️ ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન  કરે છે?
☑️ ભારતનું ચૂંટણીપંચ.

✍️ સંસદ અથવા રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે?
☑️ ૮ દિવસ

✍️ સંસદ અને રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે?
☑️ ૪૮ કલાક

✍️ ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા?
☑️ સુકુમાર સેન

✍️ ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે કઈ સમિતિઓની ભલામણો જાણીતી છે?
☑️ તારાકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિ

✍️ ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી?
☑️ ઈ.સ. ૧૯૫૨

✍️ ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી?
☑️ ઈ.સ. ૧૯૫૨

✍️ ભારતની ચૂંટણી પદ્ધતિ ક્યા દેશમાંથી લેવામાં આવી છે?
☑️ બ્રિટન

✍️ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય બે ચૂંટણી કમિશ્નરોની નિમણૂક તથા  તેઓ પોતાનું રાજીનામું કોને આપે છે?
☑️ રાષ્ટ્રપતિ

✍️ રિટર્નિન્ગ અધિકારી કોને કહેવાય છે?
☑️ એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત કરે છે.

✍️ "પરિસીમન (સિમાંકન) આયોગ" નો અધ્યક્ષ કોણ હોય છે?
☑️ મુખ્ય ચૂંટણી કમિશ્નર

✍️ ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને
' રાષ્ટ્રીય પક્ષ '  અને  ' રાજ્ય પક્ષ ' નો દરજ્જો કોણ આપે છે?
☑️ ચૂંટણીપંચ

✍️ પેટા ચૂંટણી ક્યારે કરાવવામાં આવે છે?
☑️ ગમે ત્યારે.

✍️ કોઈ પણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે?
☑️ બે થી વધુ નહીં.

✍️ ભારતમાં પ્રથમ વાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો?
☑️ ૧૯૨૬

✍️ કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસ માં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે?
☑️ ૭ દિવસ

✍️ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ક્યારે પોતાની ડીપોઝીટ ગુમાવે છે?
☑️ જ્યારે તે કુલ મતદાનના ૧/૬ મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે.

✍️ ભારતમાં કઈ ચૂંટણીથી EVM નો પ્રયોગ શરૂ થયો?
☑️ ઈ.સ. ૧૯૯૮