Tuesday, June 25, 2019

જનરલ સવાલ

1.ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો❓
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ✔

2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે❓
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર✔
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન

3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે❓
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન✔
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)............માટે વપરાય છે.❓
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે✔
D. છબીઓ લેવા

5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે❓
A. નવી દિલ્હી
B. મોહાલી✔
C. કોચીન
D. મુંબઈ

6."Googol" શું છે❓
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત✔
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ

7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે❓
A. GSAT-7✔
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT

8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે❓
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1✔
C. આર્યભટ્ટ
D. ભાસ્કર

9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે❓
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ✔
D. આકાશ

10.ચંદ્ર માટેના ઈસરો (ISRO)ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે❓
A. ચંદ્રયાન-2✔
B. ચંદ્રયાન-3
C. રોવર લેન્ડર-2
D. લ્યુનાર મિશન-2

11.'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું❓
A. પોખરણ-1 પરમાણુ પરીક્ષણ✔
B. અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ
C. અગ્નિ-5 મિસાઈલ પરીક્ષણ
D. પોખરણ-2 પરમાણુ પરીક્ષણ

12.રશિયાએ છોડેલ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું❓
A. એપોલો
B. સ્પુટનિક✔
C. લાયકા
D. પ્રાબદા

13.ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે❓
A. INS કોલકાતા
B. INS વીરશક્તિ
C. INS વિક્રાંત
D. INS અરિહંત✔

14.ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે❓
A. ગંગોત્રી અને કરૂણા
B. દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી✔
C. વિક્રાંત અને વિક્રમ
D. ત્રણેય માંથી એકપણ નહીં

15.આઈએનએસ (INS)વિક્રાંત શું છે❓
A. તોપ
B. એન્ટિ મિસાઈલ એરક્રાફટ
C. વિમાનવાહક જહાજ✔
D. સબમરીન

16.મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G,3G અને 4G જેવા શબ્દોમાં "G"નો અર્થ શું થાય છે❓
A. જનરેશન✔
B. ગ્રેવીટેશન
C. ગ્રાઉન્ડ કવરેજ
D. ગુગલ

17.અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે❓
A. નીલો
B. સફેદ
C. કાળો✔
D. કેસરી

18.ISRO દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે❓
A. અમદાવાદ
B. થુમ્બા
C. શ્રીહરિકોટા
D. બેંગલુરુ✔

19.'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મુક્યો છે❓
A. INSAT-4-A✔
B. METSAT
C. CARTOSAT
D. EDUSAT

20."સતીષ ધવન સ્પેસ સેન્ટર" કયા રાજ્યમાં આવેલું છે❓
A. ગુજરાત
B. આંધ્રપ્રદેશ✔
C. તમિલનાડુ
D. ઉત્તરાખંડ