Sunday, June 23, 2019

કાલેશ્વરમ્

🔴તેલંગાણામાં વિશ્વના સૌથી મોટા લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ “ કાલેશ્વરમ્ ’ નિર્માણ

➡️વિશ્વની સૌથી મોટી મલ્ટી - સ્ટેજ લિફ્ટ સિંચાઈ યોજના અને તેલંગાણા માટે વરદાન રૂપ સાબિત થનારી ‘ કાલેશ્વરમ્ ’ પરિયોજનાનું લોકાપર્ણ રાજ્યના મુખ્યમંત્રી કે . ચંદ્રશેખર રાવે કર્યું છે.

➡️આ યોજના જયશંકર - ભૂપાલપુરી જિલ્લાના મેદિગડ્ડા ગામ પાસે આવેલી છે.

➡️તેલંગાણા અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઈ.એસ.એલ.નરસિહા , મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની ઉપસ્થિતિમાં કે ચંદ્રશેખર રાવે મેદિગડ્ડા બેરેજના દરવાજા ખોલ્યા હતાં.

➡️ગોદાવરી નદી પર પર તૈયાર કરાયેલી આ પરિયોજના માટે અંદાજે 80000 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.

➡️ગોદાવરી નદી મહારાષ્ટ્રમાં નીકળી છે અને તેલંગાણા થઈને આંધ્રપ્રદેશના દરિયામાં ભળી જાય છે .