Monday, February 11, 2019

ગુજરાત ના મુખ્યમંત્રીઓની યાદી

👉 ગુજરાત ના મુખ્યમંત્રીઓની યાદી નામ પદનો  સત્તાના દિવસો

💁🏻‍♂  🌺ડો. જીવરાજ નારાયણ મહેતા🌺 

☑ અમરેલી ૧ મે ૧૯૬૦ ૩ માર્ચ ૧૯૬૨
☑ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
☑ ૧૨૩૮ દિવસો પ્રથમ (૧૯૬૦-૬૧)
☑ ૩ માર્ચ ૧૯૬૨ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ દ્વિતિય (૧૯૬૨–૬૬)

💁🏻‍♂  🌺બળવંતરાય મહેતા🌺

☑ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩
☑ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ ૭૩૩ દિવસો

💁🏻‍♂  🌺હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ🌺 

☑ ઓલપાડ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫
☑ ૩ એપ્રિલ ૧૯૬૭
☑ ૨૦૬૨ દિવસો ૩ એપ્રિલ ૧૯૬૭ ૧૨ મે ૧૯૭૧ ત્રીજી (૧૯૬૭–૭૧)
☑ (રાષ્ટ્રપતિ શાસન) ૧૨ મે ૧૯૭૧ ૧૭ માર્ચ ૧૯૭૨ N/A વિખેરી નખાઇ

💁🏻‍♂  🌺ઘનશ્યામભાઈ ઓઝા🌺 

☑ દહેગામ ૧૭ માર્ચ ૧૯૭૨
☑ ૧૭ જુલાઇ ૧૯૭૩
☑ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪૮૮ દિવસો ચોથી (૧૯૭૨–૭૪)

💁🏻‍♂  🌺ચીમનભાઇ પટેલ🌺 

☑ સંખેડા ૧૮ જુલાઇ ૧૯૭૩
☑ ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૨૦૭
☑ દિવસો – ખાલી
☑ (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૧૮ જૂન ૧૯૭૫ N/A વિખેરી નખાઇ

💁🏻‍♂ 🌺  બાબુભાઈ જશભાઈ પટેલ🌺

☑ સાબરમતી ૧૮ જૂન ૧૯૭૫
☑ ૧૨ માર્ચ ૧૯૭૬
☑ જનતા ફ્રંટ (ભા.રા.કો (ઓ)
☑ + ભારતીય જન સંઘ + ભારતીય લોક દળ + સમતા પાર્ટી
☑ ૨૧૧ દિવસો પાંચમી
☑ (૧૯૭૫ ૮૦)  (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૧૨ માર્ચ ૧૯૭૬ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ N/A ૭

💁🏻‍♂  🌺માધવસિંહ સોલંકી🌺 

☑ ભાદરણ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬
☑ ૧૦ એપ્રિલ ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 108 day

💁🏻‍♂  🌺બાબુભાઈ જશભાઈ પટેલ🌺 

☑ સાબરમતી ૧૧ એપ્રિલ ૧૯૭૭
☑ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦
☑ જનતા પક્ષ 1042 day
☑ (કુલ: ૧૨૫૩ દિવસો)
☑ (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦
☑ ૭ જૂન ૧૯૮૦ N/A વિખેરી નખાઇ

💁🏻‍♂  🌺 માધવસિંહ સોલંકી🌺 

☑ ભાદરણ ૭ જૂન ૧૯૮૦
☑ ૧૦ માર્ચ ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૮૫૬
☑ દિવસો છઠ્ઠી (૧૯૮૦–૮૫)
☑ ૧૧ માર્ચ ૧૯૮૫ ૬ જુલાઇ ૧૯૮૫
☑ સાતમી (૧૯૮૫–૯૦)

💁🏻‍♂  🌺અમરસિંહ ચૌધરી🌺 

☑ વ્યારા (અનુસૂચિત જનજાતિ‍)
☑ ૬ જુલાઇ ૧૯૮૫
☑ ૯ ડિસેમ્બર ૧૯૮૯
☑ ૧૬૧૮ દિવસો

💁🏻‍♂  🌺માધવસિંહ સોલંકી🌺 

☑ ભાદરણ ૧૦ ડિસેમ્બર ૧૯૮૯
☑ ૪ માર્ચ ૧૯૯૦ ૮૫
☑ (કુલ: ૨૦૪૯ દિવસો)

💁🏻‍♂  🌺ચીમનભાઇ પટેલ 🌺 

☑ ઉંઝા ૪ માર્ચ ૧૯૯૦
☑ ૨૫ ઓક્ટોબર ૧૯૯૦
☑ જનતા દળ + ભારતીય જનતા પાર્ટી 
☑ ૧૪૪૫ દિવસો (કુલ: ૧૬૫૨ દિવસો)
☑ આઠમી (૧૯૯૦-૯૫)
☑ ૨૫ ઓક્ટોબર ૧૯૯૦
☑ ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪
☑ જનતા દળ (ગુજરાત)
☑ + ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

💁🏻‍♂  🌺છબીલદાસ મહેતા 🌺

☑ મહુવા ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪
☑ ૧૪ માર્ચ ૧૯૯૫
☑ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
☑ ૩૯૧ દિવસો

💁🏻‍♂  🌺કેશુભાઈ પટેલ 🌺  

☑ વિસાવદર ૧૪ માર્ચ ૧૯૯૫
☑ ૨૧ ઓક્ટોબર ૧૯૯૫
☑ ભારતીય જનતા પાર્ટી 
☑ ૨૨૧ દિવસો નવમી
☑ (૧૯૯૫-૯૮)

💁🏻‍♂  🌺સુરેશભાઈ મહેતા 🌺

☑ માંડવી ૨૧ ઓક્ટોબર ૧૯૯૫
☑ ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬
☑ ૩૩૪ દિવસો
☑ (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬
☑૨૩ ઓક્ટોબર ૧૯૯૬ N/A

💁🏻‍♂  🌺શંકરસિંહ વાઘેલા 🌺 

☑ રાધનપુર ૨૩ ઓક્ટોબર ૧૯૯૬
☑ ૨૭ ઓક્ટોબર ૧૯૯૭
☑ રાષ્ટ્રીય જનતા પાર્ટી
☑ ૩૭૦ દિવસો ૧૩ દિલીપ પરીખ  ધંધુકા
☑ ૨૮ ઓક્ટોબર ૧૯૯૭
☑ ૪ માર્ચ ૧૯૯૮
☑ ૧૨૮ દિવસો

💁🏻‍♂  🌺કેશુભાઈ પટેલ 🌺

☑ વિસાવદર ૪ માર્ચ ૧૯૯૮
☑ ૬ ઓક્ટોબર ૨૦૦૧
☑ ભારતીય જનતા પાર્ટી 
☑ ૧૩૧૨ દિવસો (કુલ: ૧૫૩૩ દિવસો)
☑ દસમી (૧૯૯૮–૨૦૦૨)

💁🏻‍♂   🌺નરેન્દ્ર મોદી 🌺

☑ મણીનગ ર ૭ ઓક્ટોબર ૨૦૦૧
☑ ૨૨ ડિસેમ્બર ૨૦૦૨
☑ 4610 દિવસો
☑ ૨૨ ડિસેમ્બર ૨૦૦૨
☑ ૨૨ ડિસેમ્બર ૨૦૦૭
☑ અગિયારમી (૨૦૦૨–૦૭)
☑ ૨૩ ડિસેમ્બર ૨૦૦૭
☑ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨
☑ બારમી (૨૦૦૭–૧૨)
☑ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨
☑ ૨૨ મે ૨૦૧૪  તેરમી
☑ (૨૦૧૨–૧૭)

💁🏻‍♂  🌺આનંદીબેન પટેલ 🌺

☑ ઘાટલોડિયા   ૨૨ મે ૨૦૧૪
☑ ૭ ઓગસ્ટ ૨૦૧૬
☑ 808 દિવસો

💁🏻‍♂ 🌺 વિજય રૂપાણી 🌺

☑ રાજકોટ પશ્ચિમ
☑ ૭ ઓગસ્ટ ૨૦૧૬
☑ ૨૬ ડિસેમ્બર ૨૦૧૭
☑ 574 દિવસો
☑ ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ થી હાલ

સામાન્ય જ્ઞાન

🍀ટીપુ સુલતાની તલવાર શાની બનેલી હતી ?
👉 દમશકશ સ્ટીલ

🍀વિદ્યુત અને ટ્રાન્ઝિસ્ટરની શોધે નીચે પૈકી કોને નવો રસ્તો આપ્યો છે ?
👉 નનોટેકનોલોજી

🍀 નનોટેકનોલોજી કેવી ટેકનોલોજી છે ?
👉 બહુહેતુક

🍀નવમાં સૈકામાં શિલ્પકાર નેનોકણનો ઉપયોગ શેમાં કરતા હતા ?
👉 વાસણોની સપાટી પર ચમક ઉત્પન્ન કરવા

🍀 નવા પદાર્થના ગુણધર્મો અણુની પુનઃગોઠવણી ઉપર આધાર રાખે છે ?
👉 એટોમિક એન્જિનિયરીંગ

🍀મનુષ્યના વાળનો વ્યાસ કેટેલો છે ?
👉 50,000 nm

🍀માનવીની આંખની જોવાની ક્ષમતા કેટલા માઇક્રોમિટર છે?
👉 10

🍀 ઇ.કોલાઇ બેકટેરીયાનું કદ કેટલું હોય છે ?
👉 2000 nm

🍀 રક્તકણોનો વ્યાસ કેટેલો હોય છે ?
👉 5000 nm

🍀નટિગ્રેટેડ સર્કિટ ટ્રાન્ઝિસ્ટર ....... પરિમાણનો હોય છે
👉 90 nm

🍀વાઇરસ નું કદ કેટલું હોય છે ?
👉 50 nm

🍀DNA ના અણુની પહોળાઇ કેટલી હોય છે ?
👉 2.0 nm

રમણભાઈ નીલકંઠ

🍒 અવિસ્મરણીય અને ગુજરાતી ભાષાની સૌ પ્રથમ હાસ્યપ્રધાન કૃતિ *ભદ્રંભદ્રના* સર્જક

*🍒 બિરુદ :-* ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર

*🍒 ઉપનામ :-* મકરંદ

*🍒 જન્મ :-* ઈ.સ : 1868 【 અમદાવાદ 】

*🍒 પિતા :-* મહિપતરામ નીલકંઠ

*🍒 પત્ની :-* વિદ્યાગૌરી નીલકંઠ *【 સૌ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થનારા બે મહિલમાંથી એક 】*

*🍒 કૃતિઓ :-*
➖ ભદ્રભદ્ર 【 હાસ્યનવલ】
➖ કવિતા અને સાહિત્ય 【 નિબંધ 】
➖ રાઈનો પર્વત 【 નાટક 】
➖ શોધમાં 【 નવલકથા 】
➖ સરસ્વતીચંદ્રનું અવલોકન 【 વિવેચન 】

*🍎 યાદ રાખો*

🍇 રમણભાઈ નીલકંઠે પ્રાર્થના સમાજના પ્રમુખ તરીકે સેવા આપી હતી તથા પ્રાર્થના સમાજના મુખપત્ર *જ્ઞાનસુધાના સંપાદક* રહી ચૂક્યા છે.

🍇 આનંદશંકર ધ્રુવે રમણભાઈ નિલકંઠને ગુજરાતના જાહેરજીવનના *સકલ પુરુષ* કહ્યા છે.

🍇 રમણભાઈ નિલકંઠે તેમના પિતાના નામ ઉપરથી *મહિપતરામ રૂપરામ અનાથઆશ્રમ* બનાવ્યો છે.

ભારત ઇતિહાસ

🔶 અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી,
☑ ભવાની મંદિર

🔶 અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે,
☑ ઉધમસિંહને

🔶 અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું,
☑ સુરત માં

🔶 ઇ.સ. 1612 માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો,
☑ જહાંગીર

🔶 ઇ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું,
☑ કૉન્સ્ટેન્ટિનોપલ

🔶 ઇ.સ. ૧૯૪૮માં વાસ્કો-દ ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો,
☑ કાલિકટ

🔶 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નું નામ બદલીને ‘ગદર પક્ષ’ કોણે રાખ્યું,  
☑ લાલા હરદયાળે

🔶 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ,
☑ ઇ.સ. 1906 માં, અમેરિકા માં

🔶 ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ,
☑ ઇ.સ. 1600 માં

🔶 ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ,
☑ ઇ.સ. 1664 માં

🔶 ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી,
☑ હેસ્ટિંગ્સે

🔶 કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ,
☑ લૉર્ડ મિન્ટો

🔶 કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ,
☑ ઇલ્બર્ટ બિલના

🔶 ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે,

☑ ઇ.સ. ૧૯૦૯ના મોર્લે-મિન્ટો સુધારા માં

🔶 ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની,
☑ અંગેજો

🔶 કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં,
☑  મોર્લે-મિંન્ટો

🔶 કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજી-રોટી માટે શહેરો તરફ વળ્યો, કારણ કે…,
☑ અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડિ ભાંગ્યા.

🔶 કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે,
☑ લૉર્ડ મિન્ટોને

🔶 કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો,
☑ ચિત્તરંજનદાસના

🔶 કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો,
☑ લૉર્ડ મેકોલેના

🔶 મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ,
☑ સર સૈયદ અહમદે

🔶 કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો,
☑ પંડિત મોતીલાલ નેહરુના

🔶 કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ,
☑ ચાર્લ્સ વુડની

🔶 ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા,
☑ કર્ઝને

🔶 ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ,
☑ સ્વરાજ્ય પક્ષ

🔶 ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી,
☑ શ્રી અરવિંદ ઘોષે

🔶 જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે,
☑ અમૃતસર માં

🔶 જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી,
☑ અસહકારનું આંદોલનની

🔶 તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યો, કારણ કે…,
☑ તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.

🔶 પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી,
☑ રાજા મહેન્દ્વપ્રતાપે

🔶 પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો,
☑ મૅડમ ભિખાઇજી કામાએ

🔶 પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો-દ-ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો,
☑ લિસ્બન

🔶 બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી,
☑ વૉરનહેસ્ટિંગ્સે

🔶 બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો,
☑ રાષ્ટ્રીય શોકદિન

🔶 ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ,
☑ ઇ.સ. ૧૮૫૭ માં

🔶 ભારતમાં રેલવેની સૈપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ,
☑ ૧૮૫૩ માં

🔶 સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો,
☑ વિલિયમ બૅન્ટિકે

🔶 ગુજરાત માં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ,
☑ અમૃતલાલ ઠક્કરે

🔶 ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું,
☑ અંગ્રેજો

🔶 ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી,
☑ પોર્ટુગીઝો

🔶 શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું,
☑ મહેસૂલ ઉઘરાવવાનું

🔶 ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત,
☑ મુંબઇ અને થાણા વચ્ચે થઇ.

🔶 મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ,
☑ ઇ.સ. 1906 માં

🔶 મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું,
☑ અમૃતસરમાં

🔶 રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું,
 ☑ ટ્રોટસ્કીએ

🔶 કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું,
☑ રૉલેટ

🔶 જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો,
☑ જનરલ ડાયરે

🔶 વંદે માતરમ’ ગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે,
☑ આનંદમઠ

જનરલ સવાલ

🔶 શરીર ના કયા ભાગમાંથી કયારેય  પરસેવો નથી નીકળ તો,
☑ હોઠ

🔶 બેંક ને હિન્દી માં શું કહેવાય છે,
☑  બેંક ને હિન્દી માં અધિકોષ કહેવાય છે

🔶 વિશ્ર્વ માં કાળા રંગનો હંસ કયા જોવા મળે છે,
☑ ઓસ્ટ્રેલીયા માં

🔶 કયા દેશ માં સૂર્ય અડધી રાત્રે ચમકે છે,
☑ નોવેં

🔶 એવી કઈ વસ્તુ છે જે વગર સીડીએ  ચડે ને ઉતરે છે,
☑ દારૂ નો નશો

🔶 પ્રથમ વિશ્વ યુદ્ધ લડ્યું હતું
☑ 1914 - 1918 ઈ,

🔶 કયા મહાકાવ્યમાં સૌથી ઊંચો શિખરો અને શિખર પર મરાઠા સત્તા પર  હતો,
☑ બાલાજી બાજીરાવ

🔶 સત્ય શોધક સમાજ ની સ્થાપના કોણે કરી હતી,
☑ મહાત્મા ફુલે

🔶 ભારત ના રાષ્ટ્રગાન  જન ગણ મન ના  સર્જન  હતા,
☑ રવિન્દ્ર નાથ ટાગોર

🔶 ભારત ના મહાન વૃદ્ધ માણસ ( Grand old man of India ) તરીકે કોણ પ્રસિદ્ધ છે?
☑ દાદા ભાઈ નવરોજી

રાષ્ટ્રીય બાલિકા દિવસ

👉રાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ ના રોજ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન પદ પર શપથ લીધેલા એ દિવસ થી દર વર્ષે ૨૪ જાન્યુઆરી ના રોજ આ દિવસ ની ઉજવણી કરવામાં આવે.

👉પ્રથમ વખત રાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૦૮ મા ઉજવવામાં આવ્યો હતો.

👉ભારત મા દર વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઉજવણી કરવામાં આવે છે.

👉૧૧ ઓક્ટોબર ને દર વર્ષે આંતરરાષ્ટ્રિય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

👉આ વર્ષે (૨૦૧૯) ની થીમ :- છોકરી ના ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવો હતી.

ભારત રત્ન

✨ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.

🏵ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું, ત્યારથી માંડીને અત્યાર સુધી કુલ ૪૫ વ્યક્તિઓને આ સન્માન મળી ચૂક્યું છે. આ પૈકી ૧3 વ્યક્તિઓને આ સન્માન મરણોપરાંત મળેલ છે. આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઇ.સ. ૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું. જાણીતા ક્રિકેટના ખીલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં. તો જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે ૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં. સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું. આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.

સુભાષચંદ્ર બોઝ

👮🏻‍♂સુભાષચંદ્ર બોઝ (122મી જન્મજયંતિ)

માતા -  પ્રભાવતી બોઝ

પિતા - જાનકીનાથ બોઝ

જન્મ - ૨૩ જાન્યુઆરી ૧૮૯૭

જન્મ સ્થળ - કટક

મૃત્યુ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫

જીવનસાથી - Emilie Schenkl

બાળકો - અનીતા બોઝ

કુટુંબ - સરત ચંદ્ર બોઝ, સુનિલ ચંદ્ર બોઝ

અભ્યાસનું સ્થળ - કોલકાતા વિશ્વવિદ્યાલય, Fitzwilliam College, પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા, Scottish Church College

વ્યવસાય - રાજકારણી

સુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન્દ"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.

મહત્વની કહેવતો

૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ➖ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.

2. મન હોય તો માળવે જવાય➖ ઈચ્છા હોય તો બધું થાય.

3.દુકાળમાં અધિક માસ ➖જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.

4. ઝાઝા હાથ રળિયામણા➖ વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.

5. ઉતાવળે આંબા ન પાકે➖ ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.

6. ન બોલ્યામાં નવ ગુણ ➖કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત➖વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.

8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ ➖જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.

9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન➖બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા ➖એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

11. કૂવામાં હોય તો હવાડામાં આવે ➖કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.

12.ઘી ઢળ્યું તો ખીચડીમાં ➖પોતાને જ લાભ થવો.

13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે➖ દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.

14. રામ રાખે તેને કોણ ચાખે?➖ પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.

15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય ➖જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

16.પારકી મા જ કાન વિંધે➖ લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.

17.બાંધી મુઠી લાખની કોઈ➖ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

18.ભાવતું હતું ને વૈધે કહ્યું➖ પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

19. મુખમાં રામ અને બગલમાં છુરી ➖દેખાવે સારો પણ દિલમાં કપટી.

20. વાડ વિના વેલો ન ચડે ➖ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.

21. વખાણી ખીચડી દાંતે વળગે➖  વખાણીએ તે જ ખરાબ નીવડે.

22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા➖ વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.

23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા➖સારું નરસું સૌ સરખું

24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે➖લોભ કરનાર છેતરાય છે.

25.હાથે તે સાથે➖જાતે કરીએ તે જ પામીએ.

26.એક પંથ ને દો કાજ➖એક કામ કરતા બે કામ થાય.

27.ઘેર ઘેર માટીના ચૂલા➖કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.

28.મન ચંગા તો કથરોટમાં ગંગા➖અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.

29.નહિ મામા કરતા કાણો મામો સારો➖કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.

30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી➖શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.

31.સાપ ગયા ને લિસોટા રહ્યા➖કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.

32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ➖સંજોગો જોઈને ધીરજથી કામ કરો.

33.ગામને મોઢે ગળણું ન દેવાય➖બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.

34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા  જવાય?➖આવેલી તકને ન ગુમાવાય.

35.ઘર ફૂટયે ઘર જાય➖ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.

આચાર્ય આનંદશંકર ધ્રુવ

આજે આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ દિવસ છે.

➖(જન્મ)➖

🔶 અમદાવાદ માં જન્મે લા આનંદશંકરે એમ.એ,એલ.એલ.બી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

🔶 1893 માં અમદાવાદની ગુજરાત કોલેજથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે શૈક્ષણિક કરીકિર્દી શરૂ કરનાર પ્રોફે. ધ્રુવ 1936માં બનારસ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ પદે પણ રહ્યા હતા.

🔶 ગુજરાતના વિદ્યાજગતમાં તેઓ સુદર્શન અને વસંત જેવા સાહિત્યિક સામાયિકોના તંત્રી તરીકે જાણીતા છે તો આપણો ધર્મ, હિંદુ ધર્મની બાળપોથી, હિંદુ (વેદ) ધર્મ, સાહિત્ય વિચાર, કાવ્યતત્વ વિચાર , દિગ્દર્શન, વિચાર માધુરી જેવા અનેક ચિંતન ગ્રંથો તેમણે લખ્યા છે.

🔶 ભારતીય તત્વજ્ઞાન પરિષદ અને ગુજરાત સાહિત્ય પરિષદ જેવી અનેક પરિષદો અને સંસ્થાઓના તેઓ પ્રમુખ પણ રહ્યા હતા.

🔶 ગુજરાતી પ્રજાએ એક સ્વતંત્ર યુનિવર્સિટી સ્થાપવાનું કામ જાતે ઉપાડી લેવું જોઈએ તેવા આહવાન સાથે ગુજરાત યુનિ.ની સ્થાપનાનું બીડું પણ તેમણે ઉપાડ્યું હતું. તેઓ ગુજરાત યુનિ.ના સ્વપ્નદ્રષ્ટાઓ પૈકીના એક હતા.

🔶 સ્ત્રી શિક્ષણ વિષે પણ આચાર્ય ધ્રુવના ખાસ વિચારો હતા તેઓ કહેતા કે આપણે ત્યાં સ્ત્રી કેળવણીનો પ્રશ્ન આજે એક રાષ્ટ્રીય પ્રશ્ન તરીકે વિચારવાનો છે. તેમના શૈક્ષણિક વિચારો આજે પણ જૂના નથી લાગતા.

➖(મૃત્યુ)➖

વિદ્યાજગતના આ વિદ્યાપુરુષ અને જાહેર જીવનના અગ્રણીનું 1942 માં અવસાન થયું હતું.